દરેક વ્યકિત જાહેર જીવનમાં હોય ત્યારે સ્પષ્ટ બોલનારા જ હોવા જરૂરી છે. દરેક વ્યકિત કડવું બોલીને બગાડવા કરતાં મીઠું બોલીને દૂધમાં અને દહીંમાં બંનેમાં રહેવાનું મુનાસિબ માને છે. આવી વ્યકિત ન તો કોઇને સાચું માર્ગદર્શન કે મદદ કરી શકે, અનુભવે એવું જણાય કે જેમ મીઠાશ વધારે તેમ તેમાં કડવાશ પેદા થાય, કડવું બોલનારા સામેની વ્યકિતના દિલમાં ભલે ન વસે, પણ તેઓ અહિત કોઇનું પણ જોનારા નથી હોતા. ઉકત બંનેમાં અપવાદ હોઇ શકે.
કેટલીક વ્યકિત એવી જોવા મળે કે અન્યાય કે ખોટું થતું હોય તો કશું બોલવું જ નહીં, વિરોધ પણ ન કરવો, પણ આખરે તો સાચી દિશાનો વિરોધ કરનારા અને સ્પષ્ટ બોલનારની કદર તો થાય જ એટલે તો અખબારના તંત્રી, પત્રકાર, કોલમીસ્ટની કલમ ધારદાર હોય છે જે જનહિતમાં ઉપયોગી નિવડે છે. જાહેર જીવનમાં પડનાર વ્યકિત સ્પષ્ટ અને નિખાલસ હોવી જોઇએ એટલે જ કહેવાય કે વકતા બનવું સહેલું પણ સ્પષ્ટવકતા બનવું ખૂબ જ મુશ્કેલ અને કઠિન છે એમાં બેમત નથી. સુરત – ચંદ્રકાંત રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.