ભારતીય શેરબજારમાં ( stock market) આજે જુન સીરિઝ પુર્વે આઇટી-મેટલ ( it mettal) શેરોની આગેવાની હેઠળ બોર્ડર માર્કેટ ( border market) માં નફાવસુલી ચાલુ રહેવા પામી હતી. છેલ્લા બે સેસન્સથી શેરબજારમાં દરેક ઉછાળે નફાવસુલી જોવા મળી રહી હતી. આમ, જુન સીરિઝમાં ઉપલા મથાળેથી શેરબજાર નીચે જઇ રહ્યો જોવા મળી રહ્યો છે, ત્યારે આવતીકાલે શેરબજારમાં ભારે વોલેટાલીટી જોવા મળી શકે છે.
ભારતીય અર્થવ્યવસ્થા સંદર્ભમાં મૂડીઝ દ્વારા 2021ના વર્ષ માટેનો વૃદ્ધિદરનો અંદાજ ઘટાડીને 9.6 ટકા કરી દીધો છે. જે ગત અનુમાન મુજબ 13.9 ટકા મુક્યો હતો. જોકે, મૂડીઝ દ્વારા એમ કહેવાયું છે કે, રસીકરણમાં ( vaccination) આવેલી ઝડપના કારણે જૂન બાદ સુધારો જોવા મળશે. કોવિડની ( covid) બીજી લહેર ( second wave) ખતરનાક હોવાથી એપ્રિલ તથા મે મહિનામાં ભારતની અર્થવ્યવસ્થાને પ્રભાવિત કર્યો છે. જે અનલોકની ( unlock) રાજ્યોમાંથી પ્રતિબંધ ઉઠવાના પગલે જુન મહિનાથી સુધારાની શરૂઆત થઇ શકે છે.ઓટો શેરોમાં આજે કરન્ટ જોવાયો હતો. અનલોક થીમ શરૂ થવાના કારણે ઓટો કંપનીઓ તેમના વાહનોની વધારો કરશે તેમજ કંપનીઓ ઉત્પાદન વધારશે, જેના પગલે ઓટો કંપનીઓના શેરોની માગ ઉછળી હતી.
ભારતીય શેરબજારમાં સેન્સેક્સ ( sensex) 282.63 પોઇન્ટ એટલે કે 0.54 ટકા ઘટીને 52306.08 પોઇન્ટના નરમ બંધ રહ્યા હતા. આજે ઇન્ટ્રાડેમાં સેન્સેકસ 52913.35 પોઇન્ટ સુધી ઉછળ્યો હતો, જ્યારે નીચામાં 52264.12 પોઇન્ટ સુધી ઘટયો હતો. નિફ્ટી ( nifty) 85.80 પોઇન્ટ એટલે કે 0.54 ટકા ઘટીને 15700ની સપાટી તોડીને 15686.95 પોઇન્ટની નરમ બંધ રહી હતી. આજે ઇન્ટ્રાડેમાં નિફ્ટી 15862.95 પોઇન્ટ સુધી ઉછળી હતી, જ્યારે નીચામાં 15673.95 પોઇન્ટ સુધી ઘટી હતી. બેન્ક નિફ્ટી 171 પોઇન્ટ એટલે કે 0.49 ટકા ઘટીને 34574 પોઇન્ટના નરમ બંધ રહ્યા હતા.
બોર્ડર માર્કેટમાં પણ ઉપલા મથાળેથી નફાવસુલી જોવા મળી હતી અને બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ 0.26 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 0.43 ટકા ઘટાડા સાથે બંધ રહ્યા હતા. જેના લીધે માર્કેટ બ્રેડથ પણ નેગેટિવ જોવા મળ્યા હતા. બીએસઇ ખાતે 1539 શેરો વધ્યા હતા, જ્યારે 1693 શેરો ઘટયા હતા અને 145 શેરો યથાવત રહ્યા હતા.બીએસઇના એ ગ્રુપના શેરોમાં ટોપ ગેઇનર્સમાં રેમ્કો સીસ્ટમ 15.89 ટકા વધીને રૂ. 635, ટીમકેન 10.83 ટકા વધીને રૂ. 1559, બીઇએલ 10.77 ટકા વધીને રૂ. 167.65, ગોદરેજ એગ્રોવેટ 9.90 ટકા વધીને રૂ. 633.45, નેસ્કો 9.25 ટકા વધીને રૂ. 618, ગોદરેજ ઇન્ડ. 8.09 ટકા વધીને રૂ. 578નો ભાવ બોલાતો હતો. બીએસઇના બી ગ્રુપના શેરોમાં ટોપ ગેઇનર્સમાં એસઆઇએલ ઇન્વે. 20 ટકા વધીને રૂ. 296.45, ખાદીમ 20 ટકા વધીને રૂ. 288.60, ક્ષેલ્પમોક 19.99 ટકા વધીને રૂ. 328, પ્રીમીયર પોલી 19.92 ટકા વધીને રૂ. 59.30, વીએલએસ ફાઇ. 17.04 ટકા વધીને રૂ. 154.20નો ભાવ બોલાતો હતો.
બીએસઇના એ ગ્રુપના શેરોમાં ટોપ લુસર્સમાં વોકહાર્ટ ફાર્મા 5.62 ટકા ઘટીને રૂ. 563.40, આઇઓબી 5.24 ટકા ઘટીને રૂ. 23.50, એચસીસી 4.99 ટકા ઘટીને રૂ. 13.71, સુઝલોન 4.96 ટકા ઘટીને રૂ. 7.86, સેન્ટ્રલ બેન્ક 4.56 ટકા ઘટીને 24.05 અને એસબીઆઇ કાર્ડ 4.37 ટકા ઘટીને રૂ. 933નો ભાવ બોલાતો હતો. બીએસઇના બી ગ્રુપના શેરોમાં ટોપ લુસર્સમાં ધનલક્ષ્મી બેન્ક 10.41 ટકા ઘટીને રૂ. 16.35, યુનિ. ફોટો 10 ટકા ઘટીને રૂ. 316.90, પીએનબી ગીલ્ટ 9.97 ટકા ઘટીને રૂ. 79.95, બોમ્બે રેયોન 9.94 ટકા ઘટીને રૂ. 11.51, જીજી એન્જી. 9.89 ટકા ઘટીને રૂ. 25.50, ઓરિએન્ટ અબ્રાસીવ્સ 8.44 ટકા ઘટીને રૂ. 33.10નો ભાવ બોલાતો હતો.
બીએસઇ ખાતે યુનાઇટેડ બ્રેવેરજીસ 864.35 ગણા એટલે કે 3.98 કરોડ શેરોના કામકાજ સાથે 2.18 ટકા ઘટીને રૂ. 1424.95, વોકહાર્ટ 10.43 ગણા એટલે કે 5.37 લાખ શેરોના કામકાજ સાથે 0.65 ટકા ઘટીને રૂ. 593.05, પેજ ઇન્ડ. 6.37 ગણા એટલે કે 17740 શેરોના કામકાજ સાથે 0.34 ટકા વધીને રૂ. 29560.90, બજાજ હોલ્ડીંગ્સ 6.37 ગણા એટલે કે 8978 શેરોના કામકાજ સાથે 2.29 ટકા વધીને રૂ. 3624.75 અને પીડીલાઇટ 5.64 ગણા એટલે કે 4.22 લાખ શેરોના કામકાજ સાથે 0.59 ટકા ઘટીને રૂ. 2133.90નો ભાવ બોલાતો હતો. એનએસઇ ખાતે ગોદરેજ એગ્રોવેટ 22.04 ગણા એટલે કે 66.68 લાખ શેરોના કામકાજ સાથે 11.31 ટકા વધીને રૂ. 640.85, નેસ્કો 14.63 ગણા એટલે કે 12.33 લાખ શેરોના કામકાજ સાથે 9.30 ટકા વધીને રૂ. 618.30, ગોદરેજ ઇન્ડ. 11.83 ગણા એટલે કે 15.26 લાખ શેરોના કામકાજ સાથે 6.64 ટકા વધીને રૂ. 572.50, બીઇએલ 11.71 ગણા એટલે કે 9.56 કરોડ શેરોના કામકાજ સાથે 8.26 ટકા વધીને રૂ. 163.90 અને વેન્કીઝ 9.92 ગણા એટલે કે 45.95 લાખ શેરોના કામકાજ સાથે 12.38 ટકા વધીને રૂ. 3843.60નો ભાવ બોલાતો હતો.
વૈશ્વિક સંકેતોમાં એશિયન બજારોમાં સુધારાની ચાલ જોવા મળી રહી હતી. જ્યારે યુરોપિયન બજારોમાં મિશ્ર વલણ જોવાયું હતું. ગઇકાલે અમેરિકાના નાસ્ડેક વિક્રમી સપાટીએ બંધ રહ્યા હતા. જ્યારે ડાઉ 45 પોઇન્ટ સુધરીને બંધ રહ્યા હતા. ફેડરલ રિઝર્વ 2023ના વ્યાજદર વધારવાના સંકેતની સામે એમ જણાવ્યું હતું કે, ઇકોનોમી રીકવર થશે તો જરૂર પડશે તો જ વ્યાજદર વધારશે, તેવા નિવેદન પાછળ અમેરિકન બજારોમાં સુધારો જોવાયો હતો.યુરોપિયન બજારોમાં એફટીએસઇ 0.16 ટકા સુધારા સાથે ચાલી રહ્યા છે. જ્યારે કેક 0.48 ટકા અને ડેક્સ 0.44 ટકા ઘટાડા સાથે ચાલી રહ્યા છે. એશિયન બજારોમાં નીક્કી 0.03 ટકા અને જાકાર્તા 0.88 ટકા ઘટાડા સાથે બંધ રહ્યા હતા. જ્યારે સ્ટ્રેઇટસ 0.30 ટકા, હેંગસેંગ 1.79 ટકા, તાઇવાન 1.53 ટકા અને કોસ્પી 0.38 ટકા સુધારા સાથે બંધ રહ્યા હતા