Charchapatra

વાઝ વકતાણા ગામની ટ્રાફિક સમસ્યા ઉકેલવી જરૂરી

પલસાણા હાઇ વેથી જો તમારે સુરતમાં દાખલ થવું હોય અને જો તમારે ટોલટેક્સ ન ભરવો હોય તો તમે ભાટીયાથી જમણી તરફ ગાડી વટાવી લો અને વકતાણા ડીંડોલી થઇ સીધા ઉધના ત્રણ રસ્તે નીકળી શકો અને તે પણ ટોલટેક્સ ભર્યા વગર. તેવી જ રીતે સચીનથી પલસાણા જવું હોય અને ટોલટેક્સ ન ભરવો હોય તો તમે સચીનથી ડાબી તરફ વાઝ ગામથી વકતાણા ગામ થઇ બહાર નીકળી જમણી તરફ ટર્ન  લઇ ભાટિયાથી ફરી ડાબી તરફ પલસાણા હાઇ વે પર આવી શકો. આ રસ્તે  ટોલનાકું આવતુ નથી તેથી રસ્તાના જાણકાર વાહનચાલકો વાઝ ગામથી વકતાણા થઇ યુ ટર્ન લઇ કાયદેસર ટોલટેક્સ બચાવે છે કારણકે ટોલનાકું વાઝ અને ભાટીયા ગામની વચ્ચે હોવાથી ટોલટેક્સ બચાવવા વાહનચાલકોની ભાટીયા વકતાણા વાઝ કે વાઝથી વકતાણા ભાટીયા દિવસ-રાત અવર-જવર અવિરત ચાલતી હોવાથી વાઝ વકતાણા ગામનાં રહીશો ત્રાહિમામ્ પોકારી ગયાં છે.

મારું વકતાણા ગામમાં રોડ પર જ મકાન છે. હું કદીક રહું છું તેથી ટ્રાફિકની સમસ્યાની મને ખબર છે. પહેલાં ગામોમાં જે શાંતિ હતી તે હવે નથી. ટોલનાકા પર જે રીતે સુરતનાં વાહનચાલકો પાસેથી પણ ટોલ ટેક્સ ઉઘરાવે છે તેને કારણે સુરતનાં કેટલાંય વાહનચાલકો ટેક્સ ન ભરતાં  ત્રણ ચાર કીલોમીટરનો યુ ટર્ન લઇ ટેક્સ બચાવી લે છે.પરંતુ તેના કારણે વાઝ અને વકતાણા ગામમાં દિવસ રાત અવિરત ચાલુ રહેતા ટ્રાફિકથી અને ઊંઘમાં ખલેલ પાડતાં અવાજથી લોકો કંટાળી ગયા છે. આ સમસ્યાનો ઉકેલ લાવવો જરૂરી છે.  
સુરત     – વિજય તુઈવાલા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top