બોરસદ, તા.18
આણંદ જિલ્લામાં એક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં એક દાયકા અગાઉથી અનોખી પહેલ કરવામાં આવી હતી. શાળામા દરરોજ ભગવાન રામની આસ્થા થકી શિક્ષણ સાથે ધર્મ ભક્તિના સંસ્કાર સિંચન થતા હોવાની પ્રતીતિ થાય છે. આ શાળામાં સવારના સમયે જય શ્રીરામનું નામ સતત સંભળાય છે.
500 વર્ષ બાદ અયોધ્યામાં ભગવાન શ્રીરામ બિરાજવાના છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ઉત્સાહ સર્વત્ર જોવા મળી રહ્યો છે. ત્યારે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વિરસદમાં ગામમાં આવેલી શ્રી આંબેડકર સંસ્કાર ધામ વિદ્યાલયમાં ભગવાન શ્રી રામ પ્રત્યેના ભકિતભાવનો અનોખો અભિગમ છેલ્લા એક દાયકાથી જોવા મળી રહ્યો છે. આ શાળામાં સવારના સમયે કોઈ અન્ય શબ્દના બદલે ભગવાન રામના નામનો નાદ ગુંજી રહ્યો છે.
જનસેવા વિકાસ સંસ્થાન સંચાલિત શાળાના સંચાલકોના જણાવ્યાનુસાર કે, 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રીરામનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. જેને લઇ અમારા વિરસદ વિસ્તારમાં આવેલ સંસ્થા , શાળાના બાળકો છેલ્લા એક દાયકાથી રામમય બન્યા છે. બાળકો ભણતરની સાથે ભક્તિ પણ કરી રહ્યા છે. શાળાના તમામ બાળકો તેમના અભ્યાસની શરૂઆત સરસ્વતી માતાજીની આરતી અને જય શ્રી રામના નાદથી કરે છે અને ત્યારબાદ વર્ગખંડમાં પ્રવેશ કરે છે.
વિરસદની શાળામાં એક દાયકાથી જય શ્રી રામ નાદ ગુંજી રહ્યો છે
By
Posted on