સ્વતંત્રતા નો સાવ સરળ અર્થ છે નિર્ણય ની સ્વતંત્રતા. કોઈ પણ વ્યક્તિ પોતાની સ્વતંત્રતા નું માપ જાણવા માગતું હોય તો તેણે તપાસવું જોઈએ કે તે કેટલા નિર્ણય જાતે કરી શકે છે?. કેટલા નિર્ણયો કરવાની તેને છૂટ છે.આવું જ કોઈ દેશની સ્વતંત્રતા માટે પણ છે કે તે કેટલા નિર્ણય જાતે કરી શકે છે .કરે છે નિર્ણયો બે પ્રકારના હોય વ્યક્તિગત નિર્ણય અને સામુહિક નિર્ણય. જે બાબતો માત્ર વ્યક્તિને જ સ્પર્શતી હોય તે વ્યક્તિગત બાબતો અને જે સમુહને અસર કરતીહોય તે સામુહિક .
પશ્ચિમ અને યુરોપમાં આધુનિક લોકશાહી ના ઉદ્ભવ સાથે વ્યક્તિ સ્વતંત્ર નો વિકાસ થયો, સ્વીકાર થયો. વ્યક્તિએ શું ખાવું ? શું પીવું ? શું પહેરવું ? કોનીસાથે સંબંધ રાખવા ?શું વિચારવું શું લખવું ….જેવી તમામ વ્યક્તિ ગત બાબતો માટે વ્યતી ના નિર્ણયનો સ્વીકાર થયો જયારે જાહેર અને સામુહિક બાબતો માં રાજ્યના નિયમો નો આદર થયો. ટ્રાફિક ના નિયમો, બજારના નિયમો નાગરિક નિયમો ..જે વર્તન સમુહને અસર કરે તેમાં વ્યક્તિ સ્વાતંત્ર્ય નિયમો થી બાંધવામાં આવ્યું
ભારતમાં સ્વતંત્રતાનો આધુનિક ખ્યાલ પરદેશ માંથી આવ્યો છે. નિર્ણયની સ્વતંત્રતા નું વર્ગીકરણ કરીએ તો આર્થિક નિર્ણય ની સ્વતંત્રતા ..રાજકીય નિર્ણય ની સ્વતંત્રતા .માનસિક સ્વતન્ત્રતા. સામાજિક નિર્ણયની સ્વતંત્રતા અને વ્યક્તિગત નિર્ણયો ની સ્વતંત્રતા અને વ્યક્તિગત નિર્ણયોની સ્વત્નાત્રતા માં અભિવ્યક્તિ ની સ્વન્ત્રતા, પૂજાપાઠ શ્રધ્ધા ભક્તિ ની મતલબ કે ઉપાસના ની સ્વતંત્રતા ,જીવનસાથી પસંદ કરવાની સ્વતન્ત્રતા .ખવાપીવાની સ્વંતત્રતા ,કપડા પહેરવા ની સ્વતંત્રતા ટુકમાં વ્યક્તિગત પસંદગીઓ ની સ્વતંત્રતા.
સ્વતંત્રતા નો જયારે પણ વિચાર કરો ત્યારે પહેલા એ શબ્દને જ ધ્યાન થી જોજો ..સ્વ નું તંત્ર એટલે સ્વતંત્ર મતલબ કે તંત્ર તો ખરું જ ! નિયમો તો ખરાજ ..સાવ આડે ધડ નહિ …જેમ ફાવે એમ અહીં …નિયમ બદ્ધ પરિવર્તન સાથે …મૂળ વાત એટલી જ કે તંત્ર રચના આપડી પોતાની નિયમો આપડા પોતાના એ બદલવાનો પણ આપણને અધિકાર . વ્યક્તિ તરીકે અને દેશ તરીકે. એટલે જો દેશની કે સમજની સ્વતન્ત્રતા નો વિચાર કરીએ તો વિચારવાનું એ કે દેશ અને સમાજ માટે નિયમો કોણ બનાવે છે? અને પરતંત્રતા નો મતલબ જ એ હતો દેશના નિયમો, કાયદાઓ બીજા બનાવતા હતા. હવે અપડા ચુટાયેલા પ્રતિનિધિ બનાવે છે.
આજના જમનામાં મોટાભાગની સ્વતંત્રતા આર્થિક સ્વતંત્રતા પર આવ્લ્બિત બની ગઈ છે .સમાજ પણ ધનિકો ને વધુ છૂટ આપે છે અને ગરીબો ને ઓછી .બજાર આધારિત અર્થવ્યવસ્થા માં સ્વતન્ત્રતા નો આધાર તમારી પાસે ખરીદ શક્તિ છે કે કેમ તેના પર છે .બજારમાં સ્કુલો છે ,હોસ્પિટલ છે ,મોલ મલ્ટીપ્લેક્ષ છે અને બધું જ ખરીદવાની તમને છૂટ છે. પણ જો તમારી પાસે રૂપિયા છે તો જ ! વ્યક્તિ હોય કે રાષ્ટ્ર જો આર્થીક પરાવ્લાબ્ન હોય તો રાજકીય કે વ્યક્તિગત સ્વતન્ત્રતા લાંબો સમય તકતી નથી .વસ્તુ અને વાપરાશ્વાદ માં આધારિત અર્થતંત્ર પરોક્ષ ગુલામી ભોગવે છે આપડે ટેકનોલોજી કે પેટ્રોલીયમ પેદાશોમાં બિલકુલ પરવલબીછીએ અને તેના પરિણામ પણ ભોગવીએ છીએ
ભારતમાં રાજકીય સ્વતંત્રતાનો વિચાર પરદેશમાંથી આવ્યો છે .અન્ય ઘણી બાબતો ની જેમ આમાં પણ ઇંગ્લેન્ડ જ કારણ ભૂત છે. ૧૮૫૭ ના સ્વ્ત્નાત્રતા સંગ્રામ પછી બ્રિટીશ સરકારે ઈસ્ત ઇન્ડિયા કંપની પાસે થી ભારતનું શાશન લઇ લીધું અને કંપની શાસનનો અંત આવ્યો. મેકોલે એ ૧૯૩૫ માં જે શિક્ષણ શરુ કર્યું હતું તેનો વ્યાપ વધ્યો. ભારતમાં યુનીવર્સીટીઓ ની સ્થાપના થઇ અને ભારતીઓ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશમાં જતા થયા અને ભારતીઓ પરદેશ ભણવા ગયા ત્યાં તેમની સાથે જે ભેદ-ભાવ થયો તે માંથી સ્વતંત્રતાની જ્વાળા ભડકી અને આ ભારતીઓ ભારત આવ્યા ત્યારે સાથે સ્વતન્ત્રતા માટે લડવાનું તથા અંગ્રેજો ના ગયા પછી ભારતને લોકશાહી દેશ બનાવવાનું સપનું સાથે લાવ્યા.
આ અગાઉ માત્ર અંગ્રેજો સામે લડત થતી હતી પણ હવે લોકશાહી માટે સ્વતંત્ર રાષ્ટ્ર માટે લડત શરુ થઇ . આપણે જે સ્વતન્ત્રતા બાદ આપણે જે બંધારણ અપનાવ્યું તે પણ અનેક દેશોના બંધારણ no અભ્યાસ કર્યા બાદ જ અપનાયું છે . જોકે હવે આઝાદીના ૭૫ વર્ષ પછી આપણે ભવિષ્યમાં સ્વતન્ત્રતા વધુ પુખ્ત બને નાગરિક કેન્દ્રી બને અને નિર્ણયોમાં પ્રજાની ભાગીદારી વધે તે જોવાનું રહ્યું .
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.