૩૦ વર્ષ શિક્ષક તરીકે નોકરી કરી જોયું છે કે દર વર્ષે એકાદ બાળક એવું આવે, જે શિક્ષકને સંતોષથી ભણાવવા અને અન્ય છાત્રોને ભણવા દેતું નથી. શિક્ષકની ટકોર છતાં નહિ સુધરે તો એને ટપારવું પડે છે.વાલીને બોલાવવાં પડે છે અને વાત વધુ વણસે તો એલ.સી. પણ આપી દેવું પડે છે. ગત રોજ લોકસભામાં વિશ્વની સૌથી મોટી લોકશાહીના વડા પ્રધાન ૨ કલાક અને ૧૬ મિનિટ બોલ્યા. આ સમયગાળા દરમિયાન વિપક્ષોએ ખાસ કરીને કોંગ્રેસે જે હોબાળો મચાવ્યો છે એટલું જ નહીં, સહન નહીં થતાં વિપક્ષોએ વૉક આઉટ કર્યું. મણિપુરને બહાને તેઓએ હુલ્લડ કર્યું પરંતુ પૂર્વે મણીપુરમાં છ છ માસ હિંસા ચાલી છે. મોદીજી પ્રવચન આપતા હતા ત્યારે કેટલાંય સાંસદો વેલમાં, સાવ સમીપ, આવી ગયાં હતાં.
વિપક્ષીઓ પોતાને શું સાબિત કરવા માંગે છે? નવાઈની વાત એ છે કે રાહુલ-અખિલેશ બોલ્યા તે સમય દરમિયાન ભાજપીઓએ ખૂબ શાંતિ જાળવી પુખ્તતા દાખવી હતી. MSP બાબતે રાહુલે જૂઠાણું ચલાવ્યું. કૃષિ મંત્રીએ કહ્યું કે ખેડૂતોને અઢી ગણું MSP આપવામાં આવે છે. આવું જ થયું અગ્નિવીર બાબતે. તેમાંય રાજનાથસિંઘે કહ્યું કે આ યોજના હેઠળ ૪ વર્ષ જ સેવા આપવાની હોય છે અને તદ્પશ્ચાત્ તેઓને સારી નોકરી આપવામાં આવે છે. ૨૩,૪૩,૦૦૦ રૂ.જેટલો પગાર ૪ વર્ષમાં મળે છે. મરણોપરાંત ૧ કરોડ રૂપિયા મળે છે. હારનો બળાપો હોય પણ આટલો? વિરોધ કરવાનો હોય જ, સબળ વિરોધ પક્ષ હોવો જ રહ્યો, પણ આવી બાલિશતા? આવું ગાંડપણ?
બારડોલી – વિરલ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.