જગન્નાથ પુરીમાં અષાઢ મહિનાના શુક્લ પક્ષના બીજા દિવસે જગન્નાથ રથયાત્રા 27જૂન 2025 ના રોજ શરૂ થશે. આ પ્રસંગે, જગન્નાથ મંદિરમાં ‘મહાપ્રસાદ’ બનાવવાની અનોખી પરંપરા છે . તમને જાણીને આશ્ચર્ય થશે કે ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથનું રસોડું વિશ્વનું સૌથી મોટું રસોડું છે. અહીં રથયાત્રા દરમિયાન લગભગ 500 રસોઈયા અને 300 સહાયકો દ્વારા મહાપ્રસાદ તૈયાર કરવામાં આવે છે.મહાપ્રસાદમાં મુખ્ય પ્રસાદ ભાત છે.
મહાપ્રસાદનો રાજા-ભાત: આ મહાપ્રસાદમાં રસોઈયાઓ 56 પ્રકારની વાનગીઓ બનાવે છે. પરંતુ અહીં મુખ્ય પ્રસાદ ભાતનો છે. એક કહેવત છે કે ‘જગન્નાથના ભાત પીરસવા માટે દુનિયા હાથ લંબાવે છે’. સૌથી રસપ્રદ વાત એ છે કે ભગવાન જગન્નાથનો મહાપ્રસાદ કોઈપણ ધાતુના વાસણમાં નહીં, પરંતુ માટીના વાસણમાં બનાવવામાં આવે છે.
માટીના વાસણમાં બને છે-મહાપ્રસાદ: પુરીમાં મહાપ્રસાદ તૈયાર કરવા માટે સાત મોટા માટીના ઘડાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઘડા એક બીજા ઉપર મૂકવામાં આવે છે. આમાં આશ્ચર્યજનક વાત એ છે કે સૌથી ઉપરના ઘડામાં પ્રસાદ પહેલા રાંધવામાં આવે છે. ત્યારબાદ, નીચેના ઘડામાં પ્રસાદ એક પછી એક રાંધવામાં આવે છે.
સૌથી ઉપરનું વાસણ નાનું અને સાંકડું હોય છે. નીચેનું વાસણ તેના કરતા મોટું હોય છે અને સૌથી નીચેનું વાસણ સૌથી મોટું હોય છે. દાળ કે ખીર જેવી વસ્તુઓ સૌથી ઉપરના વાસણમાં બનાવવામાં આવે છે.
ભગવાનના ઘરેથી કોઈ ભૂખ્યું જતું નથી: એવું કહેવાય છે કે અહિયાં પ્રસાદ દેવી લક્ષ્મીના દેખરેખ હેઠળ રાંધવામાં આવે છે. પ્રસાદ તૈયાર થયા પછી, સૌપ્રથમ વિમલદેવીના નામથી બનેલા દેવી પાર્વતીના મંદિરમાં ચઢાવવામાં આવે છે. ત્યારબાદ, તે પ્રસાદ ભગવાન જગન્નાથને ચઢાવવામાં આવે છે.
પુરીમાં સામાન્ય દિવસે લગભગ 20 હજાર લોકો માટે પ્રસાદ તૈયાર થાય છે.તેમજ ખાસ દિવસે લગભગ 50 હજાર લોકો માટે પ્રસાદ બનાવવામાં આવે છે. જો લાખો ભક્તો અહીં પહોંચે તો પણ પ્રસાદ ક્યારે પણ ઓછો પડતો નથી. પુરીમાં આવનાર દરેક ભક્તને પ્રસાદ મળે છે.