બાંગ્લાદેશમાં જ્યારથી યુનુસ સરકાર સત્તા પર આવી છે ત્યારથી અલ્પ સંખ્યક હિન્દુઓની કત્લેઆમ કરવાની શરૂઆત થઈ છે છતાં ભારત કોઈપણ અક્ષર ઉચ્ચાર્યા વિના મૂક પ્રેશક બની તમાશો જોઈ રહ્યું છે. ભારતના મુસ્લિમોની પાકિસ્તાન ફીકર કરે છે ભારત તેવી ફીકર પાકિસ્તાન કે બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓની કરતું નથી અને પોતે હિન્દુ તરફી હોવાનો દાવો કરે છે! 19-12-2025 ના tv9 ના સમાચાર મુજબ બાંગ્લાદેશમાં હિન્દુઓની કત્લેઆમ કરવાની શરૂઆત થઈ ચૂકી છે.
જો ભારત હસ્તક્ષેપ નહીં કરે તો પાકિસ્તાનમાં જેવી રીતે હિન્દુઓની કત્લેઆમ કરી હતી અને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવ્યું હતું તેવી જ રીતે હિન્દુઓને નામષેશ કરવા બાંગ્લાદેશ મરણીયું થયું છે. ભારતમાં બાંગ્લાદેશી રોહીંગ્યા મુસ્લિમો ગેરકાયદે વસી શકે છે તો પછી ઇઝરાઇલની જેમ ભારત પણ જે દેશમાં હિન્દુઓની વસ્તીને રંજાડવામાં આવે છે તેવા લોકોને ભારતમાં કેમ આશરો આપવાની જાહેરાત કરતા નથી? જો એમ ના થઈ શકે તો બાંગ્લાદેશની શાન ઠેકાણે લાવવા લશ્કરી પગલા ભરવા જરૂરી છે. જેવી રીતે પાકિસ્તાનથી બાંગ્લાદેશને અલગ કર્યું હતું તેવી જ રીતે હિન્દુઓને માટે બાંગ્લાદેશમાં અલગ રાજ્ય બનાવવું જરૂરી છે.
સુરત – વિજય તુઈવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે