Entertainment

હજુ તો લગ્ન થયાને મહિનો જ થયો છે, અને આ અભિનેત્રીને આવી ગયો ED નો બુલાવો

હાલ બૉલીવુડ ( bollywood) દુનિયામાં કાઈને કઈ માથાકૂટ ચાલી રહી છે, સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બૉલીવુડ સિતારાઓ ઘણી કાયદાકીય ગૂચાવણોમાં અટવાઈ ગયા હતા. બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમને ( yami gautam) ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ)એ આજે (2 જુલાઈ) સમન્સ પાઠવ્યું છે. ઈડીએ સાત જુલાઈના રોજ સવારે 11 વાગે હાજર થવાનું કહ્યું છે. યામી પર આક્ષેપ છે કે તેણે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ નું ઉલ્લંઘન કર્યું છે.

બોલીવુડ અભિનેત્રી યામી ગૌતમ હાલમાં જ લગ્ન કરીને મુંબઈ પાછી ફરી છે. મુંબઈ પાછી ફરતા જ તેની મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ. યામી ગૌતમને ઈડીએ સમન પાઠવ્યું છે. આ ખબર બાદ બોલીવુડમાં હડકંપ મચી ગયો છે.અભિનેત્રી યામી ગૌતમને આજે ઈડીએ સમન મોકલ્યું છે. ઈડીએ યામીને FEMA (Fereign Exchange Management Act) હેઠળ કથિત અનિયમિતતાઓ અંગે પોતાનું નિવેદન નોંધાવવા માટે આગામી અઠવાડિયે તેમની સામે હાજર થવાનું જણાવ્યું છે.

બીજીવાર સમન્સ પાઠવવામાં આવ્યું
યામી ગૌતમે હાલમાં જ ફિલ્મમેકર આદિત્ય ધર સાથે લગ્ન કર્યાં છે. યામીએ FEMAના નિયમોનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ છે. EDના ઝોન 2ના અધિકારીઓ આ કેસની તપાસ કરી રહ્યાં છે. EDએ બીજીવાર યામીને સમન્સ પાઠવ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાં બિગ બેનર બોલિવૂડ ફિલ્મ્સ મની લોન્ડરિંગને કારણે EDની નજરમાં છે.

ગયા મહિને લગ્ન
યામી તથા આદિત્યે સો.મીડિયામાં લગ્નની તસવીર શૅર કરી હતી. બંનેએ પર્શિયન રાઈટર રૂમીની પંક્તિ લખી હતી, ‘તારા પ્રકાશની સાથે, હું પ્રેમ કરતાં શીખી.’ વધુમાં કહેવામાં આવ્યું હતું, ‘અમારા પરિવારના આશીર્વાદની સાથે, અમે આજે પરિવારની હાજરીમાં લગ્નના બંધનમાં બંધાયા. અમે આ ખાસ દિવસ નિકટના તથા પરિવારની સાથે સેલિબ્રેટ કર્યો. આજે અમે મિત્રતા તથા પ્રેમની એક નવી શરૂઆત કરી રહ્યાં છીએ. આ સમયે તમારા પ્રેમ તથા શુભકામનાની જરૂરી છે. પ્રેમ યામી તથા આદિત્ય.

Most Popular

To Top