વડોદરા :મ્યુનિસિપલ કોર્પોરેશનની જામ્બુવા લેન્ડફીલ સાઈટમાં કોન્ટ્રાક્ટર દ્વારા ટ્રકમાં બિલ્ડીંગનો વેસ્ટ ભરીને ઠાલવવામાં આવતો હોવાની ગેરરીતિ ભાજપના કોર્પોરેટરે ઝડપી હતી. જે અંગે મેયર અને ચેરમેનને રજૂઆત કરીને કડક પગલાં ભરવાની માંગ કરી હતી. શહેર બહાર જાંબુઆ ખાતે વર્ષો પૂર્વે કોર્પોરેશન દ્વારા કચરાનો નિકાલ થાય તેને માટે લેન્ડફીલ સાઇટ બનાવવામાં આવી છે. જેનો કચરોનો ઢગલા થઈ ગયા છે ત્યારે આ લેન્ડફીલ સાઈટમાં ઘરગથ્થું કચરાને બદલે બિલ્ડીંગનો વેસ્ટ કાટમાળ ઠાલવવામાં આવતો હોવાનું આક્ષેપ ભાજપ ના કોર્પોરેટર ઘનશ્યામ પટેલે કર્યો હતો.જામ્બુવા લેન્ડફીલ સાઇટ ખાતે બિલ્ડીંગનો કાટમાળ નો કચરો ભરેલી એક ટ્રક પહોંચી હતી. કે દરમિયાન તેની જાણકારી ભાજપના સ્થાનિક કોર્પોરેટર ઘનશ્યામ પટેલ થતાં તેઓ એ સ્થળ પર પહોંચી જઇ આ કાટમાળ ભરેલી ટ્રક કચરામાં નહીં પરંતુ બિલ્ડીંગનો કાટમાળ નાખે છે.ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે કોન્ટ્રાકટરો દ્વારા બિલ્ડીંગનો કાટમાળ રેતી કપચી અને રોઢા લેન્ડફીલ સાઇટ જે શહેર નો કચરો નાખવાનો હોય છે. અગાઉ પણ ચેતવણી આપી હતી છતાં પણ તેઓ કાટમાળ નાખી રહ્યા છે. જેથી ગાડી પકડી હતી અને મેયર કેયુર રોકડીયા અને ચેરમેનને ડો હિતેન્દ્ર પટેલને કડક પગલા ભરવાની માંગ કરી હતી .જોકે મેયર અને ચેરમેને યોગ્ય કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું.
જામ્બુવા લેન્ડફીલ સાઈટમાં કચરો નહીં પણ ટ્રકમાં બિલ્ડિંગનો વેસ્ટ નાખતો કોન્ટ્રાક્ટર
By
Posted on