World

ઇઝરાયેલી સેનાનો લેબનોન પર 300 મિસાઈલથી હુમલો: 180 થી વધુ લોકો માર્યા ગયા

ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. હિઝબુલ્લા પર દબાણ લાવવા માટે ઇઝરાયલે લેબનોનમાં 300 ટાર્ગેટ પર હુમલો કર્યો છે. આ દાવો ઈઝરાયેલની સેના દ્વારા કરવામાં આવ્યો છે. લેબનીઝ અધિકારીઓએ જણાવ્યું કે ઇઝરાયેલના હવાઈ હુમલામાં 100થી વધુ લોકોના મોત થયા છે.

ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે “આપત્તિજનક યુદ્ધ” ફાટી નીકળવાથી મધ્ય પૂર્વમાં ભારે ભયનું વાતાવરણ સર્જાયું છે. ઈઝરાયેલી સેનાએ હિઝબુલ્લાહ પર ભીષણ હુમલો કર્યો છે. આમાં ઓછામાં ઓછા 100 લોકોના મોત થયા છે. આપને જણાવી દઈએ કે લેબનોનમાં પેજર બ્લાસ્ટ અને વોકી-ટોકી બ્લાસ્ટના બીજા જ દિવસે ઈઝરાયેલની સ્ટ્રાઈકથી રોષે ભરાયેલા હિઝબુલ્લાએ રવિવાર અને સોમવારે જેરુસલેમ પર એવો જીવલેણ હુમલો કર્યો કે ઈઝરાયેલે આ વિશે વિચાર્યુ પણ નહીં હોય. ઉત્તરી અને દક્ષિણ ઇઝરાયેલ હિઝબોલ્લાહના ઉગ્ર વળતા હુમલાથી હચમચી ઉઠ્યા હતા. વિસ્ફોટો પછી લાગેલી આગમાં કાગળની ચાદર જેમ વિશાળ ઇમારતો બળી ગઈ હતી. તેનાથી નિરાશ થઈને ઈઝરાયેલની સેનાએ હવે હિઝબુલ્લા પર સૌથી મોટો હુમલો કર્યો છે. આનાથી મધ્ય પૂર્વના દેશોમાં હલચલ મચી ગઈ છે.

હિઝબોલ્લાહ હુમલાના જવાબમાં ઇઝરાયેલી સૈન્યએ લેબનોનમાં લોકોને તાત્કાલિક એવા ઘરો અને ઇમારતો ખાલી કરવા કહ્યું છે જ્યાં હિઝબોલ્લાહ આતંકવાદી જૂથે શસ્ત્રોનો સંગ્રહ કર્યો છે. ઇઝરાયેલે કહ્યું કે તેણે આતંકવાદી જૂથ સામે “વ્યાપક હુમલાઓ” શરૂ કર્યા છે. સરહદ પર લગભગ એક વર્ષ સુધી ચાલેલા સંઘર્ષ અને ખાસ કરીને રવિવારે ભારે ગોળીબાર બાદ આ પહેલી ચેતવણી આપવામાં આવી છે. હિઝબોલ્લાહે તાજેતરના ઇઝરાયેલ હુમલાના બદલામાં ઉત્તર ઇઝરાયેલ પર 100 થી વધુ રોકેટ, મિસાઇલ અને ડ્રોન છોડ્યા હતા જેમાં તેના એક ટોચના કમાન્ડર અને ઘણા લડવૈયાઓ માર્યા ગયા હતા.

આ હુમલાઓ અને વળતા હુમલાઓને કારણે ઈઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચે વ્યાપક યુદ્ધની શક્યતા વધી ગઈ છે. તે પણ એવી સ્થિતિમાં જ્યારે ઈઝરાયેલ ગાઝામાં પેલેસ્ટિનિયન હમાસ સામે પહેલેથી જ લડી રહ્યું છે. 7 ઓક્ટોબરના હુમલામાં કેટલાક બંધકોને પરત મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. હિઝબોલ્લાએ ઈરાન સમર્થિત સાથી આતંકવાદી જૂથ હમાસ અને પેલેસ્ટિનિયનો સાથે એકતામાં તેના હુમલા ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. ઇઝરાયલના એક સૈન્ય અધિકારીએ જણાવ્યું હતું કે ઇઝરાયેલ હવાઈ કાર્યવાહી પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને જમીન પર હુમલો કરવાની તેની કોઈ તાત્કાલિક યોજના નથી. સ્ટ્રાઇકનો હેતુ ઇઝરાયેલ પર વધુ હુમલા કરવાની હિઝબુલ્લાહની ક્ષમતાને રોકવાનો હતો.

Most Popular

To Top