Charchapatra

બોલીવુડમાં મૃત્યુની મોસમ છે

બોલિવુડમાં દિવાળી દરમિયાન કુલ ચાર કલાકારોએ અંતિમ વિદાય લીધી. સૌથી પહેલા જાણીતા બે હાસ્ય કલાકારો અસરાની, સતીષ શાહ ગયા. પોતાની વિશિષ્ટ કલાથી આ બંને અભિનેતાએ દર્શકોના દીલ જીતી લીધા. અસરાની અંગ્રેજો કે જમાને કે સિપાહી હૈ આ સંવાદથી હાસ્યની ભૂમિકા દ્વારા છવાઈ ગયા. નાના પરદા પરક સતીષ શાહને બેહદ લોકપ્રિયતા મળી. બાદમાં વિતેલા જમાનાની બેહતરીન અભિનેત્રી કામિની કૌશલે 98 વર્ષની પાક વયે વિદાય લીધી. એક બહેનના યુવાનીમાં થયેલા અવસાન બાદ એના પરિવારની સંસારસની જવાબદારી માથે ઉપાડી લીધી.

આજીવન કુંવારા રહ્યા. મનોજકુમારની માતા તરીકેની શહીદ ફિલ્મ અને ઉપકાર ફિલ્મની ભૂમિકા ભુલાય એમ નથી. અંતમાં જેમની પહેચાન એક ધર્માત્મા સમાન હતી એવા હીમેન ધમેન્દ્રે 24મી નવેમ્બરે આ જગતમાંથી 89 વર્ષની વયે વિદાય લીધી. બંને પરિવારની જવાબદારી સુપેરે અદા કરી. કુલ 300 ફિલ્મમાં યાદગાર ભૂમિકા કરી લાખો ચાહકોના દીલ જીતા લીધા. અવસાન બાદ લોકો તેમને યાદ રાખે એવું ઇચ્છતા હોતો કાં તો વાંચવા જેવું લખો અથવા તો લખવા જેવું કામ કરો. ગુજરાતમિત્ર અખબારનું ઇશિતાની એલચીનું આ મહાવાક્ય યાદ રાખવા જેવુ છે. ધર્મેન્દ્ર માટે સબ કી પરવાહ કરનેવાલા ચલા ગયા. અભિનેત્રી આશા પારેખની આ શ્રધ્ધાંજલિ પણ ભુલાય એમ નથી. 
ગોપીપુરા, સુરત- જગદીશ પાનવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top