હમણાં તો દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણીની ચર્ચાઓ થઈ રહી છે. પછી આખા દેશનું ફોક્સ ગુજરાતની ચૂંટણી પર રહેવાનું છે. કોંગ્રેસની રાષ્ટ્રીય સ્તરે જેહાલત છે. એજ હાલત, કદાચ એનાથી પણ ખરાબ હાલત ગુજરાતમાં છે. સત્તાધારી પક્ષ સામે લડવાને બદલે અંદરો અંદર લડીને ખતમ થવાનો કોંગ્રેસનો જૂનો રોગ હજી નાબૂદ થયો નથી. કોંગ્રેસમાં કાર્ય કરતાઓ કરતાં નેતાઓ વધુ છે. રાષ્ટ્રીય નેતાઓ પણ કોંગ્રેસને તારવા કરતાં ડૂબાડવા માટે પ્રયત્નશીલ એવા નેતાઓને સત્તા આપવામાં આવતી નથી કે જેમની પાસે યોગ્ય વિઝન છે. મતદારોને આકર્ષવાની અને સાચવવાની સાઈડ ટ્રેક કરી દીધા છે. અને સાંપ્રત રાજકીય પ્રવાહોને તાણવામાં નિષ્ફળ રહી છે. સત્તા આવતી રહે છે. અને જતી રહે છે.
પણ એ સતત ચાલતા જંગ વચ્ચે ટકી રહેવા દરેક પક્ષ સંઘર્ષ કરવો પડે છે. વર્તમાન નબળા નેતૃત્વ ઉપરાંત પણ કોંગ્રેસનાં પતનના અનેક કારણો છે. ખૂબ લાંબો સમય સત્તાઓ જવી તે પણ પક્ષની પડતીનું કારણ છે. એબ્સોલ્યૂટ મેજોરિટી માણસને ભ્રષ્ટ બનાવે છે. રાજ્યોમાં શક્તિશાળી અને પ્રજામાં મૂળિયા ધરાવતા નેતાઓને સ્થાને કહ્યાગરાનેતાઓને સ્થાન આપ્યું. પરિણામે તકસાધુઓની નવી જમાત ઊભી થઈ કોઈનું રાતોરાત પતન નથી થતું એ બંને એક સતત ચાલતી પ્રક્રિયા છે. રોગની બધાને ખબર છે. પણ દવા કોઈની પાસે નથી. જી-23 વિરોધથી વધારે કંઈ નથી જ કરી શક્યું નેતૃત્વ પરિવર્તન જરૂરી પણ વિકલ્પ ક્યાંરે ?
ગંગાધરા – જમિયતરામ હ. શર્મા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.