કુદરતે માણસને બુદ્ધિ આપી છે. બુદ્ધિ એટલે પોતાની આસપાસની પરિસ્થિતિનું નિરીક્ષણ, વર્ગીકરણ અને વિશ્લેષણ કરવાની ક્ષમતા, યાદ રાખવું અને તે મુજબ ભવિષ્યમાં વર્તન કરવું. ક્રમશ: મુશ્કેલીઓ ઘટાડતા જવું. આ બધા જ આપણે બુદ્ધિશાળી હોવાનાં લક્ષણ છે. કુદરતે આપેલી બુદ્ધિશક્તિથી માણસ હંમેશા પોતાની આસપાસના વિશ્વનું નિરીક્ષણ કરતો રહ્યો. વિશ્લેષણ કરતો રહ્યો અને તેને આધારે પોતાના જીવનનું ઘડતર કરતો રહ્યો.
ભારતીય પુરાણોમાં ગુરુ દત્તાત્રેયની વાત છે. જેમણે 24 થી વધારે ગુરુ કર્યા હતા. મતલબ જેની પાસેથી જ્ઞાન લીધું અને જેણે જેને જ્ઞાન આપ્યું તેને ગુરુ બનાવ્યા. માનવીની વિકાસયાત્રાને તપાસીએ તો સમજાય છે કે આપણે કુદરતમાંથી જ પ્રેરણા લીધી છે. માણસે માણસ જેવી જ વસ્તુઓ બનાવી છે. આમ પણ માણસ જે જુએ, અનુભવે, સાંભળે તેમાંથી જ શીખે. આપણા વર્તમાન ઔપચારિક શિક્ષણનો પાયો જ જોવા અને સાંભળવા પર છે. વિદ્યાર્થી વર્ગખંડમાં શિક્ષકને સાંભળે છે. બોર્ડમાં લખેલું જુએ છે. પ્રયોગશાળામાં જુએ છે. સાંભળે છે. શીખે છે પછી અનુભવ કરે છે. પ્રયોગ કરે છે. ભૂલ અને પ્રયોગ દ્વારા આગળ વધે છે.
માણસે માણસને જોઇને જે જે બનાવ્યું તેમાં છેલ્લાં વર્ષોમાં થયેલી શોધ કોમ્પ્યુટર છે. કોમ્પ્યુટર એ માણસનું મગજ છે. શરીરનો ભાગ મગજ એ હાર્ડવેર છે. તો તેમાં રહેલી બુદ્ધિ એ બેઝીક પ્રોગ્રામીંગ છે. સોફટવેર છે. શિક્ષણ દ્વારા કોમ્પ્યુટર શીખી શકાય છે તેવી જ રીતે જેઓ શિક્ષણ ક્ષેત્રે કામ કરે છે. શિક્ષણની મૂળભૂત પ્રક્રિયાને જાણવા સમજવા માંગે છે. તેમણે કોમ્પ્યુટર દ્વારા શિક્ષણને સમજવાનો પ્રયોગ કરવા જેવો છે. શિક્ષણ પ્રક્રિયાની મૂળભૂત વિભાવનાને ઝડપથી સમજવામાં આ તુલના ઉપયોગી થશે!
સૌ પ્રથમ એ માનો કે માનવશરીર એ બોડી છે. મગજ એ હાર્ડવેર છે જેમાં બુદ્ધિશક્તિ (ઇન્ટેલીજન્સી) બેઝીક પ્રોગ્રામીંગ છે. (ખાસ વિન્ડોઝ નાખીને આપેલું કોમ્પ્યુટર) હવે જેમ કોઇ કોમ્પ્યુટર માત્ર હાર્ડવેર હોય અને માત્ર બેઝીક પ્રોગ્રામીંગ ઈન્સ્ટોલ હોય તો આપણાં બધાં કામ થતાં નથી. આપણે આ કોમ્પ્યુટર પાસે જે જે કામ કરાવવા માંગીએ છીએ તે તે પ્રોગ્રામ્સ કે સોફટવેર તેમાં ઇન્સ્ટોલ કરવા પડશે! જેમ કે આપણે એકાઉન્ટ ગણવું હોય તો ‘ટેલી’ નાખવું પડે. વીડિયો એડીટીંગ કરવું હોય, ફોટોગ્રાફીમાં કામ કરવું હોય તો એડીટીંગના કે ફોટોશોપ જેવા સોફટવેર નાખવા પડે. વીડિયો ફિલ્મ જોવા મ્યુઝિક આલ્બમ જોવા જે તે બાબતનું સપોર્ટીંગ સોફટવેર નાખવું પડે. ઇવન આપણે જે ભાષા ટાઈપ કરવા માંગતા હોઇએ તેના ફોન્ટ ઇન્સ્ટોલ કરીએ તો જ તે ભાષાની ફાઈલ કોમ્પ્યુટરમાં ઓપન થાય છે.
જો કોમ્પ્યુટરની આ સાદી વિગતો તમે સમજો છો તો તમે હવે તેના દ્વારા શિક્ષણની પ્રક્રિયા સમજી શકાય. ખાસ તો પ્રાથમિક શિક્ષણ બાળક એક કોમ્પ્યુટર છે જેમાં બુદ્ધિશક્તિનું બેઝીક પ્રોગ્રામીંગ ઇન્સ્ટોલ થયેલું છે. હવે સર્વ પ્રથમ આપણે તેને ભાષા, ગણિત અને કાર્યકારણનો સંબંધ સમજતા, શીખતા કરવાનું છે. એટલે કોમ્પ્યુટરની ભાષામાં ભાષાનું ગણિતનું સોફટવેર ઇન્સ્ટોલ કરવાનું છે. આપણે તેને કક્કો -બારખડી કે એબીસીડી શિખવાડવાથી ભાષાના સોફટવેરની ઇમોલેશનની શરૂઆત કરીએ છીએ, માટે જ આપણે કોરોનાકાળમાં લખ્યું હતું કે માધ્યમિક, ઉચ્ચ કે શિક્ષણ ઓનલાઈન થઇ શકશે પણ પ્રાથમિક શિક્ષણ તો પાસે બેસીને જ થઇ શકશે.
ઇવન વર્ગખંડની લેકચર પ્રથા- સાહેબ બોલે અને વિદ્યાર્થી સાંભળેથી પણ આ નહિ થાય. બાળકને પાસે બેસીને જ ક્કકો ઘુંટાવવો પડે. એકડો ઘુંટાવવો પડે. ભાષાના તમામ શિક્ષકો જાણે છે જ કે પહેલાં તો બાળકને વર્ગની-અક્ષરની ઓળખાણ કરાવવાની હોય છે. પાટીમાં લખેલા ક ઉચ્ચાર ક ના અવાજ સાથે દૃઢ થાય છે. પછી શબ્દો અને તેના સંદર્ભો દૃઢ થાય છે. બાળક નાનું હોય છે ત્યારે આ ઈન્સ્ટોલેશનની પ્રક્રિયા શાળા કે વર્ગખંડ પૂરતી મર્યાદિત નથી. તે પ્રત્યેક ક્ષણે શીખે છે. જાણે અજાણે આપણે સૌ એનામાં જુદી જુદી વિભાવના ઇન્સ્ટોલ કરીએ છીએ. જો બેટા ગાય. જો બેટા વિમાન, જો બેટા જેજે… સતત શબ્દો તેના કાન વાટે કોમ્પ્યુટરમાં જમા થાય છે.
ગણિત વિજ્ઞાનના પાયાના નિયમોનું મગજમાં પ્રોગ્રામીંગ થાય છે. પછી તે દ્વારા બાળક આખી જિંદગી પોતાની સામે આવતી બાબતે રીએકટ કરે છે. માટે જ બાળક સામે વર્તવામાં, બોલવામાં બતાવવામાં ખૂબ સંભાળવું. આપણે જેને સંસ્કાર કહીએ છીએ તે આ ઈન્સ્ટોલેશનની પ્રક્રિયા છે. જે અજાણપણે થયા જ કરે છે. જેમાં કેમેરા ચાલુ રહી જાય તો તે બધું જ રેકોર્ડ કરે છે તેમ બાળકની આંખનો કેમેરો, કાનનું માઇક અને મગજરૂપી કોમ્પ્યુટર ચાલુ જ હોય ત્યારે તે બહુ જ ગ્રહણ કરે છે!તો પ્રાથમિક શિક્ષણ એ પાયાનું શિક્ષણ છે. બેઝીક પ્રોગ્રામીંગ છે. જીવનભર કામ લાગે તેવા સોફટવેર ઇન્સ્ટોલ કરજો અને ખોટા સોફટવેર ઇન્સ્ટોલ ન થાય તે જોજો.અંધશ્રદ્ધા, માન્યતા, જડતાના વાયરસથી બચાવજો.કોમ્પ્યુટર સમજશો તો શિક્ષણ પ્રક્રિયા સમજશો. માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણની વાત ફરી કયારેક.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.