ભારત ખેતીપ્રધાન અને વધુ માનવ વસ્તી ધરાવતો દેશ છે. જ્યારથી ડિજિટલ અને ટેકનોલોજીના ક્ષેત્રે AI નો ઉપયોગ શરૂ થવા લાગ્યો ત્યારથી રોજગારીનો ભય પેદા થયો છે. આમ તો જ્યારથી કોમ્પ્યુટર યુગ શરૂ થયો ત્યારથી જ દેશ ઉપર રોજગારીનું સંકટ ઘેરાયેલું હતું. જે કામ પૂર્ણ થતાં દસ દિવસ પસાર થાય તે કામ કોમ્પ્યુટર એક જ દિવસમાં પૂર્ણ કરી દે . જ્યાં માનવ બળથી કામ લઈ શકાતું હોય ત્યાં તેનો ઉપયોગ કરવામાં આવે તો રોજગારી છીનવાય ન જાય. જેમ પરિવર્તનનો સ્વીકાર કરવો પડે તેમ ટેકનોલોજીનો પણ સ્વીકાર કરવો પડે હાલમાં સર્વત્ર કોમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેનાથી નવી રોજગારીનું સર્જન થયું તેવુ જ દરેક બાબતમાં બને એવુ કહી શકાય.
માનવ બળને લાગે વળગે ત્યાં સુધી તો કોઇ પણ ટેક્નોલોજી ભલે આવે પણ જ્યા માનવ બળથી કામ લઈ શકાય તેમ હોય તો કામ લેવું જોઇએ, એવુ કામ કે જેની તાત્કાલિક આવશ્યકતા ન હોય ત્યાં જરૂર માનવ બળનો ઉપયોગ કરવામાં આવે. વિકાસનો મૂળભૂત હેતુ જ યુવાનોને રોજગારી પૂરી પાડવાનો છે. અત્યારે દરેક ક્ષેત્રમાં ફુગાવા જેવી પરિસ્થિતિ છે. શિક્ષણ બાળકોને આપવા માટે મા-બાપ તનતોડ મહેનત કરે છે. આપણા દેશમાં શિક્ષણ અને આરોગ્ય માટે દરેકને સરખી તક મળવી જોઇએ. આ બાબતમાં તારીખ ૩-૪-૨૦૨૬ તંત્રી લેખ થતા કાર્તિકેય ભટ્ટ દ્વારા રાજકાજ ગુજરાત કોલમમાં લખવામાં આવેલ લેખમાં વિગતે છણાવટ કરી છે. કોઇ પણ ક્ષેત્રમાં ટેક્નોલોજી ભલે અમલમાં મુકવામાં આવે પણ ટેક્નોલોજી એવી હોવી જોઈએ કે રોજગારીનું સર્જન કરે.
સુરત – ચંદ્રકાંત રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.