World

ગાઝામાં ઈઝરાયેલે ફરી તબાહી મચાવી, હમાસની સૈન્ય ટુકડીના પ્રમુખ દઈફ સહિત 71 લોકો માર્યા ગયા

ઇઝરાયેલ (Israel) અને હમાસ (Hamas) વચ્ચે છેલ્લા નવ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઇઝરાયલે હમાસને ખતમ કરવાની મક્કમ પ્રતિજ્ઞા લીધી છે. આ પ્રતિજ્ઞા ગાઝા પટ્ટીના લોકો પર ભારે પડી રહી છે. ગાઝામાં ઈઝરાયેલની સેનાની કાર્યવાહી ચાલુ છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે ઈઝરાયેલે ગાઝા પટ્ટી પર ફરી એકવાર જોરદાર હુમલો કર્યો છે. આ હુમલામાં હમાસ ટુકડીના વડા મોહમ્મદ દઈફ સહિત 71 લોકોના મોત થયા છે, જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા છે. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપી છે.

ગાઝા પટ્ટીના ખાન યુનિસમાં ઈઝરાયેલે તબાહી મચાવી
બીજી તરફ ઈઝરાયેલના અધિકારીઓનું કહેવું છે કે તેમણે હમાસની લશ્કરી ટુકડીના વડા મોહમ્મદ દઈફને નિશાન બનાવ્યું હતું. ઈઝરાયેલે આ હુમલો ગાઝા પટ્ટીના ખાન યુનિસ વિસ્તારમાં કર્યો છે. ઇઝરાયલી અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓએ દઈફમાં લક્ષ્યો પર હવાઈ હુમલો કર્યો હતો. મોહમ્મદ દઈફને 7 ઓક્ટોબર, 2023ના રોજ ઈઝરાયેલ પર થયેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલમાં તબાહી મચાવી હતી. તે દરમિયાન 1,200 લોકો માર્યા ગયા હતા. જેના કારણે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું.

ઇઝરાયલે દઈફને તેના વોન્ટેડ લિસ્ટમાં રાખ્યો હતો
ઇઝરાયલે ગયા વર્ષથી દઈફને તેના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં રાખ્યો હતો. દઇફના નેતૃત્વમાં હમાસે ઈઝરાયેલ પર ઘણી વખત હુમલો કર્યો હોવાનું માનવામાં આવે છે. બીજી તરફ ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે ઈઝરાયેલના હુમલામાં 289 લોકો ઘાયલ થયા છે. જણાવવામાં આવ્યું છે કે ઘણા ઘાયલ અને મૃતકોને ખાન યુનિસ વિસ્તારની નાસેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જો કે હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે ઈઝરાયેલી મિલિટરી ફોર્સિસ (IDF)એ મુવાસી પર આ હુમલો કર્યો હતો કે નહીં. મુવાસી ઇઝરાયેલના અધિકારક્ષેત્ર હેઠળ છે અને ઉત્તર રફાહથી ખાન યુનિસ સુધી વિસ્તરે છે. ખાન યુનિસના કેમ્પમાં હજારો પેલેસ્ટિનિયન શરણાર્થીઓ રહે છે.

જણાવી દઈએ કે હમાસે 7 ઓક્ટોબરે ઈઝરાયેલના શહેરો પર પાંચ હજારથી વધુ રોકેટ ફાયર કરીને હુમલાની શરૂઆત કરી હતી. આ પછી હમાસના આતંકીઓએ ઈઝરાયેલમાં ઘૂસીને લોકોને માર્યા હતા. તેના જવાબમાં ઈઝરાયેલે ગાઝામાં હમાસના આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન શરૂ કર્યું. આ ઓપરેશનમાં ગાઝામાં હમાસની જગ્યાઓ પર જોરદાર બોમ્બમારો કરવામાં આવ્યો છે જેના કારણે ગાઝાનો મોટા ભાગનો વિસ્તાર ખંડેરમાં ફેરવાઈ ગયો છે. ઈઝરાયેલ અને ગાઝામાં અત્યાર સુધીમાં 38,000 થી વધુ લોકોના મોત થયા છે.

Most Popular

To Top