મહારાષ્ટ્ર: રાઉતે જેલમાંથી (Jail) બહાર આવતાની સાથે જ આક્રમક વલણ અપનાવ્યું છે. હવે સંજય રાઉતે શિવાજીને લઈને રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી અને સુધાંશુ ત્રિવેદીના નિવેદન પર આકરા પ્રહારો કર્યા છે. રાઉતે કહ્યું કે શિવાજીના અપમાન પર મુખ્યમંત્રી શિંદે અને ઉપમુખ્યમંત્રી કેમ ચૂપ બેઠા છે.
રાજ્યપાલ કોશ્યરી અને સુધાંશુ ત્રિવેદીના વિવાદાસ્પદ નિવેદન પર શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે કહ્યું કે શિવાજીના અપમાન પર મુખ્યમંત્રી શિંદે અને ઉપમુખ્યમંત્રી કેમ ચૂપ બેઠા છે. તેમનું સ્વાભિમાન ક્યાં ગયું? રાજ્યપાલ કોશ્યરી અને સુધાંશુ ત્રિવેદીએ એક રાષ્ટ્રીય ચેનલ પર શિવાજી મહારાજનું અપમાન કર્યું છે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હજુ ચૂપ છે.
સંજય રાઉતે ‘ચપ્પલ મારો આંદોલન’ની ધમકી
રાઉતે ઘમકી આપતા કહ્યું છે કે, “વડાપ્રધાન મોદી અને અમિત શાહ શિવાજી મહારાજને વખાણે છે પરંતુ તેમના પ્રવક્તા શિવાજી મહારાજને આજના યુગના જૂના આદર્શ કહ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સ્વાભિમાનનો નારો આપીને શિવસેનાને તોડી નાખી અને ગયા ભાજપ સાથે. આજે તેમનું સ્વાભિમાન ક્યાં છે? મુખ્યમંત્રીએ રાજીનામું આપવું જોઈએ. જો રાજ્યપાલને હટાવવામાં નહીં આવે તો ચપ્પલ મારો આંદોલન શું છે તે અમે બતાવીશું.”
શિવાજી જૂના જમાના આદર્શ…..
ડો. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ કહ્યું, “જ્યારે અમે મિડલ, હાઈસ્કૂલમાં ભણતા હતા… અમારા શિક્ષકો અમને કહેતા હતા કે તમારો ફેવરિટ હીરો કોણ છે? તમારો ફેવરિટ નેતા કોણ છે? તે સમયે અમે સુભાષચંદ્ર બોઝ, નહેરુજી, ગાંધીજીનું નામ લેતા હતા. રાજ્યપાલે વધુમાં કહ્યું, “મને લાગે છે કે જો કોઈ તમને પૂછે કે તમારો ફેવરિટ હીરો કોણ છે? તમારો ફેવરિટ આઈકન કોણ છે? તો તમારે આ માટે બહું વિચારવાની જરૂર નથી. તેમજ આ માટે દૂરનું વિચારવાની કે કશે જવાની જરૂર પણ નથી. કારણ કે આ આદર્શ વ્યકિત તમને મહારાષ્ટ્રમાં જ તમને મળી જશે. તેઓએ વઘારામાં જણાવ્યું કે શિવાજી જૂના યુગના છે તેમજ જૂના જમાના આદર્શ છે. “વાત એ છે કે, હું નવા યુગની વાત કરી રહ્યો છું. તમને અહીં મળશે, ડૉ. આંબેડકરથી લઈને ડૉ. ગડકરી… તમને આ નીતિન ગડકરી અહીં જ મળશે. જેઓ નવા જમાનાના આદર્શ છે”