ફિલ્મહીરો હોય તે આજના નવયુવાનોના રોલમોડલો – હોય છે. અમિતાભ – શાહરૂખખાન, અજય દેવગન, અક્ષયકુમાર, વગેરે વગેરે. પરંતુ આ મહાનાયકો, બાદશાહો, દેશપ્રેમનાં પાત્રો ભજવનારાં. આ અભિનયના હીરો. એમને મારે કહેવું છે કે તમે યુવાનોના મોડલો છો તો એમને પણ તમે સારી રાહ આપો એવી જાહેરાત કરો. દા.ત. વર્ષો પહેલાં મહાનાયક અમિતાભજી પણ ગુટકા પાન મસાલાની જાહેરાતમાં આવતાં. અજય દેવગન – શાહરૂખ ખાન – અક્ષયકુમાર વગેરે ત્રણ જણ ભેગા મળીને ગુટકાના મસાલાની જાહેરાતમાં દેખાય છે. દેશ માટે આવી નકામી તે જાહેરાતમાં અવાય?! તમને પૈસાની શું કમી છે કે આવી જાહેરાતમાં આવવું પડે! આ સમાજ માટે સારું ન કહેવાય.
યુવાનોએ જ તમને હીરો બનાવ્યા છે. તો તમે યુવાનોને આવા કેસરી જુબાં, ગુટકા, પાનમસાલા તરફ આકર્ષિત ન કરો તો સારું. જે દેશ તમને ચાહે છે તેને જ વફાદાર રહો. સ્વાર્થી ન બનો. દેશે જ એમને પોષ્યા છે. નામ – દામ – પૈસા વગેરે દેશે જ આપ્યું છે. પણ આ અભિનેતાઓએ દેશની આતંકવાદી ગતિવિધિ, ધર્માંધતાનાં કૃત્યો, ધર્મોની રક્ષા, મંદિરોની રક્ષા, સરહદ પરની સુરક્ષા માટે આ લોકો કોઇ દિવસ આગળ આવીને બોલ્યા નથી. મોઘમ રહીને સ્વાર્થવૃત્તિને પાળી છે. આગળ આવો, બોલો, દેશના દુશ્મનોને સામી છાતીએ જવાબ આપો. ફકત સેનાએ જ જવાબદારી નિભાવવાની!
સુરત – જયા રાણા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.