Vadodara

પાલિકામાં રિનોવેશનના નામે પ્રજાના પૈસે જલસા

વડોદરા : વડોદરા કોર્પોરેશનમાં 25 વર્ષથી શાશન કરતા  ભાજપના સત્તા પક્ષ દ્વારા છેલ્લી બે ટર્મથી આવી રહેલા મેયર તેમની ઓફિસ રીનોવેશન કરાવી રહ્યા છે, સત્તાપક્ષના નેતા, દંડક અને સ્થાઈ અધ્યક્ષની ઓફિસ પણ રીનોવેશન માટે લાખોનો ખર્ચ થશે. એક બાજુ પાલિકાની તિજોરી તળિયા ઝાટક છે ત્યારે મેયર કેયુર રોકડિયા ઉત્સાહ બોલી ગયા હતા કે ચેમ્બરનો ખર્ચ કરવા માટે પાલિકા સક્ષમ છે. વડોદરા કોર્પોરેશન ખાતેની સત્તાધારી ભાજપ પક્ષ હોઈ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલ, સત્તાપક્ષના નેતા અલ્પેશ લીંબાચીયા, અને દંડક ચિરાગ બારોટ ની ઓફિસને લાખો રૂપિયાના ખર્ચે રીનોવેટ કરવાની કામગીરી હાથ ધરાઈ છે.

આ પહેલાના પૂર્વ મેયર ભરત ડાંગર પણ ઓફિસનું 5 થી 7 લાખનું રીનોવેશન કરાવી ચુક્યા છે. ત્યારે પ્રજાના પૈસે એ.સી.ઓફિસમાં બેસવા માટે દંડક- સત્તાપક્ષના નેતા અને સ્થાયી સમિતિ અધ્યક્ષ આડેધડ ખર્ચ કરી રહ્યા છે. એક બાજુ પાલિકાની તિજોરી તળિયા ઝાટક છે અને બીજી બાજુ હોદ્દેદારો પોતાની ચેમ્બરો રીનોવેશન કરી રહ્યા છે. શાશકોને હજુ ચેમ્બરોનો મોહ છૂટતો નથી. છેલ્લા 10 વર્ષમાં સભા સેક્રેટરીની કચેરી , મેયર ચેમ્બર સ્ટેન્ડીગ કમિટી ચેમ્બરોની પાછળ કરોડો ખર્ચી નાખ્યા છે. સત્તાધારી પક્ષને ખુશ રાખવા ઇજનેરો તલપાપડ થાય છે. પ્રજાને પ્રાથમિક સુવિધા માટે પાલિકા પાસે પૈસા નથી. રોડ, ગટરના ઢાંકળા, પાલિકા હસ્તકની સરકારી સ્કૂલો, વોર્ડ કચેરીઓ, પાણીની ટાંકીઓ સહિત હાલત જર્જરિત છે ત્યારે આડેધડ રૂપિયાનો દૂર ઉપયોગ કરી રહ્યા છે. ચેમ્બરના રિનોવેશન મામલે મેયર કેયુર રોકડિયા ઉત્સાહમાં બોલી ગયા હતા કે પાલિકા સક્ષમ છે.

સભા સેક્રેટરી ચિંતન દેસાઈનું કાર્યાલય પાલિકાની વડી કચેરીમાં ઉત્તમ કક્ષાનું

સભા સેક્રેટરી ચિંતન દેસાઈની ચેમ્બર મેયર, ડે.મેયર, મ્યુનિ. કમિશનર અને સ્ટેન્ડીગ કમિટી ચેરમેન, સીટી એન્જીનીયર કરતા પણ લકઝરીયર્સ છે. ખંડેરાવ માર્કેટમાં ઉત્તમ કક્ષાના ઈન્ટીરિયલ વાળી ચેમ્બર જોવી હોય તો મ્યુનિ. કમિશનર પણ એમની ચેમ્બર જોવે તો શરમ આવે. ઉચ્ચઅધિકારીઓ કરતા નેતાઓને ખર્ચાળ ચેમ્બરમાં બેસવાનો અનહદ શોખ હોય છે. ઉત્તમ કક્ષાની સભા સેક્રેટરી ચિંતન દેસાઈ સદર કાર્યાલયમાં કરોડોની દરખાસ્ત આવે છે. કરોડોના ઠરાવ થાય છે, કરોડોના ટેન્ડરો નેગોસિયેશન થાય છે. ઉચ્ચ અધિકારીઓ નેતાઓના ઇજનેરોના સંકલન થાય છે.

12 વર્ષ પહેલા રિનોવેશન થયું હતું

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે દંડક અને પક્ષ નેતાની 3 ચેમ્બર બની રહી છૅ. મારી ચેમ્બર 12 વર્ષ પહેલા રિનોવેશન થયું હતું. ચેમ્બરમાં પાર્ટીશન રિનોવેશન કરવામાં આવશે નાગરિકોને વ્યવસ્થિત સાંભળવા માટે કામગીરી કરાશે.

પ્રજા પૈસાનો દૂર ઉપયોગ:અમી રાવત

વિપક્ષ નેતા અને રાવતે જણાવ્યું હતું કે દંડક શાસક પક્ષના નેતા માટે બી.પી.એમ.સી એક્ટ મુજબ આવી કોઈ પોસ્ટ નથી આ પાર્ટીની પોસ્ટ છે તો પછી પ્રજાના નાણાં પાર્ટીના નેતાઓ માટે કેમ ઉપયોગમાં લઇ રહ્યા છે તે સૌથી મોટો સવાલ ઉભો થાય છે. પ્રજા પૈસાનો દૂર ઉપયોગ થઈ રહ્યો છે, વિપક્ષ ઓફિસ ખર્ચ આપતા નથી. સાશક પક્ષને કેવી રીતે અપાઈ. એક્ટમાં કોઇ જોગવાઈ નથી. પાલિકા નાણાં આપે છે. પાલિકાએ રૂપિયાનો વેસ્ટ ના કરવો જોઈએ.

Most Popular

To Top