National

જૈશના આતંકવાદીએ NSA અજિત ડોભાલના ઓફિસની રેકી કરી હતી : વીડિયો મળતા જ સુરક્ષા એજન્સીઓ એલર્ટ

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ (AJIT DOBHAL)ની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. જૈશથી જોડાયેલ હિદાયત-ઉલ્લાહ મલિક પાસે ડોભાલની ઓફિસ (office)ની રેકીનો વીડિયો મળી આવ્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે. કાશ્મીરના શોપિયામાં રહેતા મલિકની 6 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી.

મલિકની ધરપકડ બાદ સુરક્ષા એજન્સી (NSA) સતત આ મુદ્દે તપાસમાં હતી, જેમાં આ ખુલાસો થવા પામ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ રેકી ગયા વર્ષે કરવામાં આવી હતી. મલિકે શ્રીનગરમાં ડોભાલની ઓફિસ અને અન્ય વિસ્તારોનો વીડિયો રેકોર્ડ (VIDEO RECORD) કર્યો હતો. મલિકે આ વીડિયો પાકિસ્તાનમાં તેના માસ્ટર્સને મોકલ્યા હતા. આ માહિતી મળતાની સાથે જ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે.

મહત્વની વાત છે કે પાકિસ્તાન (PAKISTAN)માં પહોંચેલા વિડીયો ભારતની સુરક્ષા એજન્સી માટે ગંભીરતા માંગી લે છે અને તેથી જ આ મામલે ગંભીરતા દાખવી એક એફઆઈઆર (FIR) પણ નોંધવામાં આવી છે. મલિક વિરુદ્ધ જમ્મુના ગંગ્યાલ પોલીસ સ્ટેશનમાં કલમ 18 અને 20 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મલિકને જૈસના આગળના જૂથ લશ્કર-એ-મુસ્તફા (LASHKAR-E-MUSTAFA)ના વડા તરીકે વર્ણવવામાં આવી રહ્યો છે. તેની અનંતનાગથી ધરપકડ કરવામાં આવી હતી. મલિક પાસે શસ્ત્રો અને વિસ્ફોટકો પણ મળી આવ્યા હતા.

આતંક ફેલાવવાનું કાવતરું

ગુપ્તચર એજન્સીઓ અનુસાર, પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો (TERRORIST GROUP) જમ્મુ-કાશ્મીરમાં આતંકને જીવંત બનાવવાના ષડયંત્રમાં રોકાયેલા છે. ગુપ્તચર એજન્સીઓએ ગૃહ મંત્રાલયને કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં જમાત-એ-ઇસ્લામી લશ્કર, જૈશ, હિઝબુલ મુજાહિદ્દીનને વિશાળ ભંડોળ પૂરું પાડવામાં રોકાયેલ છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ દ્વારા તુર્કી-દુબઇમાં ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું છે. જેથી આ મામલે પણ સુરક્ષા એજન્સી તપાસનો ધમધમાટ યથાવત રાખ્યો છે.

ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદ ભાગ -2 શરૂ કરવાનું કાવતરું ચાલી રહ્યુ છે. જકાત, મૌદા, બૈત-ઉલ-માલ, વિદેશથી મળતી ચેરિટી, આરોગ્ય અને શિક્ષણના નામે આઈએસઆઈ (ISI) દુબઇ, તુર્કી અને અન્ય માર્ગોથી નાણાં પૂરા પાડે છે. કશ્મીરમાં 370 ના પાછા ખેંચ્યા પછી, આતંકવાદ અને પથ્થરમારોની ઘટનામાં ઘટાડો થયો છે, પરંતુ જમાત-એ-ઇસ્લામીના ભંડોળ દ્વારા, કાશ્મીરમાં આતંકીઓ ફરીથી આ બધી બાબતોમાં વધારો કરવા માંગે છે. નવા અલગાવવાદીઓ અને આતંકવાદીઓની ભરતી માટે જમાત-એ-ઇસ્લામી (JAMAT-E-ISLAMI)એ ગુપ્ત બેઠક પણ યોજી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top