નવી દિલ્હી: ઈઝરાયેલ (Israel) અને હમાસ (Hamas) વચ્ચે 80 દિવસથી યુદ્ધ (War) ચાલી રહ્યું છે. તેમજ બંને તરફથી હવાઈ (Air) અને જમીની હુમલા (Attack) કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ક્રિસમસની (Christmas) વહેલી સવાર સુધી ઈઝરાયેલે ગાઝામાં (Gaza) ઘાતક હવાઈ હુમલા કર્યા હતા. જેમાં લગભગ 70 લોકોના મોત (Died) થયા છે. રવિવારની મધ્યરાત્રિના થોડા કલાકો પહેલા ઇઝરાયેલ દ્વારા હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો અને આજે એટલે કે નાતાલના દિવસે સવાર સુધી હુમલા (Attack) ચાલુ રહ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ હમાસ સંચાલિત ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતુ કે ઇઝરાયેલના ક્રિસમસની મધ રાત્રીથી કરવામાં આવેલા હવાઈ હુમલામાં લગભગ 70 લોકો માર્યા ગયા છે. તેમજ આ હુમલાઓ એક શરણાર્થી શિબિરને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા. જેના કારણે અનેક મકાનો ધ્વસ્ત થયા છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે ઇઝરાયેલના અત્યાર સુધીના હુમલાઓનો મૃત્યુઆંક 20 હજારને વટાવી ગયો છે. જેમાંથી બે તૃતીયાંશ મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.
સમગ્ર મામલે ઈઝરાયેલની સેનાએ કહ્યું કે ‘અમે નાગરિકોને ન્યૂનતમ નુકસાન પહોંચાડવા માટે બંધાયેલા છીએ.’ આ સાથે જ ઇઝરાયેલી સેનાએ હમાસે લગાવેલા આરોપોને નકારી કાઢ્યા છે. આ મામલે ઇઝરાયેલી સેનાએ કહ્યું હતું કે, હમાસના આતંકવાદીઓ ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં છુપાયેલા છે. તેમજ નાગરિકોનો ઢાલ તરીકે ઉપયોગ કરીને આતંકવાદી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. આ કારણે તેમને આવા હુમલાઓ કરવાની ફરજ પડી છે.
ઇશુ ખ્રિસ્તના જન્મ સ્થળ બેથલહેમમાં નાતાલ ઉજવાશે નહી
ખ્રિસ્તી સમુદાય માને છે કે ઇસુ ખ્રિસ્તનો જન્મ બેથલહેમમાં 2000 વર્ષ પહેલાં થયો હતો. સામાન્ય રીતે અહીં દર વર્ષે નાતાલની ઉજવણી કરવા હજારો લોકો આવે છે. તેમજ પેલેસ્ટિનિયન ખ્રિસ્તીઓએ અગાઉ મીણબત્તીઓ પ્રગટાવી, ગાઝામાં ઇશુ ખ્રિસ્તના જન્મ દિવસની ઉજવણીને બદલે શાંતિ માટે પ્રાર્થના કરી હતી. તેમજ ઇઝરાયેલના કબ્જા હેઢળના પેલેસ્ટિનિયન વેસ્ટ બેંક શહેર બેથલેહેમમાં પાદરીઓએ ક્રિસમસની ઉજવણી રદ કરી છે.
ઇઝરાયેલના 100થી વધુ નાગરિકો હમાસની કેદમાં છે
7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર પ્રથમ હુમલો કર્યો હતો. ત્યારે 1200થી વધુ લોકોના મૃત્યો થયા હતાં. તેમજ 240 લોકોને બંધક બનાવીને ગાઝા લાવવામાં આવ્યા હતા. બાદમાં 140 ઈઝરાયેલ નાગરિકોને યુદ્ધવિરામની શરતે મુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ હમણા સુધી ઇઝરાયેલના 100થી વધુ નગરીકો હમાસની કેદમાં છે.