Gujarat

અમદાવાદના બિલ્ડર ગ્રુપ પર ITના દરોડા

અમદાવાદ : અમદાવાદના બે અગ્રણી બિલ્ડર ગ્રુપ સામે આયકર દરોડાન કાર્યવાહી હાથ ધરાઈ છ. જેમાં અમદાવાદ તથા સુરતના આયકર અધિકારીઓએ આજે દરોડાની કાર્યવાહી હાથ ધરીને મોટી માત્રામાં વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરી લીધા છે. મળતી માહિતી મુજબ અમદાવાદના અલગ-અલગ 30થી વધુ જગ્યાઓ પર ઇન્કમટેક્સ અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આયકર અધિકારીઓએ સાંજ સુધીમાં મોટા પાયે વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરી લીધા છે. આયકરના ગુપ્તચર વિભાગ દ્વારા કામેશ્વર ગ્રુપના દીપેન પટેલ અને નિકુંજ પટેલની ઓફિસ તથા નિવાસસ્થાનો સહિત, દીપ ગ્રુપના દિનેશ પટેલ અને અન્ય ભાગીદારોના સ્થળોએ પણ દરોડા કરવામાં આવ્યા છે. અંદાજે 100 કરતાં વધુ આયકર અધિકારીઓ આ દરોડાની કાર્યવાહીમાં જોડાયા છે. જેમાં સુરતથી પણ આયકર અધિકારીઓ આ દરોડાની કાર્યવાહીમાં જોડાયા હોવાનું જાણવા મળ્યુ છે.

કામેશ્વર ગ્રુપના દીપેન પટેલ અને નિકુંજ પટેલ તથા દીપ ગ્રુપના દિનેશ પટેલની ઓફિસ તથા નિવાસસ્થાનો સહિતના ઠેકાણાઓ પર દરોડા છે. કામેશ્વર ગ્રુપના દીપેન પટેલ અને નિકુંજ પટેલની ઓફિસ તથા નિવાસસ્થાનો સહિત, દીપ ગ્રુપના દિનેશ પટેલ અને અન્ય ભાગીદારોના સ્થળોએ પણ દરોડા કરવામાં આવ્યા છે.અલગ-અલગ 30થી વધુ જગ્યાઓ પર ઇન્કમટેક્સ અધિકારીઓની તપાસ ચાલુ છે. આ ઓપરેશન શહેરના અલગ-અલગ 30થી વધુ જગ્યાઓ પર ઇન્કમટેક્સ અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આ દરોડામાં મોટા પાયે ટેક્સ ચોરી અને જમીનના સોદામાં રોકડ વ્યવહારોની વિગતો બહાર આવવાની પૂરેપૂરી શક્યતા છે.આયકર અધિકારીઓએ દરોડાની કાર્યવાહી દરમ્યાન મોબાઈલ ફોન તથા લેપટોપ પણ જપ્ત કરી લીધા છે. સીજી રોડ , એસજી હાઈવે તથા બોડકદેવ ખાતે પણ દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે. આયકર અધિકારીઓને કેટલીક વાંધાજનક કાચી ચીઠ્ઠીઓ તથા જમીનની ખરીદ- વેચાણના દસ્તાવેજો , નાણાંકિય ઓન મનીના નામે લેવાયેલી ોકડની એન્ટ્રીઓ પણ ચકાસવામાં આવી રહી છે.

Most Popular

To Top