World

ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર ઈઝરાયેલનો હુમલોઃ અમેરિકાએ આપી મોટી ચેતવણી

મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ઇઝરાયલે ઇરાનને પરમાણુ શસ્ત્રો બનાવતા અટકાવવાના ઉદ્દેશ્યથી ‘ઓપરેશન રાઇઝિંગ લાયન’ શરૂ કર્યું છે. ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શુક્રવારે દાવો કર્યો હતો કે ઇરાનના મુખ્ય પરમાણુ સંવર્ધન કેન્દ્ર નટાન્ઝ અને અન્ય ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો છે. ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર હુમલાથી ઈઝરાયેલ પર મિત્ર અમેરિકા ચિંતામાં મુકાયું છે. અમેરિકાએ ઈઝરાયેલને ચેતવણી આપતા કહ્યું છે કે, હવે ઈરાન પણ ઈઝરાયેલ પર મોટો હુમલો કરી શકે છે.

ઇઝરાયલનો શ્રેષ્ઠ મિત્ર અમેરિકા પણ હવે તેને હુમલા અંગે ચેતવણી આપી છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ મધ્ય પૂર્વ દૂત સ્ટીવ વિટકોફે સેનેટ રિપબ્લિકન સાંસદોને ચેતવણી આપી છે કે જો ઇઝરાયલ ઇરાનના પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કરશે તો ઇરાનનો બદલો લેવા એટલો ગંભીર હુમલો કરી શકે છે કે તેનાથી મોટા પાયે જાનહાનિ થઈ શકે છે.

ઈરાનની મિસાઈલ ક્ષમતા પરમાણુ ખતરા જેટલી જ ઘાતક છે
ટાઇમ્સ ઓફ ઇઝરાયલે એક્સિઓસને ટાંકીને જણાવ્યું હતું કે ગયા ગુરુવારે બંધ બારણે યોજાયેલી બ્રીફિંગમાં વિટકોફે સેનેટ રિપબ્લિકનને જણાવ્યું હતું કે જો ઇઝરાયલ ઇરાનના પરમાણુ સુવિધાઓને નિશાન બનાવે છે, તો ઇરાન સેંકડો બેલિસ્ટિક મિસાઇલોથી બદલો લઈ શકે છે. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે ઇઝરાયલની હવાઈ સંરક્ષણ પ્રણાલી (જેમ કે આયર્ન ડોમ) આટલા મોટા હુમલાનો સામનો કરી શકશે નહીં.

વિટકોફે કહ્યું કે ઇરાનની મિસાઇલ ક્ષમતા ઇઝરાયલ માટે પરમાણુ ખતરા જેટલી ઘાતક છે. ટ્રમ્પે ગુરુવારે કહ્યું હતું કે, ઇઝરાયલી હુમલો એક સંભવિત પરિસ્થિતિ છે પરંતુ તેમણે અપીલ પણ કરી હતી કે આપણે એક સારા સોદાની ખૂબ નજીક છીએ, તેથી હમણાં તે ન કરો. પરંતુ ટ્રમ્પની ચેતવણી છતાં ઇઝરાયલે ઇરાન પર હુમલો કર્યો છે.

વિટકોફ ઓમાનની મુલાકાત લેશે, ઈરાન સાથે વાતચીત ચાલુ રહેશે
સ્ટીવ વિટકોફ રવિવારે ઓમાન પહોંચવાના છે, જ્યાં પરમાણુ કાર્યક્રમ પર અમેરિકા અને ઈરાન વચ્ચે આગામી રાઉન્ડની વાતચીત થશે. જોકે, હવે ઇઝરાયલી હુમલા પછી આ વાતચીત અટકી ગઈ હોય તેવું લાગે છે. બેઠકની શરૂઆતમાં વિટકોફે ઈરાનની બેલિસ્ટિક મિસાઈલ ક્ષમતાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે જો ઈરાન સેંકડો મિસાઈલ છોડશે તો ઈઝરાયલની હવાઈ સંરક્ષણ પ્રણાલી દબાણમાં આવી શકે છે.

Most Popular

To Top