Science & Technology

વર્ષના પ્રથમ મિશનમાં ISRO 3 ભારતીય પેલોડ લોન્ચ કરશે, આ તારીખે થશે મિશન લોન્ચ

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) 2021 માં તેના પ્રથમ મિશન ( MISSION) માટે 28 ફેબ્રુઆરીએ બ્રાઝિલિયન સેટેલાઇટ એમેઝોનીયા -1 ( AMEZONIA) અને ત્રણ ભારતીય પેલોડ ( PELOAD) લોન્ચ કરશે.

આ પેલોડ્સમાંથી એક ભારતીય સ્ટાર્ટઅપ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ ઉપગ્રહો ચેન્નઈથી 100 કિલોમીટર દૂર શ્રીહરિકોટા સ્પેસ બંદર ( SHRI HARIKOTA SPACE CENTER) થી સવારે 10.24 વાગ્યે પોલર સેટેલાઇટ ( SATELLITE) લોંચ વ્હીકલ (PSLV) સી -55 દ્વારા લોન્ચ કરવામાં આવશે.

ઇસરોના અધ્યક્ષ કે શિવાને શુક્રવારે જણાવ્યું હતું કે, લોન્ચ થનાર પ્રથમ પેલોડ એમેઝોનીયા -1 છે. તે પૃથ્વી પર નજર રાખવા માટેનો પ્રથમ ઉપગ્રહ છે જે બ્રાઝિલ દ્વારા સંપૂર્ણ રીતે બનાવવામાં આવ્યો છે.

આનંદ, સતિષ ધવન અને યુનિટીસેટ લોંચ કરવાના અન્ય ભારતીય પેલોડ્સ છે. ‘આનંદ’ ભારતના સ્પેસ સ્ટાર્ટઅપ પિક્સેલ દ્વારા બનાવવામાં આવ્યું છે અને ‘સતીશ ધવન સેટેલાઈટ’ ચેન્નઈના સ્પેસ કિડ્સ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવ્યું છે. યુનિટીસેટ એ ત્રણ ઉપગ્રહોનું સંયોજન છે. આ મિશન આપણા અને આખા દેશ માટે ખૂબ જ ખાસ છે. આ અંતરિક્ષ ક્ષેત્રમાં સુધારાના નવા ચરણની શરૂઆત કરશે.

ગયા વર્ષના અંતે ભારતે જીયોસિંક્રોનસ ટ્રાન્સફર આર્બીટ (GTO ) માં પોતાનો 42 મો કોમ્યુનિકેશન્સ સેટેલાઇટ સીએમએસ -01 સફળતાપૂર્વક સ્થાપિત કર્યો હતો. ઉપગ્રહ સાત વર્ષનું આયુષ્ય ધરાવશે અને વિસ્તૃત સી-બેન્ડ ફ્રીક્વન્સી સ્પેક્ટ્રમમાં તેની સેવાઓ પ્રદાન કરશે. ઇસરોનું આ વર્ષનું છેલ્લું મિશન હતું.ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) એ અહેવાલ આપ્યો હતો કે 320 ટનનું પીએસએલવી-સી 50 રોકેટ સીએમએસ -01 લઇને બપોરે 3.41 વાગ્યે ઉપડ્યું હતું. લગભગ 20 મિનિટ પછી રોકેટે જીટીઓમાં સફળતાપૂર્વક સેટેલાઇટ સ્થાપિત કરી દીધુ હતું.

શ્રી હરિકોટાથી આ 77 મી લોન્ચ વાહન મિશન હતું. સીએમએસ -01 ઉપગ્રહ આઠ વર્ષના મિશન અવધિ સાથે 11 જુલાઈ, 2011 ના રોજ લોન્ચ કરવામાં આવેલા જીસેટ -12 ને બદલશે. સીએમએસ -01 ના સફળ લોકાર્પણ પર ખુશી વ્યક્ત કરતાં ઇસરોના અધ્યક્ષ કે.કે. શિવાને કહ્યું કે ચાર દિવસમાં સેટેલાઇટ તેની નિયુક્ત ભૌગોલિક કક્ષામાં મૂકવામાં આવશે. સેટેલાઇટની સોલર પેનલોએ કામ કરવાનું શરૂ કર્યું છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top