Charchapatra

ચોર બનીને વિદેશ જવા કરતાં જાગૃત નાગરિક તરીકે અહીં રહેવું વધુ બહેતર

વિદેશના નિયમ અને ભારતના નિયમ બધું બધે સરખું ન હોય. આપણે આપણી ભાષામાં વિદેશી નેતાઓને રોક-ટોક કરીએ તે યોગ્ય નથી. કોઈ રાષ્ટ્ર કોઈ વધારાનો બોજો લેવા તૈયાર નથી. દરેક દેશનો નેતા પોતાનાં નાગરિકોની ભાવના પ્રથમ સમજે છે. કારણ તે તેમની જન્મભૂમિ તો ખરી જ પણ આગલી પેઢીની હૂંફ અને પ્રેમની રજ જોડાયેલી છે. જો ખાલી દસ પાસ હો તો પણ વિદેશી વિઝા ન મળે, માટે હાલમાં જે વિદેશમાંથી આવ્યા છે તે સર્વ કોઈ બોગસ ડિગ્રી લઈને પહોંચી ગયા હોય તેવું પણ ખરું. કારણ ગુજરાતીઓ આવ્યાં તે પણ વધુ સંખ્યા ગાંધીનગર અને મહેસાણાનાં નાગરિકો છે.

એટલે આ બોગસ ડિગ્રી કાંડ પણ તપાસનો વિષય છે. જેથી એડ્યુકેશન યુવા બેકારનો આંકડો નાનો કરી શકાય છે. સારામાં સારું કામ કરવાની બોલબાલા મહેસાણા અને ગાંધીનગરને ફાળે છે. તે સચિવાલયથી દૂર નથી. માટે વર્ષ મુજબ શિક્ષણ ડિગ્રી માટે રજીસ્ટ્રેશનનો સમય અને બાહ્ય રજીસ્ટ્રેશનથી બંને વચ્ચે આમ આસાન રીતે ખબર પડી જાય, માટે ગુજરાતીઓને કોણ ઓથા ભણાવે છે તે ગોતવાનું કામ  વિધાયકોનું છે. તે બતાવવાનું કામ 162 વિધાયકોનું છે. રમશે ગુજરાત તે ખરું મેદાન પર દેખાય એટલે પણ આ ડિગ્રીવાળું સફેદ કાગળની કલા ખબર ન પડે. ગોતે ગુજરાત.
તાપી    – હરીશ ચૌધરી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

કોમનમેનની કમાણી
આમ આદમીની જાતકમાઇ શૌચાલયની સફાઇ કચરા-પોતાની કામગીરી, મેલાદાટ / બગડેલ કપડાની ધોલાઇ, માલીસ-બાલદાઢી જેવી સાવ સુલભ કામગીરીથી થાય છે. એને હીન નજરે જોવાય છે, નિમ્ન કક્ષાના સંબોધન કે અપશબ્દોથી નવાજાય છે. પરિવારના કે પેઢીના શુભ પ્રસંગે યા જલસાપાર્ટી વખતે આમંત્રણ પત્રિકા પર ચોકડી લગાવાય છે. આ ‘કોમનમેન’ને માણસ સમજીને છેલ્લે ઊભો રખાય છે. એના ભાગે યા નસીબમાં કેવળ નકરી મજૂરી, માનસિક બીમારી અને બચત જ ન થાય એવી આમદાની હોય છે. આમજનને ઠઠારાવાળી કે આંજી નાખનારી ભાષા વાપરતા આવડતી નથી, પણ તળપદી ભાષામાં ગાડું ગબડાવતો હોય છે. તે પોતાના આગવા અભિપ્રાય કે મતભિન્નતા લીધે હડધૂત પણ થાય છે.
અમદાવાદ- જિતેન્દ્ર બ્રહ્મભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top