SURAT

30 લાખથી વધુની મિલકત ખરીદનાર સુરતનાં 4000 લોકોને આઈટીની નોટિસ

સુરત(Surat): કોરોનાનાં બે વર્ષ પછી અફોર્ડડેબલ હાઉસિંગના બજારમાં તેજી રહી હોવા છતાં આવકવેરા વિભાગ(Income Tax Department)ને કરપાત્ર આવક(taxable income) નહીં થતાં વિભાગે આવી પ્રોપર્ટી(property) ખરીદનારાઓ સામે સીધી સ્ક્રુટિનીની નોટિસો(Notice of scrutiny) ઇસ્યુ કરી છે.ગુજરાતમાં 22000 પ્રોપર્ટી ખરીદનારાઓ પૈકી 4000થી વધુ સુરતના કરદાતાઓને નોટિસ ફટકારવામાં આવી છે.

નોટીસમાં 6 વર્ષના હિસાબો માંગવામા આવ્યા
રાંદેર,સેન્ટ્રલ,ઉધના,લીંબાયત, કતારગામ અને વરાછા ઝોનમાં મધ્યમવર્ગના પરિવારો દ્વારા ફેમિલી વિસ્તરણ અને ઇન્વેસ્ટમેન્ટના હેતુ માટે 30 લાખથી 80 લાખ સુધીની કિંમતના નાના પ્લોટ અને ફ્લેટની ખરીદી કરી દસ્તાવેજ નોંધાવવામાં આવતાં સુરતમાં આવકવેરા વિભાગ ફરી સક્રિય થયું છે. 30 લાખથી વધુની મિલકતોની ખરીદી પછી રિટર્નમાં આ ખરીદી નહીં દર્શાવનારા સામે વિભાગે પુરાવાઓ સાથે સ્ક્રુટિનીની નોટિસ આપી કરપાત્ર રકમ અને પેનલ્ટી ભરવા જણાવ્યું છે. જે નોટિસો આપવામાં આવી છે તેમાં 6 વર્ષના હિસાબો માંગવામા આવ્યા છે. જેને કારણે કરદાતાઓ પોતાના સીએને ત્યાં દોડી ગયા છે. કરદાતાઓને એવો ભય છે કે 6 વર્ષના હિસાબમાં કોઈ નવી કવેરી નીકળશે તો મામલો વધુ ખેંચશે.

સીએમયંક દેસાઈ કહે છે કે મિલકતો વેચી દેવામાં આવી હોય,દસ્તાવેજ નોંધાયો હશે, ટેક્સ ન ભર્યો હોય તો કેપિટલ ગેઇનનો ઇશ્યુ પણ ઊભો થશે. જે કરદાતાના હિસાબો ક્લિયર છે, તેમને કોઈ વાંધો આવશે નહીં. સીએ. બિરજુ શાહે જણાવ્યું હતું કે સુરત શહેરમાં જંત્રીના દર અને પ્રોપર્ટીની બજાર કિંમત વચ્ચે મોટો તફાવત છે. એ કારણોસર પણ માર્કેટમાં બ્લેક મની સર્ક્યુલેટ થઈ રહી હોવાની વિભાગને શંકા હોય શકે. જંત્રીનો દર વધે એટલે સીધી અસર પ્રોપર્ટીની કિંમત પર જોવા મળતી હોય છે. શહેરમાં કેટલાક એવા વિસ્તાર છે જ્યાં જંત્રીનો દર માર્કેટના ભાવ કરતા ઓછો છે. રૂપિયા 30 લાખથી વધુની મિલકતની ખરીદી થઈ હોય અને રિટર્નમાં નહીં દર્શાવ્યું હોય તો ટેક્સ ભરવો પડશે.

હિસાબો ક્લિયર હશે તો કોઈ વાંધો નહી આવે: સી.એ મયંક દેસાઈ
સીએ મયંક દેસાઈ કહે છે કે મિલકતો વેચી દેવામાં આવી હોય,દસ્તાવેજ નોંધાયો હશે, ટેક્સ ન ભર્યો હોય તો કેપિટલ ગેઇનનો ઇશ્યુ પણ ઊભો થશે. જે કરદાતાના હિસાબો ક્લિયર છે, તેમને કોઈ વાંધો આવશે નહીં. સીએ. બિરજુ શાહે જણાવ્યું હતું કે સુરત શહેરમાં જંત્રીના દર અને પ્રોપર્ટીની બજાર કિંમત વચ્ચે મોટો તફાવત છે. એ કારણોસર પણ માર્કેટમાં બ્લેક મની સર્ક્યુલેટ થઈ રહી હોવાની વિભાગને શંકા હોય શકે. જંત્રીનો દર વધે એટલે સીધી અસર પ્રોપર્ટીની કિંમત પર જોવા મળતી હોય છે. શહેરમાં કેટલાક એવા વિસ્તાર છે જ્યાં જંત્રીનો દર માર્કેટના ભાવ કરતા ઓછો છે. રૂપિયા 30 લાખથી વધુની મિલકતની ખરીદી થઈ હોય અને રિટર્નમાં નહીં દર્શાવ્યું હોય તો ટેક્સ ભરવો પડશે.

ઇન્કમટેક્સ રિટર્ન ભરતી વખતે આ કાળજી રાખવી : ડેનીસ ચોકસી
સીએ. ડેનિશ ચોકસી કહે છે કે ઇન્કમટેક્સ રિટર્ન ભરતી વખતે પ્રોપર્ટીના રોકાણોની પણ વિશેષ કાળજી રાખવી જોઈએ. ખાસ કરીને 30 લાખથી વધુને મોટા રોકાણો હોય કે તેને ચોપડે દર્શાવવા જોઈએ. કેપિટલ ગેઇનનો ઇશ્યુ પણ આજ કારણોસર સામે આવતો હોય છે. આવકવેરા વિભાગે સબ રજિસ્ટ્રાર કચેરીઓના ડેટા કલેક્શનના આધારે આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આ પ્રકારના કેસમાં રેન્ડમલી નોટિસો ઇશ્યુ કરવામાં આવી છે. કરદાતાઓને રિટર્નમાં 30 લાખની પ્રોપર્ટીની ખરીદી રિટર્નમાં કેમ દર્શાવવામાં આવી નથી એનો ખુલાસો 7 દિવસમાં કરવા જણાવવામાં આવ્યું છે.થઈ છે. તળ સુરતમાં પ્રોપર્ટીની માર્કેટ કિંમત કરતા જંત્રીનો ત્રણ ગણો ભાવ ચાલી રહ્યો છે. કારણકે દસ્તાવેજ રૂપિયા 30 લાખથી ઓછી રકમના બની રહ્યા છે. જીએસટી વિભાગ પણ આવકવેરા વિભાગની કાર્યવાહી પછી નોટિસ ઇસ્યુ કરશે.કારણકે જીએસટી પણ ભરવામાં આવ્યો નથી.

Most Popular

To Top