ભારતના પ્રધાનમંત્રી પ્રજાને સપના બતાવે છે કે 2027માં આપણે અમેરિકાની બરોબરી કરી લઈશું પરંતુ તાજેતરના વિશ્વ બેંકના અહેવાલે મોદી સરકારના બોગસ દાવાઓની હવા કાઢી નાંખીને ધૂળ ચાટતા કરી નાંખ્યા છે. વિશ્વ બેંકે અહેવાલમાં સાફ જણાવ્યું છે કે ચીન અર્થાત ભારતનો નં-1 દુશ્મન 10 વર્ષમાં અમેરિકાની બરોબરી કરશે અને ભારતને અમેરિકાની હાલની સ્થિતિએ પહોંચતા 300 વર્ષ લાગશે.
હવે વિચારી જુવો તમારે કેટલામી પેઢી અહીંયા અમેરિકા જેવી સુખ સુવિધા મેળવશે? અને આવું થવાના કારણો કયા? (1) અનિયંત્રીત વસ્તી વધારો (2) ધાર્મિક અને આર્થિક ભેદભાવનું ખતરનાક રાજકારણ (3) ધાર્મિક ઝઘડાઓ વધારતા દેશ નેતાઓ રામ મંદિર આંદોલનથી દેશના મહામૂલા 20/25 વર્ષ બગડી ચુક્યા છે (4) અસમતોલ આર્થિક વિકાસ (5) ભયંકર હદે વધેલો ભ્રષ્ટાચાર અને કામચોરી (6) શિક્ષણ અને રોજગાર ઉપર ધ્યાન આપવાને બદલે બીન ઉત્પાદકીય ખર્ચનો વધારો (7) નેતાઓની નાટકબાજી (8) પ્રજા વચ્ચે ધાર્મિક ધ્રુવિકરણ કરાવવા માટે ચાલતા ખુરશીના ખેલ (9) સરકાર વહીવટ સુધારવાને બદલે ખાનગીકરણના રવાડો ચડી છે. (10) સરકાર ખુદ ધાર્મીક તમાશાઓમાં વ્યસ્ત છે. ભારત કરતા બે વર્ષ બાદ આઝાદ થયેલું ચીન ભારત કરતા 50 વર્ષ આગળ નીકળી ગયું છે. દેશના ખુણે ખુણે વ્યાપેલું ધાર્મિક પાગલપણું દેશને રંજાડી રહ્યું છે.
સુરત – જિતેન્દ્ર પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.