National

‘જય શ્રી રામ’ બોલીને ભાજપે સુભાષચંદ્ર બોસનું અપમાન કર્યુ છે: મમતા બેનર્જી


kolkatta : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (mamta benrji) એ સોમવારે ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી (narendra modi) પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે એક કાર્યક્રમમાં જય શ્રી રામ (jay shri ram ) ના નારા લગાવતા નેતાજી સુભાષચંદ્ર બોઝ નું ભાજપ દ્વારા અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. મમતાએ કહ્યું કે ભાજપ બંગાળની મહાન હસ્તીઓનું સતત અપમાન કરાઇ રહ્યું છે અને નેતાજી પણ આ યાદીમાં જોડાયા છે.તેઓ નેતાજી સુભાષચંદ્ર બોઝ (netaji shubhashchnadra bosh) ના 125 મા જન્મદિવસ પર યોજાયો હતો તે અંગે નિવેદન આપ્યું હતું

જ્યારે મમતા બેનર્જીને આ કાર્યક્રમમાં ભાષણ આપવા બોલાવવામાં આવ્યા હતા, ત્યારે ત્યાં હાજર દર્શકોના જૂથે જય શ્રી રામના નારા લગાવ્યા હતા. આ પછી મુખ્યમંત્રીએ તેને અપમાન ગણાવ્યું હતું અને કાર્યક્રમ પર બોલવાની ના પાડી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. સોમવારે આ મુદ્દે બોલતા બેનર્જીએ ભાજપ પર જોરદાર પ્રહાર કર્યા હતા. એક રેલીમાં તૃણમૂલ કોંગ્રેસના વડાએ કહ્યું, ‘તમે કોઈને ઘરે બોલાવીને તેનું અપમાન કરશો? આ બંગાળની સંસ્કૃતિ છે કે આપણા દેશની? જો નેતાજી માટે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હોત, તો હું પરેશાન ન હોત.

બેનર્જીએ કહ્યું, ‘પરંતુ તેમણે તે કર્યું નહીં. મારી મજાક ઉડાવવા તેમણે સૂત્રોચ્ચાર કર્યા કે જેનો કાર્યક્રમ સાથે કોઈ લેવા-દેવા નથી. દેશના વડા પ્રધાનની સામે મારું અપમાન કરવામાં આવ્યું. આ તેમની (ભાજપ) સંસ્કૃતિ છે. ‘ ભગવા પક્ષને ‘આઉટસાઇડર’ ગણાવતાં મમતાએ કહ્યું કે, ‘ભાજપનું નામ’ ભારત જલાઓ પાર્ટી ‘હોવું જોઈએ.

આ ઉપરાંત મુખ્યમંત્રીએ તેમની રેલીમાં દલિતોને પણ નિશાન બનાવ્યા હતા. જેમણે વિશ્વાસ બદલ્યો છે તેમને વિશ્વાસઘાત ગણાવતા તેમણે કહ્યું કે વિધાનસભાની ચૂંટણી પૂર્વે તૃણમૂલ કોંગ્રેસ છોડનારા નેતાઓને ફરીથી પાર્ટીમાં લેવામાં આવશે નહીં. બેનર્જીએ કહ્યું, ‘જેમણે (પાર્ટી) છોડી દીધી હતી તેઓ જાણતા હતા કે તેઓને આગામી ચૂંટણીમાં ટિકિટ મળશે નહીં. તે સારું છે કે તેઓ ચાલ્યા ગયા અન્યથા અમે તેમને કાઢી મુક્યા હોત. જેને પાર્ટી છોડવાની ઇચ્છા છે તેમણે જલદીથી પાર્ટી છોડી દેવી જોઈએ.હાલ પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તૃણુમૂલ કોંગ્રેસ્સ વચ્ચે સતત ઘર્ષણ જોવા મળી રહ્યું છે. ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે પણ ભારે ઝડપ થઈ હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top