ભારતની કોર્ટોમાં કુલ પાંચ કરોડ કેસ પડતર છે. જિલ્લા કક્ષાએ સરેરાશ એક જજ પાસે 2200 કેસ છે, નેશનલ જ્યુડિશિયલ ડેટા મુજબ આ કેસો પૈકી 10 વર્ષ થી જુના 9 % છે, 5 થી 10 વર્ષથી જુના 17% છે, 3 થી 5 વર્ષ જુના 12 % છે, 1 થી 3 વર્ષ જુના 23% છે, અને એક વર્ષથી ઓછા હોય તેવા 39% કેસો છે, _સને 1987 કાયદા પંચ ની ભલામણ છે જ કે દેશમાં દર 10 લાખની વસ્તી એ 50 જજ હોવા જોઈએ જેને બદલે હાલ માત્ર 15 જજ છે,, જ્યારે અમેરિકામાં 107, યુકેમાં 51 અને યુરોપમાં સરેરાશ 65 થી વધારે છે, આ 2025 નો ભારતીય ન્યાય તંત્ર નો અહેવાલ છે, લોક અદાલત , મફત કાનૂની સેવા ના કાયદાઓ અને પ્રિ લીટીગેશન મધ્યસ્થી કેન્દ્ર ની વ્યવસ્થા વર્ષોથી હોવા છતાં આ સ્થિતિ છેલ્લા એક દાયકા ની છે, સરકાર ધારે તો વધુ માં વધુ તજજ્ઞ જજો ની નિયુક્તિ કરી કોર્ટો ની સંખ્યા વધારી , ન્યાયતંત્રને સંપૂર્ણ સ્વતંત્ર અને અખંડ રાખી 2047 ના વિકસિત ભારત નું સ્વપ્ન જોઈ અને બતાડી શકે. પરંતુ એ અંગેની કોઈપણ પોલિટિકલ વિલ(રાજકીય ઈચ્છા શક્તિ) નાણામંત્રીના આ વર્ષના બજેટ મા જોવા મળી નથી.
નવસારી – રાજન જોશી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.