World

ઈઝરાયેલનો ઈરાનના પરમાણું ઠેકાણાઓ પર ભીષણ હુમલોઃ 3 વૈજ્ઞાનિક, સેનાના બે કમાન્ડર માર્યા ગયા

ઈરાન પર ઈઝરાયેલે અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. ઇઝરાયલે આજે સવારે ઇરાન પર ભીષણ હુમલા કર્યા છે, જેમાં ઇરાનની સેના અને તેના પરમાણુ વૈજ્ઞાનિકોના ઘણા લોકો માર્યા ગયા છે. ઇરાનના સત્તાવાર ખામા ન્યૂઝ અનુસાર, તેહરાનમાં ઇઝરાયલી હવાઈ હુમલામાં IRGC ચીફ હુસૈન સલામી, કમાન્ડર ગુલામ-અલી રાશિદ, પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. મોહમ્મદ તેહરાનચી, પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. ફેરેદુન અબ્બાસી અને ઇરાનના સશસ્ત્ર દળોના ચીફ ઓફ સ્ટાફ મોહમ્મદ બઘેરીનું મૃત્યુ થયું છે.

આ હુમલાથી ઈરાન ગુસ્સે ભરાયું છે અને ઈરાની સંરક્ષણ નિષ્ણાતો કહે છે કે ઈરાનનો બદલો એવો હશે, જેની ઇઝરાયલ અને અમેરિકાએ પણ અપેક્ષા રાખી ન હોત. 1980ના દાયકામાં ઇરાક સાથેના યુદ્ધ પછી આ ઇરાન પરનો સૌથી મોટો હુમલો છે, જેમાં દેશમાં ઘણી જગ્યાએ હુમલો કરવામાં આવ્યો છે. ઇરાની સેનાએ કહ્યું છે કે “લોહીના બદલામાં લોહી”થી બદલો લેવામાં આવશે.

શુક્રવારે વહેલી સવારે રાજધાની તેહરાનમાં શક્તિશાળી વિસ્ફોટો થયા. શહેરના પૂર્વી ભાગોમાંથી વિસ્ફોટો સંભળાયા અને બાદમાં મધ્ય અને પશ્ચિમી વિસ્તારોમાં પણ વિસ્ફોટો સંભળાયા. IRIB (ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન બ્રોડકાસ્ટિંગ) અનુસાર વિસ્ફોટો સવારે 3:20 વાગ્યાની આસપાસ થયા હતા, જે લક્ષ્યાંકિત હુમલાઓનો સંકેત આપે છે. ઇઝરાયલે ઇરાનના સૌથી મહત્વપૂર્ણ પરમાણુ સ્થળ, નટાન્ઝ પર મોટા પાયે હુમલા કર્યા છે . જોકે નટાન્ઝમાં થયેલા વિનાશનું પ્રમાણ જાણી શકાયું નથી, ઇઝરાયલે મોડી રાતથી અહીં અનેક રાઉન્ડમાં વારંવાર હુમલા કર્યા છે.

ઇઝરાયલી હુમલામાં ઇરાનને મોટો ઝટકો લાગ્યો છે. ઇઝરાયલી હુમલામાં ઇરાની સેનાના બે વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ માર્યા ગયા છે. સૌથી મોટી વાત એ છે કે ઇઝરાયલી હુમલામાં ઇરાની સશસ્ત્ર દળોના ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ હુસૈન બઘેરી પણ માર્યા ગયા છે. આ ઉપરાંત રિવોલ્યુશનરી ગાર્ડ્સના ચીફ કમાન્ડર હુસૈન સલામીના મૃત્યુના રૂપમાં ઇરાનને બીજું મોટું નુકસાન થયું છે. આ બે મોટા નામ છે જે ઇઝરાયલના ઓપરેશન રાઇડિંગ લાયનમાં માર્યા ગયા છે.

આ હુમલામાં ઈરાનના ક્રાંતિકારી જનરલ ગુલામાલી રશીદ પણ માર્યા ગયા હતા. જોકે, ઈઝરાયલે આ હુમલામાં ઈરાની સેનાના ઘણા અન્ય કમાન્ડરોને માર્યા હોવાનો દાવો કર્યો છે. ઇઝરાયલ સંરક્ષણ દળોએ ટ્વિટર પર પોસ્ટ કર્યું કે અમે હવે પુષ્ટિ કરી શકીએ છીએ કે ઇઝરાયલી દ્વારા 200 થી વધુ ફાઇટર જેટ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઇરાની સશસ્ત્ર દળોના ચીફ ઓફ સ્ટાફ, IRGCના કમાન્ડર અને ઇરાનના ઇમરજન્સી કમાન્ડના કમાન્ડર બધા માર્યા ગયા હતા. ઇઝરાયલે કહ્યું કે આ એવા લોકો હતા જેમના હાથ આંતરરાષ્ટ્રીય લોહીથી રંગાયેલા છે.

જો આપણે ઇઝરાયલી હુમલામાં માર્યા ગયેલા ઇરાની વૈજ્ઞાનિકોની વાત કરીએ તો અત્યાર સુધીમાં ત્રણ પરમાણુ વૈજ્ઞાનિકો માર્યા ગયા છે. તેમના નામ ડૉ. ફિરદૌસ અબ્બાસી, ડૉ. મોહમ્મદ મહેદી તેહરાનચી અને ડૉ. અબ્દુલ હમીદ મિનોઉચર છે.

ઈરાને પુષ્ટિ આપી છે કે દેશના સશસ્ત્ર દળોના ચીફ ઓફ સ્ટાફ જનરલ મોહમ્મદ બઘેરી તેહરાનમાં ઇઝરાયલી હુમલામાં માર્યા ગયા છે. ઈરાનના સત્તાવાર પ્રસારણકર્તા પ્રેસ ટીવી દ્વારા જનરલ બઘેરીના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે.

Most Popular

To Top