અમુક બાબત સોશ્યલ મીડિયાએ લોકપ્રિય બનાવી છે. સંપત્તિ, પ્રેમ અથવા સફળતા સંબંધિત ખ્યાલ સદાય લોકપ્રિય બને છે. જે ઘણી વાર અસ્પષ્ટ રીતે સમજાવવામાં આવે છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર હોતો નથી. માન્યતા કે ઈચ્છાને તમાલપત્ર પર લીલા રંગની શાહીથી લખીને તેને બાળો તેની રાખને હવામાં ઉડાડવાથી તે ઈચ્છા યુનિવર્સ દ્વારા પૂરી થાય? યુનિવર્સ કાર્ય કરે. ન્યૂરો સાયન્ટિફિક દૃષ્ટિકોણથી મેનિફેસ્ટેશન કોઈ જાદુથી થોડી ઓછી મહત્ત્વની બાબત છે.
વિશિષ્ટ ધ્યેય પ્રાપ્ત કરવા માટે મગજ અસર કરે છે તેના પર ધ્યાન કેન્દ્રિત થાય છે. જેથી માન્યતા ધીરે ધીરે મક્કમ બને છે. તેનો માર્ગ બનાવે છે. એ મુજબ જ થાય એવો માર્ગ દોરી જાય છે. અજાણતાં જ ઈરાદા કે જે કાર્ય અથવા બાબતની પૂર્તિ થાય છે. ખાસ કરીને પેન લેખન રૂપે ક્રિયાઓ અજાગૃતપણે સતત થવાથી સફળતા પ્રત્યે દોરી જાય છે. સોશ્યલ મિડિયા પરની માન્યતામાં ગૂંચવાડાનો સંભવ રહે છે. યોજના સ્પષ્ટપણે પ્રતિ નિષ્ઠાથી કાર્યરત હોવાથી વિચારોને વાસ્તવિકતામાં પરિવર્તિત થાય છે. સકારાત્મક ઊર્જા પર ધ્યાન કેન્દ્રિત થવાથી સફળતા અવશ્ય મળે. વાસ્તવવાદી સફળતાનો માર્ગ મોકળો બને છે. કંઈ જાદુ હોતું નથી.
સુરત – જમિયતરામ શર્મા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
વાણી સ્વાતંત્ર્ય
આપણા દેશમાં વાણી સ્વાતંત્ર્યનો હક સર્વે પ્રજાને છે. સૌ કોઇ સ્વયંના વિચારો વાણી દ્વારા વ્યકત કરે એમાં અયોગ્ય કાંઇ નથી. પરંતુ એમની વાણીમર્યાદા ઓળંગી જાય ત્યારે લાગણી અવશ્ય દુભાઇ શકે. હાસ્ય કલાકાર, રાજકારણી, ધાર્મિક સંપ્રદાયના અનુયાયીઓ વિ… ઘણાં ક્ષેત્રની વ્યકિતઓ અણછાજતી ટીકા કે વકતવ્ય માટે ટીકાને પાત્ર બને છે. તાજેતરમાં જ એક હાસ્યકલાકાર ચર્ચાનો વિષય બન્યા છે. સોશ્યલમીડિયા પર પણ વાણી સ્વતંત્રતાનો દુરુપયોગ થાય છે. કટાક્ષ, વ્યંગ કે છીછરું હાસ્ય કોઇના પણ અપમાનનું કારણ ન જ બનવું જોઇએ.
કયારેક હાસ્ય પ્રદાન કરવામાં સરકાર પણ નિશાન બને છે. સરકાર ખોટી હોય તો અંગુલિનિર્દેશ કરવાનો હક પ્રજાને ખરો. પણ એ ટીકામાં વિવેક-વિનય ન વિસરાવા જોઇએ. કોઇ રાજકારણી અણગમતા હોય પણ એના પદની ગરિમા તો જળવાવી જ જોઇએ. શ્રેષ્ઠ નાગરિક તરીકે વાણી-સ્વતંત્રતાનો હક જરૂર ભોગવીએ પણ મર્યાદા તો ન જ ચૂકાવી જોઇએ. અભિવ્યકિતની આઝાદી ગેરવ્યાજબી રીતે વ્યકત ન થાય. અન્યની રેખા ભૂંસીને સ્વયંની રેખા મોટી ન જ બનાવાય. અમારો જ ધર્મ શ્રેષ્ઠ, અમુક ધાર્મિક સ્થળે ન જાવ, અમારા સ્થાનકે જ આવો. અમારા ભગવાન જ શ્રેષ્ઠ વિ. અનેક વકતવ્ય ધાર્મિક સંપ્રદાયના સંત થકી કરવામાં આવે છે. એ કેટલે અંશે યોગ્ય ગણાય?
સુરત – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.