Charchapatra

ગૃહમંત્રીની ખાતરી પ્રમાણે થયું નહીં

ગુજરાતના ગૃહમંત્રીએ છાતી ઠોકીને ખાતરી આપેલી કે બહેનો નચિંત થઇને ગરબા રમે. ગુજરાત પોલીસ તમારી રક્ષા કરવા બેઠી છે. પણ એવું થયું નહીં. નવરાત્રિમાં જ ભાયલી, માંડવી, બોરસરા અને કચ્છમાં બળાત્કારોની ઘટનાઓ બની. નિર્દોષ બાળકીઓ ચૂંથાઇ! ગૃહમંત્રીએ નવરાત્રિ પહેલાં કહ્યું હતું ‘તમ તમારે મોડે સુધી ગરબા રમો, હું બેઠો છું.’ એમના આ વિધાન સામે ગુજરાતનાં કેટલાંક જાગૃત નાગરિકોએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી જેમાં હાઇકોર્ટે સ્પષ્ટ આદેશ આપતાં કહ્યું કે જો કોઇ નાગરિકને રાત્રે 12 પછી હેરાનગતિ થાય છે અને પોલીસ ફરિયાદ કરે છે તો પોલીસ બંધ કરાવી શકે છે.

બહુ સ્પષ્ટ છે મોડે સુધી ગરબા રમવા માટેનું નિવેદન એ તાજેતરની રેલમાં પીડિતોનો જે આક્રોશ હતો તે શાંત કરવા માટેનો અને વોટબેંકનો રેશિયો વધારવા માટેનો ‘વિનમ્ર પ્રયાસ’ હતો. એક વાત તો સ્પષ્ટ થઇ ગઇ કે સબસલામતીના ઢોલ પીટનારા ગૃહમંત્રીના પોતાના વિસ્તારમાં અને અન્ય શહેરોમાં કન્યાઓ સહેજે સલામત નથી, નરાધમો દ્વારા પીંખાઇ રહી છે. ગુજરાતમાં ઠેર ઠેર કરોડો રૂપિયાનું ડ્રગ્સ મળી રહ્યું છે અને કદાચ ગુજરાત ડ્રગ્સનું ‘હબ’ બનવા તરફ આગળ વધી રહ્યું છે એમ લાગે છે. દુ:ખ એ વાતનું છે કે આ બધું થવા છતાં નેતાઓને સહેજે શરમ, સંકોચ કે ગ્લાનિ નથી. તેઓ આરામથી ‘જલેબી’નો રસાસ્વાદ માણી રહ્યા છે.
સુરત              – ભાર્ગવ પંડયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

બલાત્કારી માનસિકતા નિર્દય વાસનાનો પુજારી
બલાત્કારી માનસિકતા ધરાવતો હોય છે. આવા વિકૃતોને પોતાનાં સગાં કે લોહીના સંબંધોમાં પણ છોકરી-યુવતી-સ્ત્રી કે મહિલાના જ અંગો દેખાય છે. જયાંથી પોતાની વાસનાની તૃપ્તિ મળતી હોય. તેને વિપરીત લીંગની તડપતી અવાજ દર્દનાક પીડા અને કાકલુદી કરતી આંખમાં તેની વિકૃતિનો આનંદ મળતો હોય છે. આવી માનસિકતા સમાજના એ વાતાવરણમાં પોસાય છે જયાં પુરુષત્વને પોષણ મળતું હોય છે. આપણા ભારત દેશમાં સ્ત્રીઓને ભોગનું સાધન માનવામાં આવે છે, તેની ઇચ્છા અનિચ્છાની કોઈ જ કિંમત કે પરવા રહેતી નથી.

આ દૂષણ કાયદાથી ખતમ થઇ શકે તેમ નથી. સમાજમાં સમાનતા અને કમજોર વર્ગ ખાસ સ્ત્રીને સન્માનની ભાવનાથી તેના પર અંકુશ લાવી શકાય. કારણ કે સન્માનથી જે તે વ્યક્તિની કમજોરીનો ખ્યાલ આવે છે. જયાં સુધી સામેની વ્યક્તિની સ્થિતિ અને માનસિકતાનો ખ્યાલ ન આવે ત્યાં સુધી તે ભોગ બનનારની પીડાની કલ્પના ન થાય. આ ઝેરીલી માનસિકતા પારિવારિક મૂલ્યોનું મહત્ત્વ શું છે અને ભોગ બનનાર અને ભોગીના પરિવારની સ્થિતિની પીડાની કલ્પનાના ખ્યાલથી ઓછી કરી શકાય છે. દેશના દરેક પરિવારમાં ચારિત્ર્યના ખંડનની ભયાનકતા શું છે તેની જાગરુકતા અને ઉચિત શિક્ષણથી અંકુશ લાવી શકાય છે. બલાત્કારી માટે ‘ઈન્સાન ’ શબ્દ વાપરી ન શકાય માટે ઇન્સાનિયતની કિંમતનું દરેક માણસને મહત્ત્વ હોવું જોઈએ. પોતાના સન્માન માટે સ્ત્રીઓએ ઉત્ક્રાંતિના નિયમ પ્રમાણે અનુકૂલન થવું જરૂર છે. મૂળભૂત પશુતાવૃત્તિને ડામવાની માનસિકતા હાંસલ કરવી
જરૂરી છે.
          – જયોતિષાચાર્ય હંસરાજ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top