SURAT

સુરતના મુસ્લિમ બિલ્ડરના બંગલાની અંદરનું દ્રશ્ય જોઈ આઈટીના અધિકારીઓની આંખો ચાર થઈ ગઈ…

સુરત: સુરત અને રાજસ્થાનમાં મોટું એક્સપોઝર ધરાવનાર બાંધકામ અને ટેક્સટાઈલ ઉધોગ સાથે સંકળાયેલા જનરલ ગ્રુપનાં 15 ઠેકાણા પર આવકવેરા વિભાગે આજે સાગમટે દરોડા પાડી બાંધકામ અને ટેક્સટાઈલ સેક્ટર સાથે સંકળાયેલા ઉદ્યોગકાર ઉમર જનરલ અને તેમના પુત્રોના પ્રોજેકટને વરુણીમાં લીધા છે.

  • બાંધકામ અને ટેક્સટાઈલ ઉધોગ સાથે સંકળાયેલા મેમણ ઉદ્યોગપતિના જનરલ ગ્રુપનાં 15 ઠેકાણા પર આવકવેરાનાં દરોડા
  • ઉમર જનરલનાં રાંદેર-ગોરાટરોડ પર આવેલા હવેલી જેવા બંગલા પર સવારમાં જ આઈટીની ટીમ ત્રાટકી સાથે ચોકબજાર, પીપોદરા અને માંડવીના ટેક્સટાઈલ એકમો સહિત 15 સ્થળો પર સર્ચ ઓપરેશન

સુરત આવકવેરા વિભાગનાં સૂત્રોના જણાવ્યાં મુજબ આજ સવારથી જ ઉમર જનરલનાં રાંદેર-ગોરાટરોડનાં પ્રોજેકટ, બંગલો, ચોકબજાર, પીપોદરા અને માંડવીના ટેક્સટાઈલ એકમો સહિત 15 સ્થળો પર શરૂ કરવામાં આવ્યું છે. નાણાંકીય વર્ષનાં છેલ્લા ક્વાર્ટરમાં એટલે કે, માર્ચ એન્ડિંગ નજીક આવતા ફરીવાર આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ ટેક્સ વસુલાતનો ટાર્ગેટ પૂરો કરવા સક્રિય થઈ છે. જેના ઉપક્રમમાં રાંદેર-ગોરાટરોડ પર તાપી નદીના કાંઠે વિશાળ હવેલી જેવો ભવ્ય બંગલો ધરાવનાર મેમણ ઉદ્યોગપતિ ઉમર જનરલને ત્યાં આઇટીના અધિકારીઓની ટીમ પહોંચી હતી અને એને સમાંતર બીજી ટીમોએ ચોકબજાર માચીસવાલા માર્કેટની ગલીમાં આવેલી દુકાનો, ગોડાઉનો, પીપોદરા અને માંડવીમાં આવેલાં ટેક્સટાઈલ યુનિટમાં દરોડા પાડી મોટાપાયે દસ્તાવેજો જપ્ત કર્યા છે. આજે સવારે છ કલાકે જ આઇટીની ટીમ ગોરાટ રોડ સ્થિતના ઉમર જનરલના આલિશાન બંગ્લા પર પહોંચી ત્યારે અંદરથી મહેલ જેવો બંગલો જોઈ ચોંકી ઊઠી હતી. જનરલ ગ્રુપ ગોરાટરોડ પરનાં પ્રોજેકટમાં બાંધકામ, ફાયનાન્સ સાથે સંકળાયેલું છે. જ્યારે ટેક્સટાઈલમાં મેન્યુફેક્ચરિંગ, હોલસેલ, યુએઈ સહિતનાં અન્ય દેશમાં એક્સપોર્ટનો વેપાર ધરાવે છે.

આવકવેરાનાં સુત્રોએ જણાવ્યું હતું કે જનરલ ગ્રુપનુ ટેક્સટાઇલનું ટર્નઓવર અંદાજે 300 કરોડ જેટલું છે. સર્ચમાં ટેક્સટાઇલ મેન્યુફેકચરીંગ, એક્સપોર્ટ અને રીઅલ એસ્ટેટમાં રોકાણને લગતાં ડોક્યુમેન્ટ થેલા ભરી જપ્ત કરવામાં આવ્યાં છે. જનરલ ગ્રુપ ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલું છે અને ડોમેસ્ટિક માર્કેટ ઉપરાંત એક્સપોર્ટનું પણ મોટું કામકાજ ધરાવે છે. કેટલીક જાણીતી બ્રાન્ડ માટે તેઓ ફેબ્રિક્સ સપ્લાય કરે છે. આજે શરૂ થયેલા સર્ચમાં મોટાપાયે કાળું નાણું મળી આવવાની શક્યતા આવકવેરા વિભાગે વ્યક્ત કરી છે.

જનરલ ગ્રુપનાં સર્ચનો રેલો ગોરાટ રોડનાં અન્ય બિલ્ડરો સુધી પહોંચશે
શહેરના ન્યુ રાંદેર-ગોરાટ રોડ પર આવેલાં રીઅલ એસ્ટેટ પ્રોજેકટમાં ફ્લેટના બુકીંગ સોદા 2.50 કરોડથી 3.75 કરોડ સુધી પહોંચતા આવકવેરા વિભાગની આંખો પહોળી થઇ હતી. જંત્રી અને માર્કેટ વેલ્યુ કરતાં અનેક ગણા ભાવે ફ્લેટ વેચાવા સામે વેચાણ કિંમત ઓછી દર્શાવી મોટાપાયે આવકવેરાની અને જીએસટીની ચોરી કરવામાં આવી રહી હોવાની વિગત મળતાં આવકવેરા વિભાગે રોકાણકારોને ત્યાં સર્ચથી પ્રારંભ કર્યો છે.જ નરલ ગ્રુપે પ્રોજેકટ કરવા ઉપરાંત બીજા બિલ્ડરોનાં પ્રોજેકટમાં ધિરાણ કર્યું હોવાની પણ આવકવેરા વિભાગને શંકા છે એને લગતાં ડોક્યુમેન્ટને આધારે અન્ય બિલ્ડરોને વિભાગ સમન્સ પાઠવી ખુલાસો કરવા તેડાવશે.

ભૂતકાળમાં દરોડા વખતે હોબાળો થયો ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે સર્ચ થયું હતું
જનરલ ગ્રુપના ઉમર જનરલને ત્યાં પાંચ વર્ષ અગાઉ પણ સર્ચ કાર્યવાહી થઈ ત્યારે ભેગા થયેલા ટોળાં એ હોબાળો માચાવતાં પોલીસ બંદોબસ્ત સાથે આવકવેરા વિભાગે સર્ચ કાર્યવાહી કરી હતી પણ આ વખતે આ વખતે કોઈ અવરોધ ઊભો થયો નથી.મોટાભાગે આવકવેરા વિભાગ સર્ચની કાર્યવાહી લીક થવાના ભયે પોલીસ બંદોબસ્ત માંગતું નથી.

Most Popular

To Top