સેન્સેક્સ સહિત બીએસઈના 22 અન્ય સૂચકાંકોમાંથી આઈટીસી હોટેલ્સ લિમિટેડ કંપનીના શેર્સને ડીલિસ્ટ કરાયા છે. 5 ફેબ્રુઆરીના રોજ ટ્રેડિંગ શરૂ થાય તે પહેલાં આ સ્ટોકને આ સૂચકાંકોમાંથી દૂર કરવામાં આવ્યા હતા. કંપનીના શેર્સને કેમ ડીલિસ્ટ કરાયા તે અંગે હવે ખુદ બીએસઈ દ્વારા ખુલાસો કરાયો છે.
બીએસઈએ જણાવ્યું હતું કે, કટ-ઓફ સમય સુધી આઈટીસી હોટેલ્સે નીચલા સર્કિટને સ્પર્શ કર્યો ન હોવાથી બુધવારે ટ્રેડિંગ શરૂ થાય તે પહેલાં શેરને બીએસઈ ઇન્ડેક્સમાંથી દૂર કરવામાં આવ્યો છે.
ITC થી અલગ થયા પછી અને લિસ્ટિંગ પછી ITC હોટેલ્સને અસ્થાયી રૂપે નિફ્ટી અને સેન્સેક્સમાં સામેલ કરવામાં આવી હતી જેથી રોકાણકારો તેમના પોર્ટફોલિયોને અસરકારક રીતે ફરીથી સંતુલિત કરી શકે. સેન્સેક્સમાંથી બાકાત થયા બાદ ઇન્ડેક્સ ફંડ્સે રૂ. 400 કરોડથી વધુ મૂલ્યના શેર વેચ્યા છે. જ્યારે જો તેને NSE નિફ્ટીમાંથી દૂર કરવામાં આવે તો રૂ. 700 કરોડનું વધારાનું વેચાણ થવાની ધારણા છે.
આજે બુધવારે સવારે 10:15 વાગ્યે ITC હોટેલ્સના શેર પ્રતિ શેર 166 ની આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા. હાલમાં આ સ્ટોક લગભગ 2% નો વધારો જોઈ રહ્યો છે.
ITC હોટેલ્સનો શેર કયા ભાવે લિસ્ટ થયો?
તમને જણાવી દઈએ કે ITC હોટેલ્સના શેર 29 જાન્યુઆરીએ NSE પર 180 પ્રતિ શેર અને BSE પર 188 પ્રતિ શેરના ભાવે લિસ્ટ થયા હતા. લિસ્ટિંગ માટે ભાવ ડિસ્કવરી પ્રતિ શેર 260 નક્કી કરવામાં આવી હતી પરંતુ તેની સરખામણીમાં લિસ્ટિંગ લગભગ 31% ડિસ્કાઉન્ટ પર થયું. ITC થી અલગ થયા પછી ITC હોટેલ્સને ફરીથી લિસ્ટ કરવામાં આવી છે.
ડિર્મજરની યોજના શું હતી?
ગયા વર્ષે ITC એ કહ્યું હતું કે તેણે શેરધારકો માટે મૂલ્ય અનલોક કરવા માટે તેના હોટેલ બિઝનેસને ડિમર્જ કરવાનો નિર્ણય લીધો છે. આ ડિમર્જર માટે 1:10 નો ગુણોત્તર નક્કી કરવામાં આવ્યો હતો. આનો અર્થ એ થયો કે 6 જાન્યુઆરી, 2025 સુધીમાં ITC હોટેલ્સનો 1 શેર ITCના 10 શેરના બદલામાં જારી કરવામાં આવ્યો હતો. ડિમર્જર સ્કીમ હેઠળ ITC હોટેલ્સ ITC શેરધારકોને સીધા ઇક્વિટી શેર જારી કરશે જેનાથી ITC શેરધારકો પાસે આશરે 60% હિસ્સો રહેશે. બાકીનો ૪૦% હિસ્સો ITC પાસે રહેશે.
