SURAT

શાસ્ત્રીનગરના જાગનાથ મહાદેવ મંદિરમાંથી તસ્કરો 100 કિલો વજનની દાનપેટી ચોરી ગયા

સુરત : સલાબતપુરામાં આવેલા જાગનાથ (jagnath) મહાદેવના (Mahadev) મંદિરમાંથી તસ્કરો અંદાજીત 100 કિલો વજનની દાનપેટી (Donation Box) ચોરી ગયા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે આ દાનપેટીમાં રૂપિયા 7 થી 8 હજાર હતા. બનાવ અંગે પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.પ્રાપ્ત વિગતો મુજબ ખટોદરા (Khatodara) શાસ્ત્રીનગરની(Shastri Nagar) બાજુમાં જાગનાથ સોસાયટીમાં શ્રી જાગનાથ મહાદેવ મંદિરમાં રવિવારે મોડી રાત્રે ચોરી થઇ હતી. વહેલી સવારે સોસાયટીમાં રહેતા અને જરીનો વેપાર કરતા વેપારી વિનોદ ઉત્તમરામ રેશમવાલા આવ્યા ત્યારે તેઓએ મંદિરનો દરવાજો ખુલ્લો જોયો હતો અને મંદિરમાં લોખંડના ઘસરકાના નિશાન પણ હતા.

ગર્ભગૃહની બહાર મુકેલી અંદાજીત 100 કિલો વજનની દાનપેટીને દરવાજા સુધી ઘસડીને લાવ્યા
આ બાબતે તેમણે આજુબાજુના લોકોને બોલાવીને જાણ કરી હતી. તપાસ કરતા મંદિરનો લોખંડનો દરવાજો તૂટેલી હાલતમાં હતો. તસ્કરો મંદિરના ગર્ભગૃહની બહાર મુકેલી અંદાજીત 100 કિલો વજનની દાનપેટીને દરવાજા સુધી ઘસડીને લાવ્યા હોવાનું અનુમાન છે. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ દાનપેટીમાં અંદાજીત 7 થી 8 હજાર રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો પોલીસે આજુબાજુમાં આવેલા સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી છે.

લિંબાયતમાં બંધ મકાનમાંથી તસ્કરો રૂા.1.80 લાખની ચોરી કરી ગયા
સુરત : લિંબાયતમાં બંધ મકાનમાંથી તસ્કરો રૂા.1.80 લાખની કિંમતની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ લિંબાયત શાંતિનગર પોલીસ ચોકીની સામે જ આવેલી વિશ્રાંતી પાર્ક સોસાયટીમાં રહેતા સુનિલભાઇ ભગવાનગીરી ગૌસ્વામી કલેક્શનનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાન તેમના ઘરમાંથી રવિવારે રાત્રીના સાડા ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા દરમિયાન અજાણ્યાએ ધાડ પાડીને રૂા.15 હજાર રોકડા, સોના-ચાંદીના દાગીના તેમજ કલેક્શનના રૂા.25 હજાર મળી કુલ્લે રૂા.1.80 લાખની મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જે બાબતે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

કતારગામમાં કારીગર માલ ઉતારતો રહ્યો અને અજાણ્યો 40 હજાર રોકડા લઇ ભાગી છુટ્યો
સુરત : કતારગામ ધનમોરા ચાર રસ્તા પાસે ટેમ્પો ડ્રાઇવર માલ ઉતારી રહ્યો હતો ત્યારે અજાણ્યો ટેમ્પોની ડ્રાઇવર સીટની પાછળ મુકેલા રોકડા રૂા.40 હજાર રોકડા ચોરીને ફરાર થઇ ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ સિંગણપોરના રીવર પાર્ક સોસાયટીમાં રહેતા ૪૩ વર્ષીય દિનેશ મોહન રાઠોડ ટેમ્પો ડ્રાઇવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. દિનેશ કતારગામ ધનમોરા ચાર રસ્તા પાસે અમૃત ડેરીની સામે ટેમ્પોમાંથી માલ ઉતારવામાં મદદ કરી રહ્યો હતો ત્યારે કોઇ અજાણ્યો ટેમ્પો ડ્રાઇવરની સીટ પાસે આવ્યો હતો અને સીટની પાછળ મુકેલા રોકડા રૂા.40 હજાર ભરેલી બેગ ચોરીને ફરાર થઇ ગયો હતો. દિનેશ સામાન ઉતારીને ડ્રાઇવિંગ સીટ પાસે આવ્યો ત્યારે તેને બેગ જોઇ ન હતી. આ બાબતે દિનેશભાઇએ કતારગામ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top