Charchapatra

‘લગ્નધર્મ’માં કોઇ ધર્મ અંગિકાર કરાવવો ધર્મ નથી

સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલે તેમનાં લગ્ન રજીસ્ટર્ડ કરાવી એક સારું ઉદાહરણ પૂરું પાડયું છે. બાકી ધારણા એવી હતી કે સોનાક્ષીએ ઇસ્લામ ધર્મ અંગિકાર કરવો પડશે. સોનાક્ષીએ તો સેંથામાં સિંદૂર પણ પૂર્યું. તેમણે બંને હિન્દુ-મુસ્લિમ લગ્નમાં થતા વિવાદનો છેદ ઉડાવ્યો છે. હકીકતે આ અભિગમ જ વધુ યોગ્ય છે. બે વ્યક્તિ લગ્ન માટે એક થતાં હોય તો તેમાં ધર્મ નહીં, એકબીજા સાથે સમજણપૂર્વક જીવવાની તૈયારી જ શરત બનવી જોઈએ. ઘણી વાર પ્રેમલગ્ન પણ ધર્મ પાળવા-પળાવવાની શરતે થતાં હોય છે. જોવાયું છે એવું કે મુસ્લિમ હોય તો તે સામા પક્ષ (યુવાન હોય કે યુવતી) પાસે ઇસ્લામના અંગિકારનો આગ્રહ રાખે છે, પણ હિન્દુ (યુવાન કે યુવતી) એવો આગ્રહ રાખતા નથી કે મારો ધર્મ સ્વીકારે તો જ લગ્ન. જો કે આ તો એક મુદ્દો છે. બાકી ધર્મ અંગિકાર કરાવવામાં ‘લગ્નધર્મ’ નથી.
સુરત     – રોશની સુરતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

નીતીશકુમાર કદાચ ચૌધરી ચરણસિંહવાળી કરે પણ ખરા
1977માં જનતા સરકાર બની હતી. પ્રધાનમંત્રી તરીકે મોરારજી દેસાઈની વરણી કરવામાં આવી હતી. ચૌધરી ચરણસિંહને વડા પ્રધાન બનવું હતું. તેઓ એ પદ માટે અત્યંત મહત્ત્વાકાંક્ષી હતા. જનતા સરકાર બરાબર ચાલી. એક સારા વડા પ્રધાન દેશને મળ્યા એવું લોકોને સમજાતું ગયેલું. પરાસ્ત થયેલાં ઇન્દિરા ગાંધી કાંઇ છાનાંમાનાં બેસી રહે એમ નહોતાં. એમણે ચરણસિહંને વડા પ્રધાનપદે આરૂઢ કરવાની તૈયારી દર્શાવી. ચરણસિંહ જો ટેકો પાછો ખેંચી લે તો, મોરારજી દેસાઈ સરકાર તૂટી પડે. ચરણસિંહ ફર્નાન્ડીઝ તથા રાજનારાયણ જેવા પ્રધાનોએ જનતા સરકારને તોડી નાંખી. ચરણસિંહનું કયારેય નહિ સાચું પડે એવું વડા પ્રધાન બનવાનું સ્વપ્ન સત્ય પુરવાર થયું. મધ્યાવધિ ચૂંટણીની જાહેરાત થઇ. એક દિન કા સુલતાન જેવા ચરણસિંહ રખેવાળ સરકારના વડા પ્રધાન બની રહ્યા.

બસ, ચરણસિંહને આટલું જ જોઈતું હતું. એમની અતિશય લાલસાવાલી મહત્ત્વાકાંક્ષા એ રીતે સંતોષાઈ અને એક આદર્શ સરકાર તૂટી પડી. હવે 2024 ઉપર આવીએ. ‘મોદી-3’ સરકાર બની છે. ભાજપને પૂર્ણ બહુમતી મળી નથી. NDAની ગઠબંધન સરકારના વડા પ્રધાન જો આવું બને તો આના માટે પક્ષપલટાના લાંછનને અવગણ્યા વગર નીતીશકુમાર કોમર્સ સહિતના ઇન્ડિયા ગઠબંધનમાં આવી જાય તો મોદી-3 સરકારને હટી જવું પડે. મૂળ વાત ચૌધરી ચરણસિંહવાળી વાત નીતીશકુમાર પણ 2024માં કરીને વડા પ્રધાનની ખુરશીનો હંગામી સ્વાદ ચાખી શકવામાં કદાચ સફળ બને. બધું જ શકય છે. આ તો ભારતનું રાજકારણ છે. આ તો એક અમારી શંકા છે. બાકી ઇશ્વરની મરજી.
સુરત     –બાબુભાઈ નાઈ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top