કોરોનાએ ફરીથી આપણને ચિંતાગ્રસ્ત કર્યા છે. રોજિંદુ જીવન તેનાથી પ્રભાવિત થયું છે અને શિક્ષણ પાછું ઓનલાઇનના પનારે પડયું છે. જો ધારણા પ્રમાણે ન થયું અને માર્ચ એપ્રિલ પછી પણ કોરોના વ્યાપક રહ્યો તો પરીક્ષાને પણ અસર પહોંચાડશે. વર્ષ 2020 થી કોરોના શિક્ષણ અને પરીક્ષણને પ્રભાવિત કરી રહ્યો છે. વર્ષ 2020 માં તો આપણને ખ્યાલ જ ન હતો કે શું થશે? અને શિક્ષણમાં કોરોનાનો સામનો કેવી રીતે થાય? પણ હવે આ બહાનું ચાલે તેમ નથી. હવે તો બે વરસ થયાં. આપણે આજની તારીખે ઔપચારિક શિક્ષણની પરંપરાગત વ્યવસ્થાના વિકલ્પો શોધી શકયા નથી. હા, બે વર્ષથી ‘ઓનલાઇન શિક્ષણ અને ઓનલાઇન પરીક્ષણ’ ના નામે ગાડું ગબડાવ્યું, પણ ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થાની એક નકકર ભૂમિકા આજે પણ ઊભી કરી શકયા નહિ.
હજુ હમણાં જ ગાંધીનગર ખાતે નવી શિક્ષણનીતિ અને શિક્ષણની નવી ક્ષિતિજો પર અવનવાં ભાષણ થયાં અને રૂપિયા ફળવાયાના આંકડા જાહેર થયા. વર્ષ 2020 થી નવી શિક્ષણનીતિના નામે તો ઘણા સેમીનાર, સરકારી મિટિંગો થઇ,પણ આ બે વર્ષમાં આ કોરોના જેવી મહામારી વકરે અને લાંબો સમય રહે તો શિક્ષણ – પરીક્ષણ સુચારુ રીતે કઇ રીતે કરવું તેની ગંભીરપણે કોઇએ ચર્ચા ન કરી, સેમીનાર ન કર્યા. જે ખૂબ જરૂરી હતા. વર્ગખંડ શિક્ષણનો કોઇ વિકલ્પ નથી પણ એ ન જ થઇ શકે તો શું? આ પ્રશ્નનો જવાબ ઓનલાઇન શિક્ષણના રૂપમાં આવ્યો, પણ આ ઓનલાઇન શિક્ષણ એટલે શું? તેની કોઇ સુનિશ્ચિત માર્ગદર્શિકા, નિયમન, જવાબદારી નકકી ન થઇ. આપણો બે વર્ષનો અનુભવ કહે છે કે ઓનલાઇન શિક્ષણ એટલે શિક્ષક – અધ્યાપક મોબાઇલ ચાલુ કરી એપ્લિકેશનથી ભણાવે અને વિદ્યાર્થી સામે છેડે મોબાઇલ એપ ચાલુ કરી ભણે એટલે પત્યું! કેટલાક શિક્ષક, અધ્યાપક પોતાની વ્યકિતગત સૂઝ – આવડત અને સર્જનાત્મકતા વાપરીને ઓનલાઇન લેકચર સારી રીતે લેવાય તેના પ્રયત્ન કર્યા, એનિમેશન ગ્રાફીકસ, ટાઇટલ, વીડિયો વગેરે એડ કરીને લેકચર લીધા, વીડિયો તૈયાર કરીને યુ ટયુબ પર મૂકયા. પણ શિક્ષણના તમામ નિર્ણય કરનારા સરકારી તંત્રે કે આર્થિક લાભ લેનારા શાળા – કોલેજના સંચાલકોએ આમાં કોઇ ભૂમિકા ન ભજવી.
આમ તો શિક્ષકનું કામ ભણાવવાનું, વિદ્યાર્થીનું કામ ભણવાનું અને આ બન્નેને શિક્ષણનું વાતાવરણ તથા વ્યવસ્થા પૂરી પાડવાનું કામ શાળા – કોલેજના સંચાલકોનું! જેમ પ્રત્યક્ષ શિક્ષણ માટેની વ્યવસ્થા એટલે શાળા – જયાં વર્ગખંડ, બેચીસ, ડસ્ટર, બ્લેક બોર્ડ બધું જ શાળા દ્વારા પૂરું પાડવામાં આવે છે. તો આ ઓનલાઇન શિક્ષણની આખી વ્યવસ્થા પણ શાળા દ્વારા પૂરી પડાવી જોઇએ! વિદ્યાર્થી બાજુએ મોબાઇલ ખરીદવો તેમાં નેટ-ડેટા રીચાર્જ કરાવવાની જવાબદારી વિદ્યાર્થી અને તેના માતા-પિતાની! તો શિક્ષક અધ્યાપક બાજુએ મોબાઇલ, ડેટા અને તેના સ્ટેન્ડ સહિતની વ્યવસ્થા શિક્ષક કે અધ્યાપકની? ઇવન યુનિવર્સિટી લેવલે પણ કોઇ જગ્યાએ ઓનલાઇન શિક્ષણ માટે ખાસ વ્યવસ્થા ઊભી થઇ હોય તેવું સંભળાયું નથી. આવું જ પરીક્ષણમાં પણ! ઓનલાઇન પરીક્ષા એટલે મોબાઇલ એપથી પરીક્ષા આ સિવાય કોઇ વિકલ્પ વ્યવસ્થા વિચારવામાં જ નથી આવી.
ખરેખર જો સરકાર શિક્ષણને ઓનલાઇન મોડમાં ચલાવવા માંગતી હોય તો દરેક શાળા – કોલેજ – યુનિવર્સિટીમાં ઓનલાઇન ટીચીંગના કલાસની સુવિધા ઊભી કરવાનું નિયત માળખું બનાવે. આ માટેની ટેકનોલોજીકલ વ્યવસ્થા જે તે સત્તાવાળા ઊભી કરે! કોરોનાની શરૂઆતમાં આપણે આ લેખમાળામાં ડીઝીટલ સ્કૂલ – કોલેજને મંજૂરી આપવાનો કોન્સેપ્ટ પણ સૂચવ્યો હતો. જયાં શાળા કોલેજ ચાલે જ ડિઝીટલ મોડમાં. જરા વિચારો કે શિક્ષણ – અધ્યાપકની વેલ કેબીન હોય, કોમ્પ્યુટર, કેમેરા, ડિજીટલ ડેસ્ક બોર્ડ અને ગ્રાફીકસ, ફાયરલીંગના સોફટવેર સાથેની વ્યવસ્થા હોય, તકનીકી નિર્ણાયકો હોય, શિક્ષકો – અધ્યાપકો પણ ટેકનોલોજીના ઉપયોગની પ્રાથમિક તાલીમ લીધેલા હોય અને ખરા અર્થમાં ઓનલાઇન ટીચીંગ ચાલે જે સમયપત્રકનાં બંધનોમાં ન હોય, ચાર દિવાલોની ગુંગળામણ ના હોય! આવું આપણે આ બે વર્ષમાં વિચારી પણ શકયા ખરાં? બહુ નહિ પણ આખા રાજયમાં પાંચ – દસ ઉદાહરણરૂપ શાળા, કોલેજ, યુનિવર્સિટી આ કરી શકી? કોઇ કોલેજો બે રૂમ એવા બનાવ્યા, જેમાં અધ્યાપક આવે અને ઓનલાઇન ભણાવે! વાત સાવ સિમ્પલ હતી. જેમ ચેનલોના સ્ટુડિયોમાં રાજકીય ચર્ચાઓ થાય છે તેમ ડીઝીટલ રૂમમાં અધ્યાપકે લેકચર લેવાનું હતું!
કેટલાક શિક્ષક, અધ્યાપકોએ ઘરે કેમેરા, સ્ટેન્ડ, વાદળી પડદા, સારા માઇક સિસ્ટમની મદદથી આવા લેકચર લીધાં. પણ સમગ્ર વ્યવસ્થાના ભાગ રૂપે શિક્ષણ વિભાગે કશું જ ન કર્યું! આજે પણ રોજના ૫૦૦૦ આવવા માંડયા છે ત્યારે માત્ર પ્રાથમિક શિક્ષણ ઓનલાઇન જાહેર કરવા સિવાય શિક્ષણ વિભાગે કશું જ વિચાર્યું નથી. વળી, બાળકો જ શાળાએ ન જાય. શિક્ષકો અને અધ્યાપકો તો રોજ જશે! ઓનલાઇન શિક્ષણ ખરું પણ વર્ક ફ્રોમ હોમ નહિ! જેઓ ઓનલાઇન શિક્ષણમાં શું શું નવું કરી શકાય! સારી વ્યવસ્થા કેવી રીતે સર્જી શકાય તે નથી વિચારી શકતા એ ઓનલાઇન પરીક્ષા પણ વર્ણનાત્મક, ઉત્તમ રીતે, વિવિધ આયામો સાથે લઇ શકાય તે કયાંથી વિચારે? ઓનલાઇન શિક્ષણ ફરી મોબાઇલ કમ્પનીઓના સહારે જતું રહેવાનું છે. અહીં ગરીબ બાળકોને મોબાઇલ – રિચાર્જનો ખર્ચ, કનેકટીવીટીના પ્રશ્નો… સહિત ઇન્ફ્રા સ્ટ્રકચરના અભાવ સહિતની ચર્ચા તો કયાં થવાની!વિચારશૂન્યતાનો શાપ આપણને લાગી ચૂકયો છે. કોરોના કરતાં પણ તે વધુ ગંભીર છે! – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
કોરોનાએ ફરીથી આપણને ચિંતાગ્રસ્ત કર્યા છે. રોજિંદુ જીવન તેનાથી પ્રભાવિત થયું છે અને શિક્ષણ પાછું ઓનલાઇનના પનારે પડયું છે. જો ધારણા પ્રમાણે ન થયું અને માર્ચ એપ્રિલ પછી પણ કોરોના વ્યાપક રહ્યો તો પરીક્ષાને પણ અસર પહોંચાડશે. વર્ષ 2020 થી કોરોના શિક્ષણ અને પરીક્ષણને પ્રભાવિત કરી રહ્યો છે. વર્ષ 2020 માં તો આપણને ખ્યાલ જ ન હતો કે શું થશે? અને શિક્ષણમાં કોરોનાનો સામનો કેવી રીતે થાય? પણ હવે આ બહાનું ચાલે તેમ નથી. હવે તો બે વરસ થયાં. આપણે આજની તારીખે ઔપચારિક શિક્ષણની પરંપરાગત વ્યવસ્થાના વિકલ્પો શોધી શકયા નથી. હા, બે વર્ષથી ‘ઓનલાઇન શિક્ષણ અને ઓનલાઇન પરીક્ષણ’ ના નામે ગાડું ગબડાવ્યું, પણ ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થાની એક નકકર ભૂમિકા આજે પણ ઊભી કરી શકયા નહિ.
હજુ હમણાં જ ગાંધીનગર ખાતે નવી શિક્ષણનીતિ અને શિક્ષણની નવી ક્ષિતિજો પર અવનવાં ભાષણ થયાં અને રૂપિયા ફળવાયાના આંકડા જાહેર થયા. વર્ષ 2020 થી નવી શિક્ષણનીતિના નામે તો ઘણા સેમીનાર, સરકારી મિટિંગો થઇ,પણ આ બે વર્ષમાં આ કોરોના જેવી મહામારી વકરે અને લાંબો સમય રહે તો શિક્ષણ – પરીક્ષણ સુચારુ રીતે કઇ રીતે કરવું તેની ગંભીરપણે કોઇએ ચર્ચા ન કરી, સેમીનાર ન કર્યા. જે ખૂબ જરૂરી હતા. વર્ગખંડ શિક્ષણનો કોઇ વિકલ્પ નથી પણ એ ન જ થઇ શકે તો શું? આ પ્રશ્નનો જવાબ ઓનલાઇન શિક્ષણના રૂપમાં આવ્યો, પણ આ ઓનલાઇન શિક્ષણ એટલે શું? તેની કોઇ સુનિશ્ચિત માર્ગદર્શિકા, નિયમન, જવાબદારી નકકી ન થઇ. આપણો બે વર્ષનો અનુભવ કહે છે કે ઓનલાઇન શિક્ષણ એટલે શિક્ષક – અધ્યાપક મોબાઇલ ચાલુ કરી એપ્લિકેશનથી ભણાવે અને વિદ્યાર્થી સામે છેડે મોબાઇલ એપ ચાલુ કરી ભણે એટલે પત્યું! કેટલાક શિક્ષક, અધ્યાપક પોતાની વ્યકિતગત સૂઝ – આવડત અને સર્જનાત્મકતા વાપરીને ઓનલાઇન લેકચર સારી રીતે લેવાય તેના પ્રયત્ન કર્યા, એનિમેશન ગ્રાફીકસ, ટાઇટલ, વીડિયો વગેરે એડ કરીને લેકચર લીધા, વીડિયો તૈયાર કરીને યુ ટયુબ પર મૂકયા. પણ શિક્ષણના તમામ નિર્ણય કરનારા સરકારી તંત્રે કે આર્થિક લાભ લેનારા શાળા – કોલેજના સંચાલકોએ આમાં કોઇ ભૂમિકા ન ભજવી.
આમ તો શિક્ષકનું કામ ભણાવવાનું, વિદ્યાર્થીનું કામ ભણવાનું અને આ બન્નેને શિક્ષણનું વાતાવરણ તથા વ્યવસ્થા પૂરી પાડવાનું કામ શાળા – કોલેજના સંચાલકોનું! જેમ પ્રત્યક્ષ શિક્ષણ માટેની વ્યવસ્થા એટલે શાળા – જયાં વર્ગખંડ, બેચીસ, ડસ્ટર, બ્લેક બોર્ડ બધું જ શાળા દ્વારા પૂરું પાડવામાં આવે છે. તો આ ઓનલાઇન શિક્ષણની આખી વ્યવસ્થા પણ શાળા દ્વારા પૂરી પડાવી જોઇએ! વિદ્યાર્થી બાજુએ મોબાઇલ ખરીદવો તેમાં નેટ-ડેટા રીચાર્જ કરાવવાની જવાબદારી વિદ્યાર્થી અને તેના માતા-પિતાની! તો શિક્ષક અધ્યાપક બાજુએ મોબાઇલ, ડેટા અને તેના સ્ટેન્ડ સહિતની વ્યવસ્થા શિક્ષક કે અધ્યાપકની? ઇવન યુનિવર્સિટી લેવલે પણ કોઇ જગ્યાએ ઓનલાઇન શિક્ષણ માટે ખાસ વ્યવસ્થા ઊભી થઇ હોય તેવું સંભળાયું નથી. આવું જ પરીક્ષણમાં પણ! ઓનલાઇન પરીક્ષા એટલે મોબાઇલ એપથી પરીક્ષા આ સિવાય કોઇ વિકલ્પ વ્યવસ્થા વિચારવામાં જ નથી આવી.
ખરેખર જો સરકાર શિક્ષણને ઓનલાઇન મોડમાં ચલાવવા માંગતી હોય તો દરેક શાળા – કોલેજ – યુનિવર્સિટીમાં ઓનલાઇન ટીચીંગના કલાસની સુવિધા ઊભી કરવાનું નિયત માળખું બનાવે. આ માટેની ટેકનોલોજીકલ વ્યવસ્થા જે તે સત્તાવાળા ઊભી કરે! કોરોનાની શરૂઆતમાં આપણે આ લેખમાળામાં ડીઝીટલ સ્કૂલ – કોલેજને મંજૂરી આપવાનો કોન્સેપ્ટ પણ સૂચવ્યો હતો. જયાં શાળા કોલેજ ચાલે જ ડિઝીટલ મોડમાં. જરા વિચારો કે શિક્ષણ – અધ્યાપકની વેલ કેબીન હોય, કોમ્પ્યુટર, કેમેરા, ડિજીટલ ડેસ્ક બોર્ડ અને ગ્રાફીકસ, ફાયરલીંગના સોફટવેર સાથેની વ્યવસ્થા હોય, તકનીકી નિર્ણાયકો હોય, શિક્ષકો – અધ્યાપકો પણ ટેકનોલોજીના ઉપયોગની પ્રાથમિક તાલીમ લીધેલા હોય અને ખરા અર્થમાં ઓનલાઇન ટીચીંગ ચાલે જે સમયપત્રકનાં બંધનોમાં ન હોય, ચાર દિવાલોની ગુંગળામણ ના હોય! આવું આપણે આ બે વર્ષમાં વિચારી પણ શકયા ખરાં? બહુ નહિ પણ આખા રાજયમાં પાંચ – દસ ઉદાહરણરૂપ શાળા, કોલેજ, યુનિવર્સિટી આ કરી શકી? કોઇ કોલેજો બે રૂમ એવા બનાવ્યા, જેમાં અધ્યાપક આવે અને ઓનલાઇન ભણાવે! વાત સાવ સિમ્પલ હતી. જેમ ચેનલોના સ્ટુડિયોમાં રાજકીય ચર્ચાઓ થાય છે તેમ ડીઝીટલ રૂમમાં અધ્યાપકે લેકચર લેવાનું હતું!
કેટલાક શિક્ષક, અધ્યાપકોએ ઘરે કેમેરા, સ્ટેન્ડ, વાદળી પડદા, સારા માઇક સિસ્ટમની મદદથી આવા લેકચર લીધાં. પણ સમગ્ર વ્યવસ્થાના ભાગ રૂપે શિક્ષણ વિભાગે કશું જ ન કર્યું! આજે પણ રોજના ૫૦૦૦ આવવા માંડયા છે ત્યારે માત્ર પ્રાથમિક શિક્ષણ ઓનલાઇન જાહેર કરવા સિવાય શિક્ષણ વિભાગે કશું જ વિચાર્યું નથી. વળી, બાળકો જ શાળાએ ન જાય. શિક્ષકો અને અધ્યાપકો તો રોજ જશે! ઓનલાઇન શિક્ષણ ખરું પણ વર્ક ફ્રોમ હોમ નહિ! જેઓ ઓનલાઇન શિક્ષણમાં શું શું નવું કરી શકાય! સારી વ્યવસ્થા કેવી રીતે સર્જી શકાય તે નથી વિચારી શકતા એ ઓનલાઇન પરીક્ષા પણ વર્ણનાત્મક, ઉત્તમ રીતે, વિવિધ આયામો સાથે લઇ શકાય તે કયાંથી વિચારે? ઓનલાઇન શિક્ષણ ફરી મોબાઇલ કમ્પનીઓના સહારે જતું રહેવાનું છે. અહીં ગરીબ બાળકોને મોબાઇલ – રિચાર્જનો ખર્ચ, કનેકટીવીટીના પ્રશ્નો… સહિત ઇન્ફ્રા સ્ટ્રકચરના અભાવ સહિતની ચર્ચા તો કયાં થવાની!વિચારશૂન્યતાનો શાપ આપણને લાગી ચૂકયો છે. કોરોના કરતાં પણ તે વધુ ગંભીર છે!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.