Charchapatra

બળાત્કારીઓને બેનકાબ કરવા અત્યંત જરૂરી છે

છેલ્લાં લગભગ ૧૫ દિવસથી ગુજરાતના નાના મોટા નગરોમાં બળાત્કાર, છેડતી તથા સ્ત્રીઓની હેરાનગતિના સમાચારો, નાના મોટા તમામ અખબારોમાં સતત છપાયા કરે છે. ગુજરાતમાં જ્યાં સ્ત્રીઓ સલામત ગણાતી હતી ત્યાં આવી નિર્લજ્જ ઘટનાઓ બનવા માંડી છે, એ ગુજરાતની ગરિમાને ઠેસ પહોંચાડવા સમાન છે. બળાત્કાર કે દુષ્કર્મની ફરિયાદ થાય ત્યારે જ આપણી પોલીસ એકશનમાં આવે છે અને બળાત્કારીઓને પકડી લાવે છે, પરંતુ આ જ પોલીસ બળાત્કારી કે દુષ્કર્મીઓને સજા આપવાને બદલે તેને છાવરવાના પ્રયાસ કરે છે. બળાત્કારીઓને મિડીયાવાળા તેમજ પબ્લિકના રોષથી બચાવવાના હેતૂસર પોલિસવાળાઓ આવા નરાધમોને માથાથી ગળા સુધીનો કાળો નકાબ પહેરાવી એમનો અસલી ચહેરો છુપાવવામાં મદદરૂપ થાય છે. હકીકતમાં આવા નરાધમોને બચાવવા કે છાવરવાને બદલે એમને બેનકાબ કરી, એમનો અસલી ચહેરો પ્રજાની સામે લાવવો જરૂરી છે. આવા નરાઘમોનો અસલી ચહેરો સૌ કોઈ જોઈ અને જાણી લે તો ભવિષ્યમાં બધાં એમનાથી વિમુખ થઈ એમનો સામાજિક બહિષ્કાર કરે તો આવી દુર્ઘટનાનું પુનરાવર્તન થતું અટકશે. બીજુ કે કાયદામાં પણ સુધારો કરી, આવા દુષ્ટો કે નલાયકોને આકરામાં આકરી સજા થાય એવી જોગવાઇ કરવી જરૂરી છે.
હાલોલ- યોગેશભાઈ આર જોશી -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top