જગદીશની જલેબી અનસેફ – Gujaratmitra Daily Newspaper

Vadodara

જગદીશની જલેબી અનસેફ

વડોદરા: વડોદરાના જાણીતા જગદીશ ફરસાણની માંજલપુર શાખા સહિતની શહેરની અન્ય 30 જેટલી ફરસાણ અને સ્વીટની દુકાનોનો જથ્થો આરોગવા લાયક ન હોવાનો રિપોર્ટ પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા રજુ કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ પાલિકા દ્વારા નમૂનાઓ પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા હતા જેના રિપોર્ટ સામે આવ્યા છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા રક્ષાબંધન, ગણેશ મહોત્સવ, નવરાત્રી, દશેરા તેમજ દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી તાજેતરમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ત્રાટકી હતી અને વિવિધ દુકાનોમાંથી ખાદ્ય પદાર્થના શંકાસ્પદ નમૂનાઓ લેવામાં આવ્યા હતા.

આ નમૂનાઓને પૃથક્કરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ હાલ આવ્યો છે. 30 જેટલા નમૂનાઓ પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 2 અનસેફ, 24 નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ અને 4 નમૂનાઓ અનસેફ તેમજ સબ સ્ટાન્ડર્ડ સાબિત થયા છે. આ નમૂનાઓમાં ખાસ કરીને માંજલપુર વિસ્તારમાં આવેલ જાણીતી જગદીશ ફરસાણમાંથી જલેબીના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જે પણ અનસેફ સાબિત થયા છે. ત્યારે આટલી જાણીતી ફરસાણની દુકાનના નમૂના પણ લોકો માટે આરોગ્યપ્રદ નથી. આરોગ્ય વિભાગ દ્વારા નાપાસ જાહેર થયેલ નમૂનાઓ માટે જે તે ઓપરેટરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.’

તુરત રિપોર્ટ આવે તેવી વ્યવસ્થા જરૂરી
નમૂનાઓ લીધાના તુરત જ રિપોર્ટ આવે તેવી વ્યવસ્થા કરવામાં આવે તો લોકો સુધી અખાદ્ય ચીજ વસ્તુઓનો જથ્થો ન પહોંચે. જો કે આ અંગે આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે જયારે નમૂનાઓ લેવામાં આવે છે ત્યારે જ્યાં લાગે ત્યાં અખાદ્ય જથ્થાનો નાશ સ્થળ ઉપર જ કરી દેવામાં આવે છે જેથી તે અન્ય લોકો સુધી ન પહોંચે. અને ત્યાર બાદ નમૂનાઓ પૃથક્કરણ માટે મોકલવામાં આવે છે. તો જે ચીજવસ્તુઓ સીઝ કરી શકાય અને લાંબા સમય સુધી ચાલી શકાય તેવી હોય તે જથ્થો તે જ સમયે સીઝ કરવામાં આવે છે.

તમામ સામે કાર્યવાહી કરાશે
30 નમૂનાઓ પૈકી જે અનસેફ તેમજ અનસેફ અને સબ સ્ટાન્ડર્ડ આવ્યા છે તેઓ સામે મ્યુનિસિપલ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે. આવા કિસ્સાઓમાં રૂ. 10 લાખના દંડની જોગવાઈ તેમજ 6 મહિના સુધીની જેલની સજાની જોગવાઈ છે. જે .કોર્ટ નક્કી કરે છે. તો જે સબ સ્ટાન્ડર્ડ નમૂનાઓ આવ્યા છે તેઓ સામે એજ્યુડીકેટિંગ કોર્ટમાં કેસ દાખલ થશે જેના જજ તરીકે આર.એ.સી હોય છે. આવા કેસમાં 5 લાખ સુધીના દંડની જોગવાઈ છે. – મુકેશ વૈદ્ય, અધિક આરોગ્ય અમલદાર

યોગેશ પટેલની મ્યુ.કમિ.ને રજુઆત
માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે કે નજીકના દરેક ખરીદી અને તેમાંથી મીઠાઈ બનાવી અને સીધેસીધું લોકો સાથે છેતરપિંડી અને ચેડા કરી રહ્યા છે જેથી કરીને આવા વેપારીઓ સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવી જોઈએ.ત્યારે આ મામલે પો.કમિશનરે સંમતિ દર્શાવી છે. મ્યુનિસિપલ કમિશનરે બીજી વખત નમુના ફેલ થશે તો તેનું કાયમી ધોરણે લાયસન્સ રદ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

  • લેવાયેલા નમુનાઓનો રિપોર્ટ
    ખેતસીંહ મહાવીર તોમર, ન્યુ ચીલી ગાર્લીક ફેમીલી રેસ્ટોરન્ટ, મરચુ પાઉડર, અનસેફ અને સબ-સ્ટાન્ડર્ડ
  • પૃથ્વીરાજ સંગતમલ નથાણી, શાંતી ટ્રેડર્સ, મરચુ કુમથી, અનસેફ અને સબ-સ્ટાન્ડર્ડ
  • પૃથ્વીરાજ સંગતમલ નથાણી, શાંતી ટ્રેડર્સ, મરચુ પાઉડર, અનસેફ અને સબ-સ્ટાન્ડર્ડ
  • પહેલાજ નિહલાણી, ગુરૂકૃપા ટ્રેડર્સ, મરચુ પાઉડર, અનસેફ અને સબ-સ્ટાન્ડર્ડ
  • વિજય મોહન નચનાણી, જગદીશ ફરસાણ પ્રા.િલ. જલેબી, અનસેફ
  • વિજય કુમાર વ્ૈશ્ણવ, આરવ સ્વીટસ, મોતીચુર લાડુ, અનસેફ
  • સુભાષ ચંદ્રન, ચીકન બીરયાની, સબ-સ્ટાન્ડર્ડ
  • બંકીમ ચંદ્ર જે શર્મા, કોપરાપાક, સબ-સ્ટાન્ડર્ડ
  • મનોજકુમાર રામચંદ્ર યાદવ, શ્રી િક્રષ્ણા સ્વીટ એન્ડ ફરસાણ, કોપરાપાક વીથ સિલ્વર લીફ, સબ-સ્ટાન્ડર્ડ
  • ગીરીશ બચ્ચાણી, ભવ્યા એન્ટર પ્રાઇસ, મીક્ષ ફરાળી લોટ, સબ-સ્ટાન્ડર્ડ
  • કસનારામ સાતારામ રબારી, અંબીકા સ્વીટ એન્ડ ફરસાણ માર્ટ, કોપરાપાક વીથ સિલ્વર લીફ, સબ-સ્ટાન્ડર્ડ
  • અશોક વસંતરાવ સોની, પ્રકાશ ફરસાણ હાઉસ, મીઠો માવો, સબ-સ્ટાન્ડર્ડ
  • જયપ્રતાપસિંગ ચૌહાણ, બીકાનેર સ્વીટ એન્ડ ફરસાણ, કાજુ કેસરી કતરી, સબ-સ્ટાન્ડર્ડ
  • જતીનકુમાર રમેશભાઇ અગ્રવાલ, શ્રી ગાયત્રી ખમણ, મીઠો માવો, સબ-સ્ટાન્ડર્ડ
  • મુઘરાજ ધ્રુમસિંહ બાંજારા, ભૈરવનાથ સ્વીટ એન્ડ ફરસાણ, મોતીચુર લાડુ, સબ-સ્ટાન્ડર્ડ
  • જયેશ ગીદવાન, જય ટ્રેડર્સ, મીક્ષ ફરાળી લોટ, સબ-સ્ટાન્ડર્ડ
  • પુરણમલ સગરમલ મહેશ્ર્વરી, પૃથ્વી ટ્રેડીંગ કંપની, મીક્ષ ફરાળી લોટ, સબ-સ્ટાન્ડર્ડ
  • જશરૂપ સગરમલ મહેશ્ર્વરી, આદ્ય શક્તિ ટ્રેડર્સ, મીક્ષ ફરાળી લોટ, સબ-સ્ટાન્ડર્ડ
  • િકશનકુમાર સીંગ, ચંપારણ-ઘી હાડીં હાઉસ, ચીકન હાંડી, સબ-સ્ટાન્ડર્ડ
  • િવનોદ શ્યામ પાટીદાર, શ્રી દેવકૃપા દુઘ ડેરી એન્ડ પ્રોવિઝન સ્ટોર, પનીર, સબ-સ્ટાન્ડર્ડ
  • દીપક ભગીરથ વ્યાસ, ન્યુ ગણેશ દુધ ડેરી, સબ-સ્ટાન્ડર્ડ
  • કેવીનકુમાર મનસુખભાઇ દેરાનીયા, શ્રી ઉમીયા ડેરી, ગાયનું દુધ, સબ-સ્ટાન્ડર્ડ
  • દિપક નરેન્દ્રભાઇ મોદી, મોદી ડેરી, ઘી, સબ-સ્ટાન્ડર્ડ
  • શર્મા અનીલકુમાર શ્યામલાલ, જયભોલે દુગ્ધાલય, મીઠો માવો, સબ-સ્ટાન્ડર્ડ
  • શર્મા અનીલકુમાર શ્યામલાલ, જયભોલે દુગ્ધાલય, ગાયના દુધનો માવો, સબ-સ્ટાન્ડર્ડ
  • શર્મા અનીલકુમાર શ્યામલાલ, જયભોલે દુગ્ધાલય, પનીર, સબ-સ્ટાન્ડર્ડ
  • જીતુ આત્મારામ આહુજા, ગોપાલ માવાવાલા, માવો, સબ-સ્ટાન્ડર્ડ
  • સુનીલ ખીમનાણી, બાલાજી ટ્રેડીંગ કંપની, કપાસીયા તેલ (સત્યમ), સબ-સ્ટાન્ડર્ડ
  • સુનીલ ખીમનાણી, બાલાજી ટ્રેડીંગ કંપની, કપાસીયા તેલ (કૈલાશપતી), સબ-સ્ટાન્ડર્ડ
  • હરકીશન પંજવાણી, ન્યુચંદન ટ્રેડર્સ, કપાસીયા તેલ (આરતી), સબ-સ્ટાન્ડર્ડ

Most Popular

To Top