National

અવકાશમાંથી કેપ્ચર કરાઈ અયોધ્યા રામ મંદિરની પ્રથમ તસવીર, ઇસરોએ સેટેલાઇટ તસવીર શેર કરી

નવી દિલ્હી: (New Delhi) રામ મંદિરના (Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલાં ઇસરોના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર (એનઆરએસસી)એ ભવ્ય મંદિરની પ્રથમ સેટેલાઈટ તસ્વીર (Satellite Photo) શેર છે જે અવકાશમાંથી સ્વદેશી ઉપગ્રહો દ્વારા લેવામાં આવી હતી. એનઆરએસસી દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં નિર્માણાધીન રામ મંદિરને વિસ્તૃત દૃશ્ય સાથે જોઈ શકાય છે. એનઆરએસસી મુજબ નિર્માણાધીન મંદિરની તસવીરો ભારતીય ઉપગ્રહો દ્વારા 16 ડિસેમ્બર, 2023ના રોજ લેવામાં આવી હતી.

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ સ્વદેશી ઉપગ્રહોનો ઉપયોગ કરીને અવકાશમાંથી ભવ્ય રામ મંદિરની પ્રથમ ઝલક બતાવી છે. ઈસરોએ જાહેર કરેલી તસવીરમાં કુલ 2.7 એકરમાં ફેલાયેલું રામ મંદિર સ્પષ્ટ જોઈ શકાય છે. અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરની આ તસવીરો 16 ડિસેમ્બરે લેવામાં આવી હતી. સેટેલાઇટ ફોટામાં દશરથ મહેલ અને સરયુ નદી સ્પષ્ટ દેખાઈ રહી છે. સાથે જ તેમાં નવું અયોધ્યા રેલવે સ્ટેશન પણ દેખાઈ રહ્યું છે.

રામ મંદિર ટ્રસ્ટ ઇચ્છે છે કે મૂર્તિને 3 ફૂટ બાય 6 ફૂટની જગ્યા પર મૂકવામાં આવે જ્યાં ભગવાન રામનો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે. મંદિરનો પ્રથમ તબક્કો પૂર્ણતાને આરે છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ રામ લલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેશે. પરંપરાગત નાગારા શૈલીમાં બનેલું મંદિર સંકુલ 380 ફૂટ લાંબુ (પૂર્વ-પશ્ચિમ દિશા), 250 ફૂટ પહોળું અને 161 ફૂટ ઊંચું હશે. મંદિરનો દરેક માળ 20 ફૂટ ઊંચો હશે અને તેમાં કુલ 392 થાંભલા અને 44 દરવાજા હશે.

Most Popular

To Top