Gujarat

ચૂંટણીની દોડધામ વચ્ચે મેટ્રોપોલિસ લેબોરેટરી પર ઈન્કમટેક્સના દરોડા

રાજકોટ: ગુજરાતના રાજકોટમાં (Rajkot) સ્થિત મેટ્રોપોલિસ લેબોરેટરી (Metropolis laboratory) પર ઈન્કમ ટેક્સ (Income Tax) દ્વારા દરોડા (Raid) પાડવામાં આવ્યા છે. રાજકોટમાં સંજીવની મેટ્રોપોલિસ લેબોરેટરી સહિત રાજ્યના અન્ય શહેરોમાં પણ ઈન્કમ ટેક્સ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અચાનક જ મેડિકલ ક્ષેત્રની જાણીતી લેબોરેટરી પર ઈન્કમ ટેક્સ દ્વારા દરોડા કાર્યવાહી કરવામાં આવતા આરોગ્ય ક્ષેત્રે ફફડાટ વ્યાપી ગયો છે. ગુજરાતના શહેરો સહિત દેશ અન્ય રાજ્યોમાં પણ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

રાજકોટ,અમદાવાદ, સુરત, વડોદરા સહિત દેશભરની બ્રાન્ચો પર ઈન્કમ ટેક્સ સર્ચ ઓપરેશન કરી રહી છે. ઉલ્લેખનીય છે કે મુંબઈ ખાતે આવેલા મેટ્રો પોલીસ પેથોલોજી લેબોરેટરીમાં ઈન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતા. જેના અનુસંધાને રાજકોટમાં આવેલા મેટ્રોપોલિસ લેબ ઉપરાંત અન્ય બે સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે. મુંબઈની ટીમ સાથે રાજકોટ ઇન્વેસ્ટીગેશન ટીમ પણ સર્ચ ઓપરેશમાં જોડાઈ છે.

આ સાથે જ મુંબઈ, દિલ્હી જેવા મહાનગરોમાં પણ ITના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વિધાનસભાની ચૂંટણી પહેલા ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ITના અધિકારીઓ દ્વારા દેશના અલગ અલગ શહેરોમાં તપાસ કરવામાં આવી રહી છે. IT વિભાગના દરોડાથી ઓરોગ્ય ક્ષેત્રમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. મેટ્રોપોલિસ લેબ એ પેથોલોજીસ્ટ અને ડાયગ્નોસ્ટિક સેન્ટરોની ભારતની સૌથી મોટી લેબમાની એક લેબ છે. ઉલ્લેખનીય છે

ગુજરાતમાં ચૂંટણીની ઉત્તેજના વચ્ચે ATS અને GST દ્વારા 150 ઠેકાણે દરોડાથી ખળભળાટ
આ અગાઉ પણ ITએ રાજકોટ- ભૂજના કેટલાક જાણીતા ગ્રુપ દરોડા પાડ્યા હતા. આ ગ્રુપ ફાઈનાન્સ,પ્રોપર્ટી અને ચેવડા-મીઠાઈ સહિતના અનેક વ્યવસાયમાં સંકળાયેલું છે. ગુજરાતમાં ATS અને GST વિભાગે મોટા ઓપરેશનમાં રાજ્યભરમાં 150 સ્થળોએ દરોડાપાડતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. બંને વિભાગો દ્વારા સંયુક્તપણે અમદાવાદ, ભરૂચ, સુરત, ભાવનગર અને જામનગરમાં દરોડા પાડી તપાસ કરવામાં આવી હતી.  બોગસ બિલોના (Fake Bills) નામે કરોડો રૂપિયાના વ્યવહારોના સંદર્ભમાં એજન્સીઓએ આ દરોડા પાડ્યા હોવાનું સામે આવ્યું હતું.  થોડા દિવસો પહેલા સુરત પોલીસે પણ 500 કરોડના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. તે સમયે 21 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

Most Popular

To Top