Charchapatra

શિષ્ટાચાર શીખવો જરૂરી છે

આખા દિવસમાં આપણે ઘણાં લોકોને મળીએ છીએ. કોઈકની સાથે માપ્ર ‘સાહેબજી’ તો કોઈની સાથે હાથ ઊંચો કરીને અભિવાદન તો કોઈની સાથે ટૂંકી વાતચીત કરીએ. ચાલુ સમયની કે તેમનાં આપણાં કુટુંબીજનોની કે ચીજવસ્તુ લે-વેચ કરતી વેળા, કોઈકની સાથે લંબાણપૂર્વક ચર્ચામાં ઉતરીએ દલીલો કરીએ અને સાંભળીએ, કોઈને ઘેર મળવા જઈએ કે કોઈ આપણને મળવા આવે, આ બધા પ્રસંગોમાં આપણે તેમના હોદ્દા સંસ્કાર, બુધ્ધિમત્તા, સ્વભાવ વ્યક્તિગત ઈતિહાસ જોઈને વર્તતા હોઈએ છીએ. આ બધી રીતભાતોને શિષ્ટાચાર અંગ્રેજીમાં સેટીકેટ કહે છે.

વિદેશ જતાં પહેલાં આ એટીકેટ શિખવી પડતી, તેને લગતા પુસ્તકો વાંચવા પડતા કારણ દેશદેશ પ્રમાણે શિષ્ટાચારના ધોરણો અલગ અલગ હોય છે. ‘‘થેંક્યુ, સોરી, સો ગુડ ઓફ યુ, વેલકમ, પ્લીઝ, માય પ્લેઝર’’ આવું પ્રસંગોપાત ક્યારે બોલવું અને સામી વ્યક્તિ આવું બોલે, તો તેનો જવાબ કઈ રીતે આપવો એ શિખી લેવું.હવે વાતચીત જેને અંગ્રેજીમાં ‘કોન્વરઝેશન’ કહે છે તે કેવી રીતે શરૂ કરવી, સામી વ્યક્તિને પોતાનું દૃષ્ટિબિંદુ રજૂ કરવા કેવી રીતે પ્રોત્સાહિત કરવો, આપણે યજમાન (જેને ત્યાં મહેમાન પધાર્યા હોય તે વ્યક્તિ) તરીકે કેવી રીતે વર્તવું, હોટલમાં ઓર્ડર આપવા કે અપાયેલ ઓર્ડરમાં ફેરફાર કરવા જે ટૂંકી વાતચીત કરવી પડે તે કેવી રીતે કરવી એ બધું શિખવું જરૂરી.

ટેબલ પર ચીજવસ્તુ ક્યાં કેવી રીતે મુકવી. વાડકો કે ચમચી કેવી રીતે માંગવી, અવાજ કર્યા વિના જમવું, વહેલા ઉભા થઈ જાય, તો ઉભા થઈ બધાની ક્ષમા માગી મુકીને ‘‘એક્સક્યુઝ મી’’ કહી પછી જ ખુરશીથી અળગા થવું, આ બધું અમે શિખેવાડેલું. અમે પોલીસ ખાતામાં જોડાયા પથછી મોટા મોટા અમલદારો ડીએસપી, ડી.આઈ.જી., આઈ.જી.પી., ગૃહ સચિવ વિ.ને. જમવા બોલાવતા ઘણી પાર્ટીઓ ઉભા રહીને જમવાની ‘બુફે’ પાર્ટીમાં કેવી રીતે વાતચીત કરવી ધીમે ધીમે બધાને મળતા જઈ તેમનાં સાથે સંપર્ક વધારવો. તેમના રીપી અનુભવનો લાભ લેવાની આ બેસ્ટ સ્ટાઈલ છે. આ બધું શિખવું જરૂરી, જેથી અભણ અને રીતભાત વગરનાં ગણાવું ન પડે.
સુરત     – ભરત પંડયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top