Charchapatra

માનવજાત માટે ખૂબ જ ઘાતક પુરવાર થઈ શકે છે

1938 થી 1945 સુધી ચાલેલું બીજું વિશ્વયુદ્ધ વિનાશક તબાહી છતાં અટકતું ન હતું. 6 ઓગસ્ટ 1945 ના રોજ અમેરિકાએ હિરોશિમા શહેર પર ફેંકેલો અણુબોમ્બ અને 9 ઓગસ્ટ 1945 ના રોજ નાગાશાકી પર બીજા અણુબોમ્બથી હુમલો કરતાં જાપાનની ખૂબ જ ભારે તબાહી થઈ હતી. લગભગ એક લાખ એંસી હજાર માણસો માર્યા ગયાં હતાં. તેને કારણે જાપાન તરત જ યુદ્ધવિરામ કરી શરણે આવી ગયું હતું અને તે સાથે જ બીજા વિશ્વયુદ્ધનો અંત થયો હતો. રશિયા યુક્રેનનું યુદ્ધ છેલ્લાં ચાર વર્ષથી ચાલી રહ્યું છે અને હવે ઇઝરાયેલ, પેલેસ્ટાઇન અને હવે ઇઝરાઇલ અને અમેરિકા ભેગાં મળી ઈરાન સાથે યુદ્ધો લડી રહ્યાં છે.

સતત થઈ રહેલા બોંબમારાની ગરમીથી વૈશ્વિક વાતાવરણ બદલાયું હોય તેવું પ્રતીત થાય છે કે મોસમી માવઠાં વરસાદ કે અચાનક હિમવર્ષા થવી તે માનવજાત માટે ખૂબ જ નુકસાનકારક પુરવાર થાય તેવી પૂરી શક્યતા છે. બદલાયેલા વાતાવરણથી ખાદ્ય સામગ્રીની પેદાશ ઘટતી જશે. તેનાથી દુકાળ જેવી સ્થિતિ થઈ શકે છે. વૈજ્ઞાનિકો વર્ષોથી ગ્લોબલ વોર્મિંગની ચેતવણી આપતા આવ્યા છે. તે હવે ખૂબ જ ઝડપથી આકાર લઈ રહી છે. જો આ યુદ્ધો ના અટકે અને જો આ યુદ્ધમાં અણુબોમ્બનો ઉપયોગ થશે તો પછી વૈશ્વિક ખતરનાક વાતાવરણનો આપણે સામનો કરવો પડશે જે માનવજાત માટે ખૂબ જ ઘાતક પુરવાર થઈ શકે છે.
સુરત     – વિજય તુઈવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top