Charchapatra

બિનલોકશાહી ઢબે ‘આપ’ને રોકવું ખોટું છે

અત્યારના શાસકો બીજા કોઇ રાજકીય પક્ષને સાંખી શકતા નથી. કેન્દ્ર સરકારે કોંગ્રેસને નામશેષ કરવા અનેક ખેલો કર્યા. અત્યારે ગુજરાતમાં ‘આપ’નો પ્રભાવ સ્પષ્ટપણે વધી રહ્યો છે ત્યારે તેને અટકાવવા કાયદા-નિયમ બહાર જઇ, પોતાની તાકાતના બળે ‘આપ’ને ડામી દેવા બિનલોકશાહી ઢબે પ્રયાસ કરે છે. પણ ચૂંટણી આવશે ત્યારે સમજાશે કે જો કોઇ પક્ષ તરફ લોકોને લાગણી હોય તો લાખ પ્રયત્ને અટકાવી શકાશે નહીં. બંગાળમાં મોદી-અમિત શાહે મમતાને હરાવવા શું શું કર્યું. પણ તૃણમૂલ કોંગ્રેસ બહુમતિ સાથે જીતી. ગુજરાતમાં હવે ભાજપના વિકલ્પની જરૂર છે અને ‘આપ’માં જો ક્ષમતા હશે તો વિકલ્પ બનશે જ. કોસંબા – ગુણવંત પટેલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top