દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ (Industrialist) મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટની બીજી પ્રી-વેડિંગ સેરેમની બુધવાર 29 મેથી શરૂ થવા જઈ રહી છે. આ એક ખૂબ જ ભવ્ય ઇવેન્ટ હશે જેમાં મહેમાનોને ઇટાલી અને સધર્ન ફ્રાન્સ વચ્ચેના લક્ઝુરિયસ ક્રૂઝ પર લઈ જવામાં આવશે. અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ ફંક્શન ચાર દિવસ સુધી ચાલશે જેમાં ક્રૂઝ કુલ 4380 કિલોમીટરનું અંતર કાપશે.
ભારતના સૌથી ધનિક વ્યક્તિ અને દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની બીજી પ્રી-વેડિંગ સેરેમની થવા જઈ રહી છે. આ પ્રી-વેડિંગ જે ક્રૂઝ પર થશે તેનું નામ સેલિબ્રિટી એસેન્ટ છે. આ એક ખૂબ જ લક્ઝરી ક્રુઝ શિપ છે. આ ક્રૂઝ ફ્રેન્ચ શિપબિલ્ડિંગ કંપની ચેન્ટિયર્સ ડે આઈ’એટલાન્ટિક સેલિબ્રિટી દ્વારા બનાવવામાં આવી છે. આ સેલિબ્રિટી એક્સેન્ટ (Celebrity Ascent) લગભગ 90 કરોડ ડોલર અથવા 7000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ ક્રૂઝ 5 સ્ટાર સુવિધા સાથેનો ફ્લોટિંગ રિસોર્ટ છે. તે કોઈ આલીશાન મહેલથી ઓછું નથી. અનંત-રાધિકાના આ બીજા પ્રી-વેડિંગ ફંક્શનમાં મહેમાનોને ઇટાલી અને સધર્ન ફ્રાન્સ વચ્ચેની અદ્ભુત યાત્રા પર લઈ જવામાં આવશે. આ સમગ્ર યાત્રા લગભગ 4380 કિલોમીટરની હશે.
7000 કરોડ રૂપિયાના આ વિશેષ જહાજ પર ફંક્શનનું આયોજન કરવામાં આવશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર જે ક્રુઝ શિપ પર આ બીજુ પ્રી-વેડિંગ ફંક્શન યોજાવા જઈ રહ્યું છે તે એક ખૂબ જ લક્ઝુરિયસ ક્રુઝ શિપ છે જેમાં ફાઈવ સ્ટાર રિસોર્ટ જેવી સુવિધાઓ છે. આ ક્રૂઝની કિંમત લગભગ 90 કરોડ ડોલર એટલે કે 7,475 કરોડ રૂપિયા છે. જહાજની લંબાઈ 327 મીટર અને પહોળાઈ 39 મીટર છે. આમાં એક સાથે 3,950 મુસાફરો મુસાફરી કરી શકશે. આ જહાજ પર મહેમાનો લેપ પૂલ, 2 હોટ ટબ પૂલ, સ્યુટ બેડરૂમ, ડ્રેસિંગ રૂમ, લિવિંગ એરિયા અને ડાઇનિંગ એરિયા જેવી ઘણી સુવિધાઓનો આનંદ લઈ શકે છે. આ 327 મીટર લાંબા અને 39 મીટર પહોળા ક્રૂઝ શિપ પર 17 ડેક છે. તેમાં સનસેટ બાર અને પૂલ ડેક પણ છે. વૉકિંગ જોગિંગ ટ્રેક સાથે રિસોર્ટ ડેક પણ છે. ક્રૂઝના પેન્ટહાઉસ સ્યુટમાં બેડરૂમ, ડ્રેસિંગ રૂમ, લિવિંગ એરિયા અને ડાઇનિંગ એરિયા પણ બનાવવામાં આવ્યા છે.
ઇવેન્ટનું સંપૂર્ણ શેડ્યૂલ
આ ભવ્ય પ્રી-વેડિંગ સેરેમની 29 મેના રોજ ઇટાલીના પાલેર્મો પોર્ટથી ક્રુઝના પ્રસ્થાન સાથે શરૂ થશે. ચાર દિવસીય આ ફંક્શનના પ્રથમ દિવસે મહેમાનો માટે સ્વાગત લંચ અને સ્ટેરી નાઈટ ઈવેન્ટનું આયોજન કરવામાં આવશે. બીજા દિવસે તમામ મહેમાનો રોમ શહેરની સુંદરતાનો આનંદ માણી શકશે. આ સાથે ક્રુઝ પર ભવ્ય ડિનર અને ટોગા પાર્ટીનું આયોજન કરવામાં આવશે. ત્રીજા દિવસે તમામ મહેમાનો ફ્રાન્સના કેન્સ શહેર પહોંચશે અને અહીં ફરીથી ક્રુઝ પર ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવશે. કાર્યક્રમના ચોથા અને છેલ્લા દિવસે મહેમાનો ઇટાલીના પોર્ટોફિનોમાં પ્રવાસનો આનંદ માણશે.
આ મહેમાન કાર્યક્રમમાં હાજરી આપશે
અનંત અને રાધિકાના બીજા પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપવા માટે દેશની ઘણી જાણીતી હસ્તીઓ ઇટાલી જવા રવાના થઈ રહી છે. ચાર દિવસ સુધી ચાલનારા આ ફંક્શનમાં કુલ 800 મહેમાનો હાજરી આપશે જેમાં 300 VVIP મહેમાનો પણ સામેલ છે. આમાં ઘણા બોલિવૂડ સેલેબ્સના નામ પણ સામેલ છે. રણવીર સિંહ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, શાહરૂખ ખાન, સલમાન ખાન વગેરે જેવા ઘણા દિગ્ગજ કલાકારોના નામ આ યાદીમાં સામેલ છે.
પોપ સ્ટાર શકીરા પરફોર્મ કરશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગ્લોબલ પોપ સ્ટાર શકીરા પણ આ પ્રી-વેડિંગ ફંક્શનમાં પરફોર્મ કરી શકે છે. આ પરફોર્મન્સ માટે તે 10 થી 15 કરોડ રૂપિયા ચાર્જ કરી રહી છે. અગાઉ પોપ સ્ટાર રિહાન્નાએ જામનગરમાં યોજાયેલા પ્રથમ પ્રી-વેડિંગ ફંક્શનમાં પરફોર્મન્સ આપ્યું હતું.