Charchapatra

સારા કામ કરો તો જ જીવવું સાર્થક

જિંદગીમાં સુખ આવે છે ત્યારે એમ સમજવું કે આપણા સારા કર્મોનું આપણને ફળ મળે છે અને જયારે દુ:ખ આવે છે ત્યારે સમજવું કે હવે સારા કર્મો કરવાનો સમય થઇ ગયો છે. કર્મોના ફળને આપણે ભોગવવું જ પડે છે તે પછી સારું હોય કે ખરાબ. માણસ આજે કોરોના રોગ ફેલાતા બીજાને ન અડવાનું શીખ્યો પણ તે બીજાને ન નડવાનું શીખે એ જરૂરી છે. માણસે ત્યાગની ભાવના કેળવવાની જરૂર છે. આમ પણ માણસ જયારે મૃત્યુ પામે છે ત્યારે તે બીજાને આપીને જાય છે અથવા છોડીને જાય છે કારણ સાથે લઇ જવાની કોઇ વ્યવસ્થા નથી. જયારે એ મૃત્યુની નજીક પહોંચે છે ત્યારે સારા કર્મો કરવા માટે ઘણું મોડું થઇ ગયું હોય છે. જિંદગીના સફરને આપણે સારા કર્મો કરી સફળ બનાવવાની છે.
નવસારી           – મહેશ નાયક– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

નવ દંપતિ
લગ્નના પ્રારંભમાં થોડા વર્ષો બાદ નશો ઉતરી જાય છે. એક બીજાના દોષ દેખાય છે. સીતા રામ જેવા પાત્રની અપેક્ષા રખાય છે નથી પોતે સીતા કે નથી તેનો જીવનસાથી રામ, નથી તેણી હિરોઇન કે નથી તેનો ભરથાર હીરો. ફકત દોષો જ જોવા ટેવાયેલી મનોદશા ચરમસીમાએ પહોંચે છે, ત્યારે અપરિપકવો છુટાછેડાનો આલબેલ પોકારે છે. સ્વપ્ન વિહાર કરતા આવા ભ્રમિત નવ દંપતિ ભ્રમમાં જીવે છે. મનનો માણીગર અને કહયાગર કંથની અપેક્ષા કદી ફળતી નથી. સર્વગુણ સંપન્ન પાત્રોની ખેવના રાખતી દ્રૌપદી આખરે પાંચ પાંડવોને વરી. કપોળ કલ્પિત ધર્મકથામાં આવતા આવા પાત્રોને અનુસરવા જેવું નથી. આદર્શો કદી અમલમાં મુકી શકાતા નથી. પડયું પાનુ નિભાવી લેતા દંપતિની સહનશીલતા આપોઆપ ખીલી ઉઠે છે.
સુરત              – સુનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top