National

યુગાન્ડાની મહિલા ડ્રગ્સથી ભરેલા કેપ્સ્યુલ પ્રાઈવેટ પાર્ટમાં છુપાવીને લાવી, જે કાઢવા ડોક્ટર્સને 2 દિવસ લાગ્યા

જયપુર: (Jaipur) રાજસ્થાનના જયપુર એરપોર્ટ પર એક આફ્રિકન મહિલાની ડ્રગ્સ તસ્કરીની રીતથી ફક્ત એરપોર્ટ અધિકારીઓ જ નહીં ડોક્ટર્સ પણ હાંફી ગયા હતા. મહિલા ડ્રગ્સથી (Drugs) ભરેલી 60 કેપ્સ્યુલને પ્રાઈવેટ પાર્ટમાં છુપાવીને લાવતા પકડાઈ હતી. ડોકટરોએ 60 કેપ્સ્યુલ બહાર કાઢ્યા હતા. મળેલી માહિતી અનુસાર જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત લગભગ 16 શારજાહથી આવતી ફ્લાઈટમાં (Flight) હોવાનું કહેવાય છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં જયપુર એરપોર્ટ (Airport) પરથી જ 90 કરોડ રૂપિયાનું હેરોઈન પણ જપ્ત કરવામાં આવ્યું હતું.

ગયા વર્ષથી જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડ્રગ્સની તસ્કરીના મોટા મામલાઓ સામે આવે છે. તેમાનો એક મામલોમાં એક આફ્રિકન મહિલા તેના પ્રાઈવેટ પાર્ટમાં છુપાવીને ડ્રગ્સથી ભરેલી 60-70 કેપ્સ્યુલ લાવી હતી. મહિલા શનિવારે મોડી રાત્રે લગભગ 3 વાગ્યે શારજાહથી આવતી ફ્લાઈટમાં જયપુર આવી હતી. તેને ડીઆરઆઈની ટીમ દ્વારા 19 ફેબ્રુઆરી શનિવારે જ પકડી લેવામાં આવી હતી, પરંતુ ડ્રગ્સ પ્રાઈવેટ પાર્ટમાં છુપાવેલા હોવાથી ડીઆરઆઈની ટીમ ડ્રગ્સ મેળવી શકી ન હતી. બાદમાં મહિલાને જરૂરી તપાસ માટે જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડોક્ટરોની ટીમને મહિલાના પ્રાઈવેટ પાર્ટમાંથી કુલ 60 કેપ્સ્યુલ કાઢતા રવિવાર અને સોમવારના બે દિવસ લાગ્યા હતા. ડોકટરોના જણાવ્યા અનુસાર હજુ વધુ કેપ્સ્યુલ છુપાયેલા છે. જેને કાઢવામાં આવી રહ્યા છે.

ડ્રગ્સની લેબોરેટરીમાં તપાસ થશે, મળેલ ડ્રગ્સની કિંમત લગભગ 16 કરોડ રૂપિયા
ડીઆરઆઈના અધિકારીઓના જણાવ્યા અનુસાર જપ્ત કરાયેલ ડ્રગ્સ ઉચ્ચ ગુણવત્તાનુ છે. તેનો ટેસ્ટ દિલ્હી અથવા પુણેની લેબમાં કરવામાં આવશે. મળેલ માહિતી પરથી એવું માનવામાં આવે છે કે 60 કેપ્સ્યુલમાં છુપાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય કિંમત લગભગ 16 કરોડ રૂપિયા છે. ડ્રગ્સની તસ્કરી કરતી આ મહિલા 32 વર્ષીય છે અને તે યુગાન્ડાની રહેવાસી છે. તેનું નામ હેવન્સ લોપેઝ બતાવામાં આવી રહ્યું છે. હાલમાં ડોકટરોની ટીમની સાથે ડીઆરઆઈના અધિકારીઓની નજર સામે આ મહિલાને સવાઈ માનસિંહ હોસ્પિટલના જનરલ સર્જરી વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. જણાવી દઈએ કે ડીઆરઆઈની ટીમ દ્વારા બે મહિના પહેલા પણ જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કેન્યાની રહેવાસી મહિલા મુસાફર પાસેથી 90 કરોડ રૂપિયાનું હેરોઈન જપ્ત કરાયું હતું. કેન્યાની મહિલા મુસાફરના પાસેથી 12 કિલો 900 ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું.

Most Popular

To Top