એક માણસ મોટી ગાડીમાંથી તેના દોસ્ત સાથે ઊતર્યો અને સામેની રેસ્ટોરાંમાં ગયો. ત્યાં તેણે કોફી મંગાવી અને કોફી પીધા બાદ તેણે પોતાના મિત્રને કહ્યું, ‘હું અહીં ઘણી વાર આવું છું. આ પેલો વેઈટર છોકરો છે ને તે સાવ મૂર્ખ છે. તેની પાસે હું ૫૦ અને ૫૦૦ ની નોટ મૂકું તો તે ૫૦ ની નોટ લે છે અને ૧૦ અને ૧૦૦ ની મૂકું તો તે ૧૦ની નોટ જ લે છે.તેને સમજ જ નથી પડતી કે તેનો વધારે ફાયદો શેમાં છે.’ આમ કહીને તેણે ‘એ છોટુ’ એમ બૂમ મારીને વેઈટરને બોલાવ્યો, છોકરો જાણે રાહ જોતો હોય તેમ દોડીને આવ્યો અને પેલા માણસે મૂકેલી ૫૦ અને ૫૦૦ની નોટમાંથી ૫૦ ની નોટ લઈને આભાર માનતો જતો રહ્યો.પેલો માણસ અને તેનો મિત્ર છોકરાની મૂર્ખતા પર હસતાં હસતાં બહાર નીકળી ગયા.
થોડે દૂરના ટેબલ પર એક માણસ બેસીને એકલો ચા પીતો હતો. તેણે આ જોયું અને પેલા છોકરાને પાસે બોલાવીને પૂછ્યું, ‘છોટુ, તું જરાય ભણ્યો નથી? કે ભણ્યો છે?’ છોટુ બોલ્યો, ‘સાહેબ, દસમી સુધી ભણ્યો છું અને આગળ ભણવા આપવા માટે પૈસા ભેગા કરવા જ અહીં કામ કરું છું.’ પેલા માણસે કહ્યું, ‘તો તને ખબર નથી પડતી કે ૫૦ અને ૫૦૦ની નોટમાં ૫૦૦ની નોટ લેવાય તો વધુ ફાયદો થાય.’ છોટુએ સરસ જવાબ આપ્યો, ‘સાહેબ, ૫૦ અને ૫૦૦ માં ૫૦૦ વધારે કહેવાય તે મને ખબર છે પણ હું લઉં છું એ જ કે જેમાં મને વધારે ફાયદો છે!’
પેલા માણસે પૂછ્યું, ‘એ કઈ રીતે?’ છોટુએ કહ્યું, ‘સાહેબ, પેલા સાહેબ ઘણા વખતથી અહીં આવે છે.એકલા હોય તો ૧૦ અને ૧૦૦ ની નોટ મૂકે છે અને હું ૧૦ની નોટ લઉં છું અને કોઈ મિત્ર સાથે હોય તો મારી મૂર્ખતાની વાત કરી રાજી થાય છે, પછી ૫૦ અને ૫૦૦ની નોટ મારી સામે મૂકે છે અને હું ૫૦ની નોટ લઇ લઉં છું અને મારી મૂર્ખતા પર હસતાં હસતાં તેઓ જતા રહે છે.જો હું સમજદાર બનીને ૫૦૦ ની નોટ લઈશ તે દિવસથી તેઓ મારી મૂર્ખતા પર હસવા આ ટીપ આપતા બંધ થઈ જશે,પણ જો સમજદાર નહીં બનું, હું મૂર્ખ જ બની રહીશ તો મને ટીપ મળતી જ રહેશે.’ આટલું કહી છોટુ હસીને કામમાં લાગી ગયો. મૂર્ખ ગણવામાં જ સમજદારી છે તે જાણતાં આ સમજદાર છોકરાને જોઇને પેલા માણસે વિચાર્યું કે જિંદગીમાં પણ આ પાઠ યાદ રાખવા જેવો છે. હંમેશા સમજદાર બનવું જરૂરી નથી. ઘણી વાર મૂર્ખ બની રહેવામાં જ સમજદારી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.