‘ભાજપ સત્તામાં છે, શાસનમાં નથી’ આ સચોટ વાક્ય ગુ.મિત્રના કોલમનિસ્ટ કાર્તિકેય ભટ્ટનુ છે. થોડાક વખત પહેલા અમદાવાદમાં તથ્ય પટેલ નામના યુવાને હિટ એન્ડ રનમાં કેટલાક લોકોને ઉડાવેલા, એવો જ કિસ્સો હમણાં વડોદરામાં બન્યો. જેમાં રક્ષિત ચોરસીયા નામના યુવાને આઠ જણાને ઉડાવ્યા અને જેમાં એક મહિલાનું તત્કાલ મૃત્યુ થયું. બંને ઘટનાઓમાં એક વાત નોંધનીય હતી કે બંને યુવાનો નશામાં ગાડી હાંકતા હતા. હવે સવાલ એ છે કે ગુજરાતમાં દારૂ સહિત બધા જ નશાકારક પદાર્થો પર પ્રતિબંધ છે તો આ યુવાનો નશો કેવી રીતે કરી શક્યાં?
હકીકત તો એ છે કે ગુજરાતમાં દારૂબંધી ફક્ત કાગળ પર જ છે અને એ દારૂબંધી પાછળ કયા સ્થાપિત હિતોનો હાથ છે એનાથી સમગ્ર ગુજરાત અજાણ્યું નથી! એટલું જ નહીં હવે તો ગુજરાતમાં ઠેર ઠેર ડ્રગ્સ પણ મળવા લાગ્યું છે. વિશ્વગુરુ જો બે દેશો વચ્ચેના યુદ્ધને અટકાવી શકતા હોય તો ડ્રગ્સને કેમ અટકાવી શકતા નથી? દેશ મજબૂત હાથોમાં છે એવી ફાંકા ફોજદારી વચ્ચે દેશમાં ગેરકાયદે ઘુસણખોરી વધી છે. ભ્રષ્ટાચાર એની ચરમસીમાએ છે. લો એન્ડ ઓર્ડરની સ્થિતિ ખાડે ગઈ છે.
સુરત – પ્રેમ સુમેસરા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સાબરકાંઠામાં ભ્રષ્ટાચારનો મોટો વિસ્ફોટ
સાબરકાંઠામાં માનવનો કાટમાળ અને શરીરના ચીંથરા ઉડ્યા આ ઘટના સરકાર માટે ખાસ નથી. આવી ઘટના બને એટલે વડાપ્રધાન અને મંત્રીઓ તેમજ જે તે વિભાગના નેતાઓ અને અધિકારીઓ સંવેદના વ્યક્ત કરતાં જોવા મળે છે. તંત્ર સમય પસાર કરીને આવી ઘટના ભૂલાવી મૂકે છે. જનતા વિચારે કે ગુજરાત બાળવામાં હાથ કોનો? નાગરિકો પણ જવાબદાર છે. એક પક્ષના નેતાઓ એવું સમજે છે.
એક સિંહ કાયમ હજારો પર ભારી છે. તે વાત સાચી આવી ઘટના બને છતાં કોઈ બોલી ન શકે તો ભારી. આવા મુદ્દાઓ ચૂંટણી સમયે વિરોધપક્ષ પણ ચર્ચા કરવામાં ભૂલી જાય છે. નાગરિકો ભૂલે પણ નેતાઓ કેમ ભૂલે? રાજ્યના નિવાસી સભ્ય તરીકે ચૂંટણી સમયે નિંદનીય ઘટનાની ચર્ચા થવી જોઈએ. પણ થાય છે એવું ઘટના આપણા વિસ્તારની નથી કહીને બીજા વિસ્તારના નેતાઓ પક્ષ પાર્ટીને બચાવે તેવા રાક્ષસી મોઢાના નેતાઓને ઓળખો.
તાપી – હરીશ ચૌધરી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
