યુવા પેઢીનો ઉત્સાહ એવો છે કે એકમેકને અત્યારે એક જ પ્રશ્ન પૂછી રહ્યા છે કે બુકિંગ થઈ ગયું કે કેમ? પ્રત્યુતર ‘ હા ‘માં મળે એટલે ફાર્મ હાઉસ , ક્લબ ,હોટેલ ,રિસોર્ટની પૂછપરછ શરૂ થઈ જાય છે. થર્ટી ફર્સ્ટની ઉજવણી માટેની જાહેરાતો અને પોસ્ટર્સ જ્યાં ને ત્યાં જોવા મળે છે. હોટેલ, કાફે , પાર્ટી પ્લોટ , ફાર્મ હાઉસના એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યા છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ એની વાતો વિના સંકોચે થતી રહે છે. આલ્કોહોલ તો હવે જાણે વ્યસન નહીં ગણાતું હોય તેમ ડ્રગ સુધીની વાતો જલસા માટે સંભળાય છે.
ગુજરાતનું પોલીસ તંત્ર પણ આલ્કોહોલના ઉપયોગ તથા તેની સાથે સંકળાયેલી ગેરકાયદેસર પ્રવૃતિઓ નહીં થાય તે માટે અથાક પ્રયત્નોમાં વ્યસ્ત છે. આમ તો ગુજરાત ડ્રાય સ્ટેટ છે છતાં પણ આલ્કોહોલનાં શોખીનો પોતાની વ્યવસ્થા કરી જ લે છે. 31 ડિસેમ્બરની રાતની રંગેચંગે ઉજવણી કરવા માટે યુવાધન થનગની રહ્યું છે. ફક્ત યુવા પેઢી જ નહીં હવે તો સિનિયર સિટીઝન માટે પણ 31મી ડિસેમ્બરની ઉજવણીના અલગ આયોજન થઈ રહ્યાં છે. મહિલાઓ માટે પણ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની રાત્રી માટે અલગ પાર્ટીનું આયોજન થાય છે. એલિટ ક્લાસમાંથી આવતી મહિલાઓ પણ હવે આલ્કોહોલના સેવનને વ્યસન ગણતી નથી.
નવસારી – ડો.જે.એમ.નાયક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.